Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
છેલે પત્ર
૧૪૭૧ આપણું સૌની આગળ બે માર્ગ પડેલા છે. એમાંથી ગમે તે એક આપણે પસંદ કરી શકીએ છીએ. એક માર્ગ છે નીચેની ખીણમાં રહેવાને. ત્યાં આગળ આરોગ્યને રૂંધનારું ગૂંગળાવી નાખે એવું ધૂમસ હોય છે પરંતુ ત્યાં આગળ શારીરિક સુરક્ષિતતા પણ ઠીક પ્રમાણમાં હોય છે. બીજો માર્ગ ઊંચા પર્વત ઉપર ચડવાને છે. ભય અને જોખમ એ માર્ગે જનારાઓના સાથીઓ હોય છે. પરંતુ તેઓ ઉપરની શુદ્ધ હવાને આસ્વાદ અનુભવે છે, દૂર દૂરનાં દશ્ય જોવાનો આનંદ માણે છે તેમ જ ઊગતા સૂર્યને અર્થ આપી શકે છે.
આ પત્રમાં મેં તને કવિઓમાંથી તેમ જ અન્ય લેખકોના લખાણોમાંથી અનેક ઉતારાઓ આપ્યા છે. એક વધારે ઉતારે ટાંકીને હું આ પત્ર પૂરે કરીશ. એ “ગીતાંજલિ'માંથી લીધો છે. એ રવીન્દ્રનાથ ટાગોરની કવિતા છે અથવા કહે, પ્રાર્થના છે.
ચિત્ત છે જ્યાં ભયશન્ય, ઉચ્ચ છે જ્યાં શિર, જ્ઞાન જ્યાં છે મુક્ત, ને જ્યાં ગૃહની પ્રાચીર પિતાના પ્રાંગણતલે દિવસશર્વરી, વસુધાને રાખે નહિ ક્ષુદ્ર ખંડ કરી. હૃદય – નિઝર – મુખેથી જ્યાં વાક્ય પોતે ઉચ્છવાસી ઊઠે, અને જ્યાં નિર્ધારિત સ્ત્રોત દેશે દેશે દિશે દિશે. કર્મધારા ધાય અજર્સ સહસ્ત્રવિધ, ચરિતાર્થ થાય;
જ્યાં તુચ્છ આચારતણે મરુવાયુરાશિ વિચારને સ્ત્રોત પથ જાય નહિ ગ્રસી,
પૌરુષને કરીને શતધા; નિત્યે અહીં 'તમે સર્વ કર્મ ચિંતા આનંદે જ્યાં વહે,– નિજ હસ્તે નિર્દય આઘાત કરી, પિતા,
ભારતને એવા સ્વર્ગે કરે જાગરિત. આપણી વાત પૂરી થઈ અને આ છેલ્લે પત્ર પણ પૂરે થાય છે. છેલ્લે પત્ર! ના, ના, ખચીત નહિ. હજી તે હું તને અનેક પત્ર લખીશ. પરંતુ આ પત્રમાળા પૂરી થાય છે. અને તેથી
તમામ શુદ!