Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૯૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન
છે કેમ કે, હવે તેને સામ્રાજ્યની મહત્ત્વાકાંક્ષા રહી નથી અને તેણે ભિન્ન પ્રકારની આર્થિક નીતિ અખત્યાર કરી છે.
ખીજી રીતે તેને કાચા માલ નથી મળી શકતા એટલા માટે જમતીને વસાહતા નથી જોઈતી, કેમ કે ખુલ્લા બજારમાંથી તે કાચા માલ ખરીદી શકે છે, પરંતુ પોતાના લાભને ખાતર એ વસાહતોની પ્રજાનું શાષણ કરવાને માટે તેને વસાહતો જોઈ એ છે. પોતાનું હલકું નાણું આપીને તેમની પાસેથી જર્મનીને કાચો માલ ખરીદવે છે અને પછી તેમની પાસે પોતાના પાકે માલ પરાણે ખરીદ કરાવવે છે.
છેલ્લાં પાંચ વરસોમાં બનેલા કેટલાક મુખ્ય મુખ્ય બનાવા વિષે તથા તેમનાં પરિણામ વિષે હું તને લખી ગયા છું. ક્યાં અટકવું એની મને સૂઝ પડતી નથી કેમ કે સર્વત્ર ખળભળાટ, ઊથલપાથલ, પરિવર્તન અને સંધ ચાલી રહ્યાં છે. અને સ્થાનિક કે રાષ્ટ્રીય ધોરણે દુનિયાના પ્રશ્નોની વિચારણા કરવાનું અશકય બનતું જાય છે, પછી તેના ઉકેલની તેા વાતજ શી કરવી ? એમને જગદ્ગાપી ઉકેલ કાઢવાની જરૂર છે. દરમ્યાન જગતની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે અને તેમાં યુદ્ધ અને હિંસાના દોર વર્તી રહ્યો છે. આધુનિક દુનિયાનુ મગરૂર અગ્રણી યુરેપ બર અવસ્થા તરફ પાછું જઈ રહ્યું છે. તેના પુરાણા શાસકવર્ગા દુળ બની ગયા છે અને તેમને ઘેરી રહેલી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટે તે બિલકુલ અશક્ત બની ગયા છે.
મ્યૂનિયના કરારે દુનિયાની અસ્થિર સમતાને ઊંધી વાળી દીધી. દક્ષિણપૂર્વ યુરોપ નાઝી સત્તાને વશ થવા લાગ્યા છે અને બધાયે દેશેામાં નાઝીઓનાં કાવતરાં વધી ગયાં છે. ડેન્માર્ક, નાવે, સ્વીડન, ફિલૅંડ, નેધરલૅન્ડઝ, બેલ્જિયમ તથા લુક્ષમબગ વગેરે ‘ આસ્લો સમૂહ ' તરીકે ઓળખાતા નાના નાના દેશ એ, ઇંગ્લંડની મૈત્રીની કશી કિંમત નથી એવી પ્રતીતિ થવાથી, પોતાની તટસ્થતા જાહેર કરી છે અને કાઈ પણ પ્રકારની સામૂહિક જવાબદારી લેવાની ના પાડી દીધી છે. દૂર પૂર્વમાં જાપાને વધારે આક્રમણકારી વલણ અખત્યાર કર્યું છે. તેણે કૅન્ટીનના કબજો લીધા છે. હોંગકોંગનાં બ્રિટિશ હિતા સાથે તે અથડામણમાં આવ્યું છે. પૅલેસ્ટાઈનની સ્થિતિ ઝડપથી બગડતી જાય છે. ઇંગ્લંડ અને અમેરિકા વચ્ચેના સબંધે પહેલાં કદી નહોતા એટલા ઠંડા પડી ગયા છે, ચેમ્બરલેઈન જ્યારે ફાસિસ્ટ સત્તાની હરેાળમાં જઈ રહ્યો હતો ત્યારે પ્રમુખ રૂઝવેલ્ટ નાઝી હેતુએ તથા પદ્ધતિને વખાડી રહ્યો હતા. યુરોપના ઝધડાઓ તથા ફ્રાસિસ્ટાના આક્રમણ પ્રત્યેના ઇંગ્લંડ તથા ફ્રાંસના વલણથી અમેરિકાને ધૃણા ઊપજી. તે એ બધાથી અળગુ રહ્યુ અને સાથે સાથે મોટા પાયા ઉપર તેણે શસ્ત્રસજ્જ થવા માંડયું. સેવિયેટ રાજ્યનું પણ એમ જ છે. પશ્ચિમના દેશે! જોડે મૈત્રી કરવાની તેમ જ તેમની જોડે બિનઆક્રમણના
Ο