Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૩૦
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
ખુદ રાષ્ટ્રવાદ સાથે પણ તેને અથડામણ થવા લાગી. સમાજવાદી આંતરરાષ્ટ્રીય તંત્ર એ એ પછીનુ સ્વાભાવિક પગથિયું હતું. મૂડીવાદના દિવસે વીતી ગયા હોવાથી તે એવી અવસ્થાએ પહોંચ્યા હતા કે સમાજવાદની તરફેણમાં નિવૃત્ત થવાનો તેને માટે સમય આવ્યો હતા. પરંતુ દુર્ભાગ્યે એવી સ્વેચ્છાપૂર્વીકની નિવૃત્તિ કદીયે થતી નથી. પર ંતુ કટોકટી ઊભી થવાથી તથા પોતાના વિનાશ નજીક આવતો જોઈ ને મૂડીવાદ પોતાના કવચમાં પેસી ગયા છે અને પરસ્પરાવલંબનના ભૂતકાળના તેના વલણને ઉલટાવી નાખવા તે મથી રહ્યો છે. આર્થિક રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં આવ્યો તેનુ એ જ કારણ છે. સવાલ એ છે કે એને સફળતા મળી શકશે ખરી, અને માને કે સફળતા મળશે તોયે તે કેટલા વખત ટકશે?
આખીયે દુનિયામાં વિચિત્ર પ્રકારનો ગોટાળા પેદા થવા પામ્યા છે. સ ંધર્ષોં અને ઈર્ષાનું ભયંકર જાળું ઊભું થયું છે અને નવી પ્રવૃત્તિએ તે આ સર્ધાનું ક્ષેત્ર ઊલટું વધુ વિશાળ બનાવે છે. હરેક ખંડમાં, હરેક દેશમાં દુળ અને પીડિત લાકે જે પેદા કરવામાં તેઓ પોતે કાળા આપી રહ્યા છે તે જીવનની સારી સારી વસ્તુના ઉપભોગમાં ભાગ પડાવવા માગે છે, જેની મુદત ક્યારનીયે વીતી ગઈ છે એવું પોતાનું લાંબા વખતનું લેણું તેઓ વસૂલ કરવા માગે છે. કેટલીક જગ્યાએ વસૂલાતને એ દાવા તે બહુ જ માટે અવાજે, કડકાઈથી અને ઉગ્રતાપૂર્વક કરી રહ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ તેઓ એ શાંતિપૂર્વક કરી રહ્યા છે. આટલા બધા લાંબા વખત સુધી તેમના પ્રત્યે ગેરવર્તાવ દાખવવામાં આવ્યા તથા તેમનું શોષણ કરવામાં આવ્યું એથી તીવ્રપણે કાપાયમાન થઈ ને આપણને પસંદ ન પડે એ રીતે તે વર્તે એ માટે આપણે તેમને દોષ દઈ શકીએ ખરાં ? તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી, તેમને તિરસ્કાર કરવામાં આવ્યા હતા; ભદ્ર સમાજની દીવાનખાનાની સભ્ય રીતભાતે તેમને શીખવવાની કાઈ એ પરવા રાખી નહતી.
દુળ અને પીડિત લોકાના આ પ્રકાપથી મિલકતદાર વર્ગોં સત્ર ભડકી ઊચા છે અને એને દાખી દેવાને માટે એકત્ર થયા છે. આ રીતે ફાસીવાદને વિકાસ થાય છે અને સામ્રાજ્યાવાદ હરેક પ્રકારના વિરોધને કચરી નાખે છે : લોકશાહી, પ્રજાનું હિત અને ટ્રસ્ટીપણાની મીડી મધુરી વાતો સંભળાતી બંધ થઈ જાય છે. મિલકતદાર વર્ગો તથા સ્થાપિત હિતેાનું નગ્ન શાસન વધારે છતું થાય છે, અને ઘણી જગ્યાએ તે વિજયી નીવડવું જણાય છે. વધારે વસમા કાળ -પોલાદી અને આક્રમણકારી હિ ંસાના કાળ શરૂ થાય છે કેમ કે સત્ર જૂની અને નવી વ્યવસ્થા વચ્ચે જીવનમરણના સંગ્રામ ખેલાતો હોય છે. યુરોપમાં શું કે અમેરિકા અને હિંદુસ્તાનમાં શું સર્વાંત્ર હાડ બહુ મોટી છે અને જૂતી વ્યવસ્થા થોડા વખત માટે ભલેને મજબૂત મોરચો રચીને સુરક્ષિત થયેલી લાગતી