Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
છેલા પત્ર
૧૧૭
માનવીઓ આપણાથી ભિન્ન હરશે અને છતાંયે તે ઘણી રીતે બિલકુલ આપણા જેવાં જ હશે અને લગભગ એના એ જ માનવી ચુણા તથા માનવી દોષોથી તેઓ પણ ભરેલાં હશે. ઇતિહાસ એ કંઈ જાદુઈ તમાશેા નથી પરંતુ જે જોઈ શકે છે તેને માટે તે તેમાં અખૂટ જાદુ ભરેલા છે.
–
ઇતિહાસની છાજલી ઉપરનાં અસંખ્ય ચિત્ર આપણા મનમાં ખડાં થાય છે. મિસર – મેબિલન – નિનેવા – હિંદની પ્રાચીન સંસ્કૃતિ આર્યાંનું હિંદમાં આગમન અને તેમનું યુરોપમાં તથા એશિયામાં પથરાઈ જવું ચીની સંસ્કૃતિની અદ્ભુત કારકિર્દી — ાસાસ અને ગ્રીસ સામ્રાજ્યવાદી રેશમ અને ખાઇઝેન્ટયમ –– એ ખડાની આરપાર આરઓની વિજયકૂચ — હિંદી સંસ્કૃતિની પુનર્જાગૃતિ અને તેનું પતન — જેને વિષે બહુ ઓછા લાકા જાણે છે તે અમેરિકાની માયા અને આઝટેક સંસ્કૃતિ — મગાલ લોકોની વિશાળ થતો – યુરેાપના મધ્યયુગ અને તે સમયનાં ગોથિક શિલ્પનાં અદ્ભુત દેવળા હિંદમાં ઇસ્લામનું આગમન અને મોગલ સામ્રાજ્ય — પશ્ચિમ યુરેપમાં વિદ્યા તથા કળાની પુનજાગૃતિ — અમેરિકાની તથા પૂર્વ તરફના સમુદ્રમાર્ગોની શોધ — પૂર્વના દેશો ઉપર પશ્ચિમના દેશાના આક્રમણના આરંભ પ્રચંડ યત્રાનું આગમન તથા મૂડીવાદના વિકાસ — ઉદ્યોગવાદના ફેલાવા તથા યુરોપનું પ્રભુત્વ અને તેને સામ્રાજ્યવાદ તથા આધુનિક દુનિયાની વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ.
-
---
ઈજીપ્તસત્તા થઈ ધૂળધાણી, વિચારગ` તળિયે ભરાણી. પડયું મહાગ્રીસ, પડવુ જ ટ્રોય, કિરીટહીણું વળી રામ સ્હાય. તે ઊતર્યું વેનિસનુંય પાણી. પરંતુ જે કાંઈક સ્વપ્ન સેવ્યાં એ સર્વાંનાં કૈં શિશુએ, ન જેવાં અસાર ને વ્યથ, ઉડત, છાંયશાં, હવાસમાં જે નહિવત્ ઉરે લસ્યાં, ટકી રહ્યાં એક જ એ જ દૈવાં !
-----
મોટાં મોટાં સામ્રાજ્યા ઉદય પામ્યાં અને તેમના નાશ થયા. માનવી તેમને ભૂલી ગયા અને હજારો વરસ સુધી તેઓ એ વિસ્તૃત સ્થિતિમાં રહ્યાં. રેતીના થરા નીચે ઢંકાયેલા અવશેષોને ધૈર્યવાન સ`શેાધકાએ ખાદીને બહાર કાઢવા ત્યાં સુધી તેઓ એ જ સ્થિતિમાં રહ્યાં. અને આમ છતાંયે, અનેક વિચારો તથા કલ્પનાઓ યુગયુગાન્તરે તે ભેદીને ટકી રહે છે અને તે સામ્રાજ્ય કરતાં વધારે બળવાન અને ટકાઉ પુરવાર થઈ છે.