Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુદ્ધની છાયા
૧૪૫૯ આમ વેપાર ઉત્તર અને દક્ષિણ વચ્ચે રહેશે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નહિ કેમકે આબોહવાને ફેરફાર ઉત્તર અને દક્ષિણ વચ્ચે હોય છે. ઉષ્ણ કટિબંધના દેશને સમશીતોષ્ણ તથા શીત કટિબંધના દેશ સાથે વેપાર ચાલશે પરંતુ બે ઉષ્ણ કટિબંધના કે બે સમશીતોષ્ણ કટિબંધના દેશ વચ્ચે વેપારને સંબંધ રહેશે નહિ. બેશક, દેશની ખનીજ સામગ્રી ઈત્યાદિ બીજી કેટલીક ગણતરીઓને માટે અવકાશ રહે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉત્તર અને દક્ષિણની ગણતરી મુખ્ય રહેશે. બાકીને બધાયે વેપાર જકાતની દીવાલ દ્વારા અટકાવવામાં આવશે.
એ પ્રકારનું વલણ અનિવાર્ય હોય એમ આજે જણાય છે. ઔદ્યોગિક ક્રાંતિની એને છેવટની અવસ્થા કહેવામાં આવે છે. એમાં દરેક દેશ પૂરતા પ્રમાણમાં ઔદ્યોગિક થઈ ગયે હશે. એશિયા અને આફ્રિકા હજીયે ઔદ્યોગિક થયા નથી એ ખરું છે. પરંતુ આફ્રિકા ખંડ એટલે બધે પછાત અને ગરીબ છે કે, ત્યાં પાક માલ બહુ જ ઓછા પ્રમાણમાં ખપી શકે એમ છે. હિંદુસ્તાન, ચીન તથા સાઈબેરિયા એ ત્રણ મોટા પ્રદેશોમાં એ પરદેશી પાકે માલ હજીયે ખપત રહેવાને સંભવ છે; એ ત્રણ મેટાં સંભવિત બજારે તરફ ઔદ્યોગિક દેશે મીટ માંડીને બેઠા છે. તેમનાં હમેશનાં બજારોનાં દ્વાર હવે બંધ થઈ ગયાં હોવાથી પિતાના વધારાના માલને નિકાલ કરવાને અને તેમના ડગમગતા મૂડીવાદને ટેકે આપીને ટકાવી રાખવાને અર્થે એ દેશે આ રીતે “એશિયા તરફ ધસારે કરવાનો” વિચાર કરી રહ્યા છે. પરંતુ કંઈક અંશે એશિયામાં ઉદ્યોગોને વિકાસ થયે છે તેથી અને કંઈક અંશે આંતરરાષ્ટ્રીય હરીફાઈને લીધે એશિયાનું શોષણ કરવાનું હવે સુગમ નથી રહ્યું. ઈગ્લેંડ હિંદુસ્તાનને પોતાના માલના બજાર તરીકે રાખી મૂકવા માગે છે પરંતુ જાપાન, યુનાઈટેડ સ્ટેટ્સ તથા જર્માની પણ એમાં ભાગ પડાવવા માગે છે. ચીનમાં પણ એમ જ છે; અને વધારામાં ત્યાંની આંતરિક અશાન્તિ અને અવરજવર તથા માલની લાવલઈજાનાં યોગ્ય સાધનને અભાવ વેપારજગારને મુશ્કેલ બનાવે છે. સોવિયેટ રશિયા પરદેશને પાકે માલ ઠીક ઠીક પ્રમાણમાં લેવા તૈયાર છે માત્ર તેને તે ઉધાર મળવો જોઈએ અને તેની કિંમત તેને તરત જ ચૂકવવાની ન હોવી જોઈએ. પરંતુ ઘેડા જ વખતમાં સોવિયેટ રાજ્ય પિતાને જોઈતી લગભગ બધી વસ્તુઓ ઉત્પન્ન કરતું થઈ જશે.
પહેલાંના સમયમાં રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વધુ ને વધુ પરસ્પરાવલંબનનું, વધુ ને વધુ આંતરરાષ્ટ્રીયતાનું વલણ હતું. અલગ અલગ સ્વતંત્ર રાજ્ય કાયમ રહ્યાં હતાં એ ખરું પરંતુ તેમની વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધ અને વેપારનું જબરદસ્ત અને જટિલ તંત્ર ઊભું થવા પામ્યું હતું. એ પ્રક્રિયા એટલે સુધી આગળ વધી કે પછીથી એક જ રાષ્ટ્રમાં મર્યાદિત એવાં રાજ્યો તથા