Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આ રીતે બ્રિટિશ સરકાર ફાસિસ્ટ સત્તાને ઉત્તરોત્તર વધારે ને વધારે સાથ આપતી ગઈ એ હકીકત ઉપરથી ચીન, એબિસીનિયા, સ્પેન તેમ જ મધ્ય યુરોપમાં જે બનાવ બન્યા તેમાંના ઘણાખરા બનાવને ખુલાસો મળી રહે છે. માનવજાતની પ્રગતિ તથા સુલેહશાંતિની આટલી બધી આશા વ્યક્ત કરનાર પ્રજાસંઘની ભવ્ય ઈમારત ખંડિયેર બનીને આજે કેમ પડી છે તે આપણે એના ઉપરથી સમજી શકીએ છીએ.
જાપાને પ્રજાસંધ તેમ જ આખી દુનિયાની પરવા કર્યા વિના મંચૂરિયા ઉપર આક્રમણ કર્યું તથા ત્યાં મંચૂકુઓનું પૂતળા રાજ્ય સ્થાપ્યું તે આપણે આગળ જોઈ ગયાં છીએ. મંચૂરિયા ઉપર લશ્કરી ચડાઈ કરવામાં આવી હતી છતાંયે વિધિપુરઃસર યુદ્ધની જાહેરાત કરવામાં આવી નહતી. ત્યાં આગળ આંતરિક બંડે કરાવવામાં આવ્યાં અને ચડાઈ કરવા માટે બહાના તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. પાછળથી ઈટાલી તથા નાઝી જર્મનીએ એ રીતને પૂર્ણ બનાવી દીધી અને એ ઉપરાંત પરદેશમાં બહુ જ મોટા પાયા ઉપર પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. હવે તે યુદ્ધની વિધિસર જાહેરાત કરવામાં આવતી જ નથી. એ તે ગત જમાનાની વસ્તુ બની ગઈ છે. ૧૯૩૭ની સાલમાં ન્યૂરેમ્બર્ગ આગળ બેલતાં હિટલરે જણાવ્યું હતું કે, “મારે જે કઈ દુશ્મન ઉપર હુમલે કરવો હોય તો હું કંઈ વાટાઘાટો ચલાવું નહિ અથવા તે મહિનાઓ સુધી એની તૈયારી ન કરું. હું તો મારી હમેશની રીત મુજબ એકાએક અંધારામાંથી નીકળીને વીજળીની ઝડપે મારા દુશ્મન ઉપર તૂટી પડું.”
ત્યાંની પ્રજાને મત લીધા પછી ૧૯૩૫ની સાલમાં જાન્યુઆરી માસમાં જર્મનીએ સાર પ્રદેશનો કબજો લીધે. એ જ વરસના મે માસમાં હિટલરે વસઈની સંધિની નિઃશસ્ત્રીકરણને લગતી કલમને છેવટે ઇન્કાર કર્યો અને જર્મને માટે ફરજિયાત લશ્કરી કરીને હુકમ બહાર પાડ્યો. વસઈની સંધિના આ એકપક્ષી ભંગથી કાંસ ભડકી ગયું. ઇંગ્લડે ગુપચુપ એ ભંગ સ્વીકારી લીધે એટલું જ નહિ પણ આગળ વધીને એક માસ પછી તેણે જર્મની સાથે ગુપ્ત નૌકાકરાર પણ કર્યો. આ કરાર કરવામાં પણ વર્તાઈને કરારને ભંગ રહેલ હતા અને એ રીતે ઈંગ્લડે પણ સુલેહના કરારની અવગણના કરી. પરંતુ ભારે આશ્ચર્યની વાત તે એ હતી કે, પિતાના પુરાણ મિત્ર કાંસને પૂછ્યાગાછળ્યા વિના જ તથા બહુ જ મોટા પાયા ઉપર ફરી પાછું શસ્ત્રસજજ થઈને જર્મની યુરેપને જોખમરૂપ બની ગયું હતું તે જ વખતે તેણે એમ કર્યું. કોસે એ વસ્તુને ઇંગ્લંડના વચનભંગ સમાન ગણ અને એથી તે ભયભીત બની ગયું અને પિતાની ઈટાલી તરફની સરહદને ભય બની શકે એટલે ઓછો કરવાને અર્થે તેની સાથે સમજૂતી પર આવવા માટે તે મુસલિની પાસે દેડી ગયું.