Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વા, અતી
અરબી સમુદ્ર
૧૪ નવેમ્બર, ૧૯૩૮ સવાપાંચ વરસ પૂર્વે દહેરાદૂનની ડિસ્ટ્રિકટ જેલની મારી ખેલીમાંથી આ માળાને છેલ્લે પત્ર મેં લખ્યું હતું. એ વખતે મારી બે વરસની કારાવાસની સજા પૂરી થવા આવી હતી અને મારા એ એકાંત જીવનના લાંબા ગાળા દરમ્યાન (પરંતુ એ વખતે મારી મને સૃષ્ટિની સાથી તે તું હતી જ.) મેં તને લખેલા પત્રનો મેટો ઢગલે બાજુએ મૂક્યો અને જેલમાંથી છૂટીને પ્રવૃત્તિ અને કાર્યની બહારની દુનિયામાં જવાને માટે મેં મારા મનને તૈયાર કર્યું. એ વખત પછી થોડા જ વખતમાં હું છૂટી ગયે, પરંતુ પાંચ માસ પછી બે વરસની સજા લઈને હું ફરી પાછે જેલના એ પરિચિત વાતાવરણમાં પહોંચી ગયે. ફરી પાછી મેં કલમ લીધી અને મેં વાત લખવી શરૂ કરી. આ વખતે એ વાત વધારે અંગત હતી.
હું ફરી પાછો જેલની બહાર આવ્યું, આપણે બંનેએ સાથે ગમગીની અનુભવી. એ ગમગીનીએ ત્યારથી મારા જીવનને આવરી લીધું છે. પરંતુ આ દુઃખ અને કલેશથી ભરેલા જગતમાં અંગત આપત્તિઓ કશીયે વિસાતમાં નથી. દુઃખ અને કલેશથી ભરેલું એ જગત તે તેમાં ભારે ખળભળાટ મચાવી મૂકનાર લડતમાં આપણી સર્વ શક્તિનું બલિદાન માગે છે. એટલે આપણે વિખૂટાં પડ્યાં, તું વિદ્યાભ્યાસને સુરક્ષિત માર્ગે ગઈ અને હું લડતની ધમાલ અને ઘંઘાટને રસ્તે વળ્યા.
વિગ્રહ, દુઃખ અને હાડમારીઓથી ભરેલાં એ સવાપાંચ વરસો વીતી ગયાં અને આપણે જેમાં જીવી રહ્યાં છીએ તે દુનિયા અને આપણાં સ્વપ્નાની દુનિયા વચ્ચેનો તફાવત તે ઉત્તરોત્તર વયે જ જાય છે. આપણી પાછળ પડેલાં અનિષ્ટ કેટલીક વાર તે આશાને પણ ગૂંગળાવી દે છે. અને છતાંયે હું આ લખી રહ્યો છું ત્યારે ભવ્ય અને રમણીય અરબી સમુદ્ર મારી આસપાસ વિસ્તરી રહ્યો છે. એ સ્વપ્ન સમાન શાંત છે અને રૂપેરી ચાંદનીમાં તરવરી રહ્યો છે.
આ પૂર્તિમાં મારે એ પાંચ વરસની વાત કહેવી એવી અપેક્ષા રાખવામાં આવે છે, કેમકે આ પત્ર નવે વેશે બહાર પડે છે અને મારે પ્રકાશક કહે છે કે, તેમાં આજ સુધીની હકીકત આવી જવી જોઈએ. એ કામ મુશ્કેલ છે, કારણ કે એ પાંચ વરસના ગાળામાં એટલા બધા બનાવો બની ગયા છે કે, એ વિષે હું લખવા માં અને મને પૂરતો સમય મળે તે બધી ધારણાઓ ઊંધી વાળીને હું એક નવું પુસ્તક જ લખી નાખું. એ સમય દરમ્યાન બનેલા મુખ્ય મુખ્ય બનાની માત્ર નેંધ પણ લાંબી અને