Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૭૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન વિસીનિયા : આથી જેને માટે તે લાંબા વખતથી રાહ જોઈ રહ્યો હતો તે તક મુસોલિનીને મળી ગઈ. ઘણાં વરસેથી તેણે એબિસાનિયા ઉપર ચડાઈ કરવાની યોજના તૈયાર કરી રાખી હતી. પરંતુ એ બાબતમાં ઈગ્લેંડ તથા ફ્રાંસ શું વલણ લેશે એની તેને ખાતરી ન હોવાથી એ પગલું ભરતાં તે અચકાતે હતે. ક્રાંસ અને ઈટાલી વચ્ચે ભારે તંગદિલી વર્તતી હતી અને ૧૯૩૪ની સાલના ઐકટોબરમાં માર્સેઈમાં યુગોસ્લાવિયાના રાજા એલેકઝાંડર તથા ફ્રાંસના વિદેશમંત્રી લૂઈ બાર્થોનાં થયેલાં ખૂને ઈટાલીના એજટે કર્યા હતાં એ ઉઘાડું છે. પરંતુ હવે મુસોલિનીને વિશ્વાસ બેઠે કે કાંસ કે ઇંગ્લડ બેમાંથી એકે તેની એબિસીનિયાની ચડાઈ સામે અસરકારક વિરોધ કરનાર નથી. જ્યારે પ્રજાસંધની બેઠક ચાલી રહી હતી તે જ વખતે ૧૯૩૫ની સાલના ઓકટોબર માસમાં અબિસીનિયા ઉપર ચડાઈ કરવામાં આવી. એબિસીનિયાનું રાજ્ય પ્રજાસંધનું સભ્ય હતું એટલે એ ચડાઈથી આખી દુનિયા આભી બની ગઈ. પ્રજાસંઘે ઈટાલીને આક્રમણ કરનાર તરીકે જાહેર કર્યું. અને ઘણું વિલંબ પછી તેની સામે કેટલાક આર્થિક પ્રતિબંધ જાહેર કર્યા એટલે કે, પ્રજાસંઘના સભ્ય–
રાને કેટલીક વસ્તુઓની ઇટાલી સાથે લેવડદેવડ કરવાની મનાઈ કરી. પરંતુ, તેલ, લેટું, પિલાદ, કોલસે વગેરે યુદ્ધને માટે અતિ મહત્ત્વની વસ્તુઓને એ પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં સમાવેશ કરવામાં ન આવ્યું. અંગ્લેઈરાનિયન એઈલ કંપનીએ ઈટાલીને તેલ પૂરું પાડવા માટે અથાક પરિશ્રમ કર્યો અને તેણે રાતદિવસ કામ કરવા માંડયું. આ આર્થિક પ્રતિબંધ દ્વારા ઈટાલીને માટે અગવડ ઊભી કરવામાં આવી એ ખરું, પરંતુ તેના માર્ગમાં એથી વિશેષ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી નહિ. યુનાઈટેડ સ્ટેસે તેલનો પ્રતિબંધ જાહેર કરવાની હિમાયત કરી પરંતુ ઈંગ્લંડ તેમાં સંમત ન થયું.
બ્રિટિશ વિદેશમંત્રી સર સેમ્યુઅલ હેર અને ક્રાંસને પ્રધાન લાલ ઐબિસીનિયાને ઘણેખરે ભાગ ઈટાલીને સુપરત કરવાની સમજૂતી પર આવ્યા. પરંતુ એની સામે પ્રજામાં ભારે પિકાર ઊડ્યો અને સર સેમ્યુઅલ હેરને રાજીનામું આપવું પડયું. દરમ્યાન એબિસનિયાના લેકે દુશ્મનની સામે બહાદુરીપૂર્વક લડી રહ્યા હતા. પરંતુ બહુ જ નીચે ઊડતાં એરપ્લેનમાંથી મોટા પાયા ઉપર કરવામાં આવતા બેબમારાની સામે તેઓ લાચાર હતા. નાગરિક વસતી ઉપર તેમ જ સ્ત્રી, બાળકે, તથા ઈસ્પિતાલે ઉપર સ્ફટક તેમ જ ગેસના બોંબને વરસાદ વરસાવવામાં આવ્યા અને અતિશય પાશવ કતલ કરવામાં આવી. ૧૯૩૬ના મે માસમાં ઈટાલીનું સિન્ય એબિસીનિયાના પાટનગર એડીસ અબાબામાં દાખલ થયું. અને પછીથી તેણે દેશના મોટા ભાગને કબજે લીધે. એ પછી અઢી વરસ વીતી ગયાં પરંતુ સરહદના પ્રદેશમાં એબિસીનિયાના લેકે હજી પણ દુશ્મનોને સામને કરી રહ્યા છે.