Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 823
________________ ૧૪૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન મૂક્યો કારણ કે તેમાં અનેક જાણીતી અને આગેવાન વ્યક્તિઓ સંડોવાયેલી હતી. જેમને ટોસ્કીવાદીઓ કહેવામાં આવતા હતા તથા જેઓ નરમ દળના આગેવાન હતા (રીકાવ, ટસ્કી , બુખારિન) તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેમને શિક્ષા કરવામાં આવી. કેટલાક ઊંચા દરજજાના લશ્કરી અમલદારો ઉપર પણ કામ ચલાવવામાં આવ્યું હતું. એમાં માર્શલ ટુચેચેવસ્કી મુખ્ય હતે. આ મુકદ્દમાઓ તેમ જ એને અંગેના બનને વિષે ચેકસ અભિપ્રાય આપવાનું મારે માટે મુશ્કેલ છે કેમ કે એ સંબંધી હકીકત ગૂંચવણભરી અને અસ્પષ્ટ છે. પરંતુ એ મુકદ્દમાઓએ સેવિયેટના અનેક મિત્રો સહિત સંખ્યાબંધ લેકીને અસ્વસ્થ કરી મૂક્યા અને સોવિયેટ રાજ્ય વિષેના તેમના પૂર્વગ્રહમાં ઉમેરે કર્યો એ વિષે લેશ પણ શંકા નથી. કેટલાક લેકેનો એવો અભિપ્રાય છે કે, સ્ટેલિનના અમલ સામે એક જબરું કાવતરું રચવામાં આવ્યું હતું અને એ મુકદ્દમાઓ વાજબી હતા. એ પણ હવે પુરવાર થઈ ચૂક્યું જણાય છે કે એ કાવતરાંને આમજનતાને કે નહતા અને પ્રજાની લાગણી ચોક્કસપણે લિનના વિરોધીઓની સામે હતી. આમ છતાં, જેટલા પ્રમાણમાં દમન ચલાવવામાં આવ્યું હતું – અને ઘણું નિર્દોષ માણસો પણ એના ભોગ બન્યા હશે –એ અનારેયની નિશાની હતી અને આંતરરાષ્ટ્રીય દષ્ટિએ એ વસ્તુઓ સેવિયેટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. આર્થિા સુસ્થિતિ : ૧૯૩૦ની સાલમાં શરૂ થયેલી અને મૂડીવાદી દુનિયાને વરસ સુધી અપંગ બનાવી મૂકનાર વેપારની ભારે મંદીમાં આખરે કંઈક સુધારો થવાનાં ચિહ્ન દેખાવા લાગ્યાં. ઘણુંખરા દેશની આર્થિક સ્થિતિ અમુક અંશે સુધરવા પામી પરંતુ ઇંગ્લંડમાં બીજા દેશે કરતાં એ સુધારો વધુ સ્પષ્ટપણે જણાતું હતું. પાઉન્ડના મૂલ્યમાં કરવામાં આવેલ ઘટાડે, જકાતે તથા સામ્રાજ્યનાં બજાર તથા સાધનસંપત્તિ ઇંગ્લંડને મદદરૂપ નીવડ્યાં હતાં. જકાતે નાખીને, સરકાર તરફથી આર્થિક મદદ આપીને, ખેતીને અંગે સુધારા કરીને, તેમ જ હરીફાઈ ઘટાડવાને ઉત્પાદકનું સંગઠન કરીને, દેશના અંદરના બજારની ખિલવણી કરવામાં આવી. જનાપૂર્વક ઉત્પાદન કરવાને તેમ જ સમગ્રપણે વહેંચણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું. ડેન્માર્ક તેમ જ સ્વીડન તથા નોર્વે ઉપર બ્રિટિશ માલ ખરીદવાનું દબાણ પણ કરવામાં આવ્યું. આ રીતે આર્થિક સ્થિતિ સારા પ્રમાણમાં સુધરવા પામી પરંતુ તે આંતરરાષ્ટ્રીય વેપારને ભેગે. એ દૃષ્ટિએ જોતાં એ સુધારે આંશિક અને મર્યાદિત હતે. ખરે સુધારે આંતરરાષ્ટ્રીય વેપારની ખિલવણીથી જ થઈ શકે. વળી સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇંગ્લડે અમેરિકાનું પિતાનું દેવું ચૂકવ્યું નથી અને એ ચૂકવવાને તેને ઇરાદે પણ નથી. જુદા જુદા દેશોએ

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862