Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૭૩ કંટાળાજનક થઈ પડે એટલે એ બનાવની હું બહુ જ આછી રૂપરેખા જ આપીશ. આગળ લખાયેલા પત્રોને અંતે મેં કેટલીક નોંધે ઉમેરી છે અને તેમાં કેટલીક વધારાની હકીકત આપી છે. અને હવે આપણે આ પાંચ વરસનું ટૂંક અવલોકન કરીશું.
મારા છેવટના પત્રમાં, આજની દુનિયાની વિષમતાઓ એટલે કે તેમાં રહેલાં પરસ્પર વિરોધી તત્ત તથા હરીફાઈઓ તરફ તેમ જ ફાસીવાદ અને નાઝીવાદના ઉદય તરફ મેં તારું લક્ષ ખેંચ્યું હતું. આ પાંચ વરસ દરમ્યાન એ હરીફાઈઓ અને સંઘર્ષો વધારે તીવ્ર બન્યાં છે અને જેકે આજ સુધી જગદ્યાપી યુદ્ધને ટાળવામાં આવ્યું છે પરંતુ આફ્રિકા, યુરોપ તથા એશિયાના છેક પૂર્વના ભાગમાં ભીષણ અને સંહારક યુદ્ધો થવા પામ્યાં છે. દર વરસે અને કેટલીક વાર તે દર મહિને નવા આક્રમણની અને અત્યાચારની વાત સાંભળવામાં આવે છે. દુનિયા દિવસે દિવસે વધુ ને વધુ અસ્તવ્યસ્ત થતી જાય છે, આંતરરાષ્ટ્રીય સંબંધમાં અરાજક વ્યાપતું જાય છે અને પ્રજાસંધ તથા આંતરરાષ્ટ્રીય સહકાર માટેના બીજા પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે. શસ્ત્રસંન્યાસ અથવા તે નિઃશસ્ત્રીકરણ એ ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. અને દરેક રાષ્ટ્ર પિતાની સમગ્ર શક્તિ ખરચીને દિવસરાત શસ્ત્રસજ્જ થવામાં આંખ મીંચીને મંડી પડ્યું છે. ભયે દુનિયાનું ગળું પકડયું છે અને આક્રમણકારી તથા વિજ્યી નીવડેલા ફાસીવાદ તથા નાઝીવાદના ફટકાથી ઉત્તેજિત થયેલા યુરેપની ઝડપથી અવનતિ થતી જાય છે અને તે બબર અવસ્થા તરફ જવાને માર્ગ અખત્યાર કરે છે.
૧૯૧૪–૧૮ના મહાયુદ્ધની પાછળ રહેલા મુદ્દાઓનું આગળના પત્રમાં આપણે વિગતે નિરીક્ષણ કર્યું હતું. મહાયુદ્ધ પૂરું થયું અને તેમાંથી વસઈની સંધિ તથા પ્રજાસંધને કરાર ઉદ્ભવ્યાં. પરંતુ જૂના પ્રશ્નો તો અણઊકલ્યા જ રહ્યા અને યુદ્ધની નુકસાનીની રકમ, યુદ્ધનાં દેવાં, શસ્ત્રસંન્યાસ, સામૂહિક સલામતી, આર્થિક કટેકટી અને મોટા પ્રમાણમાં બેકારી વગેરે અનેક નવા પ્રશ્નો ઊભા થયા. સુલેહના પ્રશ્નોની પાછળ દુનિયાની સમતાને ઊંધી વાળી દેનારા મહત્ત્વના સામાજિક પ્રશ્નો હજી પણ એમના એમ રહેલા હતા. સોવિયેટ રાજ્યમાં નવીન સામાજિક બળે વિજયી નીવડ્યાં હતાં અને ભારે મુશ્કેલીઓ તથા દુનિયાના વિરોધને સામનો કરીને નવા જ પ્રકારની દુનિયા નિર્માણ કરવાને પ્રયત્ન કરી રહ્યાં હતાં. બીજી જગ્યાઓએ પણ ઊંડાણમાં સામાજિક ફેરફારો થઈ રહ્યા હતા પરંતુ તેમને બહાર આવવાને માર્ગ ન મળે અને વર્તમાન રાજકીય તથા આર્થિક વ્યવસ્થાએ તેમને જ્યાંના ત્યાં સુંધી રાખ્યા. દુનિયામાં સંપત્તિ તથા માલની રેલછેલ થઈ ગઈ, ઉત્પાદનમાં ભારે વધારે થવા પામ્યું; યુગોથી સેવાતું આવેલું સ્વપ્ન સિદ્ધ થયું. પરંતુ લાંબા કાળનાં બંધનેથી ટેવાયેલે ગુલામ