Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પૂતિ
૧૪૮૫ દરમ્યાન નાઝી પ્રપંચે તો ચાલુ જ હતા અને ૧૯૩૪ના જૂન માસમાં નાઝીઓએ વિયેનામાં ડોલ્ફસનું ખૂન કર્યું. એ પછી નાઝી જર્મની ઓસ્ટ્રિયા ઉપર ચડાઈ કરે એવી જના હતી. હિટલર જર્મનીની સરહદ ઓળંગીને પિતાના લશ્કરને ઑસ્ટ્રિય ઉપર મોકલવાની તૈયારીમાં હતા પરંતુ જર્મને સામે ટ્યિાનું રક્ષણ કરવાને પિતે સૈન્ય મેલશે એવી મુસલિનીએ ધમકી આપી તેથી તે એમ કરતાં અટકી ગયે. ઓસ્ટ્રિયાને જર્મનીમાં ભેળવી દેવામાં આવે અને પરિણામે જર્મનીની સરહદ ઠેઠ ઇટાલી સુધી આવી પહોંચે એવું મુસોલિની ઇચ્છતે નહોતે. ૧૯૭૫ની સાલમાં હિટલરે વિધિપૂર્વક જાહેર કર્યું કે ઑસ્ટ્રિયાને ખાલસા કરવાને કે તેને જર્મની સાથે જોડી દેવાને તેને ઇરાદો નથી.
ઈટાલીના એબિસીનિયાના સાહસને લીધે તે નબળું પડ્યું અને ઈંગ્લડ તથા કાંસ સાથેનું તેનું ઘર્ષણ વધવા પામ્યું એટલે મુસોલિનીને હિટલર સાથે સમજૂતી પર આવવું પડ્યું. આથી હિટલરને સ્ટ્રિયાની બાબતમાં ગમે તે કરવાની છૂટ મળી અને ત્યાં આગળ નાઝીઓની પ્રવૃત્તિ વધી ગઈ ૧૯૩૮ની સાલના આરંભમાં ઇંગ્લંડના વડા પ્રધાન ચેમ્બરલેઈને જાહેર કર્યું કે, આધ્યિાને બચાવવા માટે ઇંગ્લેન્ડ વચ્ચે પડનાર નથી. પછી તે બનાવો બહુ ઝડપથી બનવા લાગ્યા અને એસ્ટ્રિયાના ચેન્સેલર શુગ્નિને પ્રજામત લેવાનું નક્કી કર્યું ત્યારે હિટલરે તેની સામે વાંધો ઉઠાવ્ય. ૧૯૩૮ના મે માસમાં તેણે ઓસ્ટ્રિયા ઉપર ચડાઈ કરી. તેને સામને કરવામાં ન આવ્યું અને ઓસ્ટ્રિયાનું જર્મની સાથેનું જોડાણ જાહેર કરવામાં આવ્યું. લાંબા સમય સુધી સામ્રાજ્યના મથક બનેલા આ પુરાણું દેશને આ રીતે અંત આવ્યું અને આયિા યુરેપના નકશા ઉપરથી ભૂંસાઈ ગયું. તેના છેલ્લા ચૅન્સેલર શુગ્નિગને જર્મને એ કેદ કર્યો અને નાઝીઓની ઈચ્છાને સંપૂર્ણપણે અનુકૂળ ન થવા માટે તેના ઉપર મુક ચલાવવાની ધમકી આપવામાં આવી. હજીયે તે નાઝીઓને કેદી છે.
ઑસ્ટ્રિયામાં નાઝી જર્મનના આગમનથી ત્યાંની પ્રજા ઉપર દમન અને ત્રાસનો કોરડો વીંઝાવા લાગ્યા. જર્મનીમાં નાઝીઓના અમલના આરંભમાં જે ત્રાસનું સામ્રાજ્ય પ્રવત્યું હતું તેના કરતાં પણ આ ત્રાસ અને દમન વધારે ભયંકર હતાં. યહૂદીઓને એથી ભારે સહન કરવું પડ્યું અને હજીયે તેઓ ભયંકર યાતનાઓ સહન કરી રહ્યા છે. અને એક વખતના રમણીય અને સંસ્કારી શહેર વિયેનામાં જંગલીપણાનું સામ્રાજ્ય વત રહ્યું છે અને અત્યાચાની પરંપરા ત્યાં આગળ ચાલી રહી છે.
જેોોવાચિા : ઓસ્ટ્રિયામાંના નાઝીઓના વિજયને કારણે યુરોપ સમસમી ગયું હતું પરંતુ ચેકોસ્લોવાકિયામાં એની અસર સૌથી વધારે થવા પામી. કેમ કે હવે તે ત્રણ બાજુએ નાઝી જર્મનીથી ઘેરાઈ ગયું. ઘણા લેક