Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૮૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રજાસત્તાક માટે ખોરાક લઈ જતાં બ્રિટિશ વહાણને ફાંકનાં ઍપ્લેને કે નૌકા કાફલાએ ડુબાવી દીધાં છે અને બ્રિટિશ વડા પ્રધાન ચેમ્બરલેઈને ફ્રાંકના એ કૃત્યને ખરેખાત બચાવ કર્યો છે. લેકશાહીના ફેલાવાના તેના ડરને લીધે બ્રિટિશ સરકાર આટલી હદ સુધી પહોંચી છે. ઘેડા જ દિવસ ઉપર ઈટાલી જડે તેણે સમજૂતી કરી છે એમાં ફકને માન્ય રાખવામાં તેમ જ સ્પેનના મામલામાં તેની મુનસફી પ્રમાણે વચ્ચે પડવાની ઈટાલીને છૂટ આપવામાં તે એક ડગલું આગળ વધી. સ્પેનના પ્રજાસત્તાકે ઇંગ્લંડ કે ફાંસ ઉપર આધાર રાખ્યો હોત યા તે તેમની સલાહ પ્રમાણે તે ચાલ્યું હોત તે ક્યારનોયે તેને અંત આવી ગયા હતા. પરંતુ ઈંગ્લંડ તેમ જ કાંસની નીતિની લેશ પણ પરવા કર્યા વિના સ્પેનની પ્રજાએ ફાસીવાદને નમતું આપવાની સાફ ના પાડી. તેમને માટે તે એ વિદેશી હુમલાખોરે સામેની સ્વતંત્રતા માટેની રાષ્ટ્રીય લડત છે. એણે મહાભારત સંગ્રામનું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાં દાખવવામાં આવેલી હિંમત અને સહનશીલતાના ચમત્કારથી તેણે દુનિયાને ચકિત કરી દીધી છે. એ લડતની સૌથી ભયાનક વસ્તુ તે કાંકોના પક્ષનાં ઇટાલિયન અને જર્મન એરોપ્લેનમાંથી શહેર, ગામડાંઓ તેમ જ નાગરિક વસતી ઉપર કરવામાં આવતે બોંબમારે છે.
છેલ્લાં બે વરસો દરમ્યાન પ્રજાસત્તાકે સુંદર લશ્કર ઊભું કર્યું છે અને તાજેતરમાં તેણે તેના બધાયે વિદેશી સ્વયંસેવકોને પાછા મોકલી દીધા છે. જે કે પેનને ત્રણચતુર્થાંશ ભાગ આજે કાંકોના કબજામાં છે અને તેણે માડિ તથા વેલેન્શિયાને કેલેનિયા સાથે સંબંધ તેડી નાખે છે. એમ છતાંયે નવું પ્રજાસત્તાક લશ્કર તેને ત્યાં જ ખાળી રાખી રહ્યું છે તથા એબ્રના મહાન યુદ્ધમાં તેણે પિતાનું પાણી બતાવી આપ્યું છે. એ યુદ્ધ કેટલાયે મહિના સુધી અવિરતપણે ચાલુ રહ્યું હતું. પરદેશની તેને જબરદસ્ત મદદ મળે તે સિવાય એ લશ્કરને કાંકે હરાવી શકે એમ નથી એ સ્પષ્ટ છે.
ખોરાકને અભાવ એ આજે પ્રજાસત્તાકની ભારેમાં ભારે મુશ્કેલી છે. ખાસ કરીને શિયાળાના મહિનાઓ દરમ્યાન ખોરાકની તંગી તેને બહુ વેઠવી પડી છે. પિતાના લશ્કરને તેમ જ પિતાના વહીવટ નીચેના પ્રદેશની વસતીને જ નહિ પણ જેને કાંકેએ કબજે લીધે છે તે પ્રદેશમાંથી નાસી આવેલા લાખ આશ્રિતને પણ તેને ખોરાક પૂરો પાડે પડે છે.
રીત : સ્પેનની કરૂણ ઘટનાની વાત ઉપરથી હવે આપણે ચીનની કરૂણ ઘટનાની વાત ઉપર આવીએ.
મંચૂરિયામાંનું જાપાનનું આક્રમણ એકધારું ચાલુ રહ્યું હતું અને આગળ હું તને કહી ગયો છું તેમ એમાં તેને બ્રિટિશ સરકારની સહાનુભૂતિ હતી. જાપાનના આક્રમણને સામને કરવા માટે અમેરિકાએ સહકાર આપવાની કરેલી