Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૭૪
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
સ્વત ંત્રતાથી ડરે છે, ખેવકૂફ઼ માનવજાત અછત અને તંગીથી એટલી બધી ટેવાઈ ગઈ છે કે તે બીજી રીતે સહેલાઈથી વિચાર નથી કરી શકતી. અને તેથી, નવી પેદા થયેલી સૌંપત્તિને ઇરાદાપૂર્વક ફેંકી દેવામાં આવે છે, તેને મર્યાદિત કરવામાં આવે છે તથા રૂંધી રાખવામાં આવે છે અને વાસ્તવમાં દુનિયામાં એકારી અને દુઃખ વધી ગયાં છે.
એક પછી એક પરિષદે મળી અને લાવવાને તથા દુનિયામાં સુલેહશાંતિ જાળવી એકઠાં થયાં. તેમની વચ્ચે, કરારો, સમજૂતી લોકાનૌ કરાર, કૅલેગ કરાર, અને જુદાં જુદાં
-
આ જબરદસ્ત વિષમતાના ઉકેલ રાખવાને માટે જગતનાં રાષ્ટ્રો અને અયો — વાશિંગ્ટન કરાર, રાષ્ટ્રો વચ્ચેના બિનઆક્રમણના કરારો - થયાં પરંતુ મૂળભૂત પ્રશ્નોને છેડવામાં ન આવ્યા અને નરી વાસ્તવિકતાના સ્પર્શ થતાંવેંત એ બધી સમજૂતી તથા કરારની ઇમારત પડી ભાગી અને યુરેપનું ભાવિ નક્કી કરવાનું કાર્યાં નાગી તરવારને હાથ આવ્યું. વર્સાઈની સુલેહની સંધિ મરી પરવારી છે, યુરોપના નકશા ફરી પાછે ફેરવાઈ ગયા છે અને દુનિયાની વહેંચણી નવેસરથી શરૂ થઈ છે. યુદ્ધના દેવાને પ્રશ્ન નષ્ટ થયે છે અને દુનિયાનાં સૌથી તવગર રાષ્ટ્રોએ તે ન આપવાનું નક્કી કર્યું છે.
આમ આપણે મહાયુદ્ધ પૂર્વેના ૧૯૧૪ના યુગમાં પાછાં આવી પડત્યાં છીએ. તેના તે જ પ્રશ્નો, તેના તે જ સાઁ આજે પણ મેાજૂદ છે, પરંતુ એ પછી જે કંઈ બનવા પામ્યું છે તેને લીધે આજે તે પહેલાં કરતાં સેંકડોગણા ઉગ્ર બન્યા છે. સડી ગયેલી મૂડીવાદી વ્યવસ્થામાંથી આર્થિક રાષ્ટ્રવાદ તેમ જ વધારે મોટા ઇજારા પેદા થાય છે; એ વ્યવસ્થા ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરે છે અને પાર્ટીમેન્ટ દ્વારા ચાલતી લેાકશાહી પણ તે સાંખી શકતી નથી. ફાસીવાદ તથા નાઝીવાદને તેના પૂરેપૂરા નગ્ન અને પાશવ સ્વરૂપમાં ઉષ્ટ થાય છે અને તે યુદ્ધને તેમની નીતિનું પરમ ધ્યેય અને ઉદ્દેશ બનાવે છે. સાથે સાથે જ સોવિયેટ પ્રદેશમાં એક નવી અને મહાન સત્તા ઉય પામે છે. એ સત્તા જૂની વ્યવસ્થાને નિર ંતર પડકાર આપી રહી છે અને સામ્રાજ્યવાદ તથા ફાસીવાદને માટે તે એકસરખા અને જબરદસ્ત અંકુશરૂપ છે.
આપણે ક્રાંતિના યુગમાં જીવીએ છીએ. ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ સળગ્યું ત્યારથી એ ક્રાંતિ શરૂ થઈ છે અને સર્વત્ર વતા સંધર્ષોંની વચ્ચે તે વરસે પછી પણ હજી દુનિયામાં ચાલુ રહી છે. ૧૫૦ વરસ પૂર્વે ફ્રાંસની ક્રાંતિએ ધીમે ધીમે રાજકીય સમાનતાને યુગ પ્રવર્તાવ્યો હતો. પરંતુ હવે તો સમય બદલાયા છે અને એને માટે કેવળ રાજકીય સમાનતા પૂરતી નથી. તેમાં આર્થિક સમાનતાને પણ સમાવેશ થાય એ રીતે લોકશાહીની સીમા વિસ્તૃત કરવી જોઈ એ. જેમાં આજે આપણે જીવી રહ્યાં છીએ તે આ આર્થિક સમાનતા