Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પૂતિ
૧૪૮૩
દરખાસ્તને ઈંગ્લડે તરછોડી હતી. ઇંગ્લંડ જાપાનને શાથી ઉત્તેજન આપે છે અને એ રીતે એક બળવાન હરોફને વધારે બળવાન બનાવે છે? ૨૦મી સદીના આરંભનાં વરસેથી જાપાન લગભગ ઇંગ્લંડના રક્ષણ નીચે સામ્રાજ્યવાદી સત્તા તરીકે ઘણું આગળ વધ્યું છે. પહેલાં ઝારશાહી રશિયા સામે એક બળવાન હરીફ ઊભું કરવાને ખાતર તે જાપાનને મદદ કરતું હતું. મહાયુદ્ધ પછી યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેટ રાજ્ય એ બે ઇંગ્લંડના મેટા હરીકે રહ્યા છે. આથી જાપાનને ટેકો આપવાની તેની એ પુરાણી નીતિ તેણે આજ સુધી એટલે કે તેનાં કેટલાંક મહત્ત્વનાં હિતોને જાપાન જોખમમાં મૂકવાની હદ સુધી પહોંચ્યું ત્યાં સુધી તેણે ચાલુ રાખી છે. ૧૯૩૩ની સાલમાં અમેરિકાએ સેવિયેટ રાજ્યને માન્ય રાખ્યું તેનું એક કારણ અમેરિકાની જાપાનની હરીફાઈ પણ હતું. ( ૧૯૩૩ની સાલ પછીના સમય દરમ્યાન ચીનમાં ઘણી સરકારે હતી. ચાંગ–કાઈ–શેકની રાષ્ટ્રીય સરકાર ત્યાં હતી. બીજી સત્તાઓએ એ સરકારને માન્ય રાખી હતી. દક્ષિણ ભાગમાં કેન્ટીન સરકાર હતી અને કુ–મીન–ટાંગને પગલે ચાલવાને તે પણ દાવો કરતી હતી. દેશના અંદરના ભાગમાં મોટા વિસ્તારમાં સેવિયેટ ઢબનું તંત્ર પણ હતું. આ ઉપરાંત દેશના અંદરના ભાગમાં અર્ધસ્વતંત્ર અનેક લડાયક સરદારે હતા. પીપિંગની ઉત્તરે જાપાન અવિરતપણે ટુકડે ટુકડે ચીનને પ્રદેશ પચાવી પાળે જતું હતું. જાપાનના આ આક્રમણને સામને કરવાને બદલે વ્યાંગ-કાઈ–શેક વરસોવરસ બળવાન લશ્કરી હુમલો કરીને ચીનના સેવિયેટ પ્રદેશને કચરી નાખવાના પ્રયાસમાં પિતાની બધીયે શક્તિ ખરચી રહ્યો હતે. આવા ઘણુંખરા હુમલાઓ નિષ્ફળ નીવડ્યા હતા અને જ્યારે ચાંગ–કાઈ–શેકના લશ્કરે એ પ્રદેશને કબજે લીધે ત્યારે પણ ચીનનું સેવિયેટ સૈન્ય તેના પંજામાંથી છટકી જતું અને દેશના વધારે ઊંડાણના ભાગમાં જઈને પિતાને કબજો જમાવતું. ચુ-તેની સરદારી નીચે આઠમા પાયદળ સૈન્ય ચીનની આરપાર ૮૦૦૦ માઈલની જબરદસ્ત કૂચ કરી હતી તે લશ્કરી ઈતિહાસમાં એક અપૂર્વ દૃષ્ટાંતરૂપ થઈ પડી છે.
જાપાની આક્રમણને સામનો કરવામાં વ્યાંગ-કાઇ–શેક જોડે સહકાર કરવાની સેવિયેટ ચીને પિતાની તત્પરતા બતાવી હતી તે છતાંયે વરસ સુધી આ ઝઘડે ચાલુ રહ્યો. ૧૯૩૭ની સાલમાં જાપાને ચીન ઉપર જબરે હુમલે શરૂ કર્યો. એને પરિણામે આખરે આપસમાં લડતા બધા પક્ષે એકત્ર થયા અને બધાએ સાથે મળીને જાપાનને સામને કર્યો. ચીને સેવિયેટે રાજ્ય સાથે પણ વધારે નિકટને સંબંધ બાંધ્યો તથા એ બે દેશો વચ્ચે બિનઆક્રમણને કરાર થયે.
જાપાનને સામને અતિશય ઝનૂનથી કરવામાં આવ્યું. હવાઈ બૅબમારે ચલાવીને તેમ જ માની પણ ન શકાય એવી બીજી અનેક હેવાનિયતભરી