Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૫૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
કારખાનાં ઊભાં થયાં છે અને ધાસ માટેની તથા ખીડની જમીન ફરી પાછી ખેડાવા લાગી છે અને તેમાં અનાજ પાકવા લાગ્યું છે. પહેલાં જે ખારાક ઇંગ્લંડ મોકલવામાં આવતો તે હવે આયર્લૅન્ડના લેકા વાપરે છે અને તેમનું જીવનનું ધોરણ સુધરી રહ્યુ છે. આ રીતે ડી વૅલેરાને પોતાની નીતિમાં સફળતા મળી છે અને આયર્લૅન્ડ આજે ઇંગ્લંડની સામ્રાજ્યવાદી નીતિમાં મૂળ સમાન થઈ પડયુ છે. તેણે ઉગ્ર વલણ અખત્યાર કર્યું છે અને તે ઇંગ્લંડને સામને કરી રહ્યું છે તથા ઓટાવાના વેપારી કરારો સાથે તે કશીયે નિસ્બત રાખતું નથી.
સંસ્થાના સાથેના તેના વેપારી સંબધેથી આ રીતે ઇંગ્લેંડને ઝાઝો લાભ નથી થયા. હિંદમાંથી તેને ધણા લાભ મળે છે કેમકે હિંદનું બજાર હજીયે ઘણું મોટું છે. પરંતુ હિંદની રાજકીય પરિસ્થિતિ તેમ જ તેનું આર્થિક સંકટ બ્રિટિશ વેપારને માટે અનુકૂળ નથી. લોકાને જેલમાં મોકલીને કાઈ પણ બ્રિટિશ માલ ખરીાની ફરજ પાડી શકે એમ નથી. મિ. ડૅન્ટી એલ્ડવીને તાજેતરમાં મૅચેસ્ટરમાં જણાવ્યું હતું કે,
“ એક વખત એવા હતા કે જ્યારે હિંદે પાતાને જોઈતા માલ કચારે અને કચાંથી ખરીદવા એ બાબતમાં આપણે તેને હુકમ કરીને જણાવતા હતા. પરંતુ હવે એ સમય વીતી ગયા છે. હિંદની ભલી લાગણી એ જ વેપાર માટેની સલામતી છે. ભાલાની અણીથી આપણે હિંદને માલ વેચવાના કદી પણ પ્રયત્ન ન કરવા જેઈ એ.” હિંદની આંતરિક પરિસ્થિતિ ઉપરાંત ઇંગ્લેંડને હિંદમાં તેમ જ પૂના ખીજા દેશોમાં તથા કેટલાંક સંસ્થાનામાં પણ જાપાનીઓની હરીફાઈ ના સામને કરવા પડે છે.
ઇંગ્લેંડ આજે તો તેની પાસે જે બાકી રહ્યુ છે તે સાચવી રાખવાને ભારે પ્રયાસ કરી રહ્યુ છે. એથી કરીને તે પોતાના સામ્રાજ્યને એક આર્થિક ઘટક બનાવી રહ્યુ છે. અને તેમાં ડેન્માર્ક, સ્વીડન, અને નાવે જેવા તેની સાથે સમજૂતી પર આવનારા દેશના સમાવેશ કરે છે. ઘટનાના બળને કારણે તેને એ નીતિ અખત્યાર કરવાની ફરજ પડી છે. એ સિવાય તેને માટે ખીજો કાઈ ઉપાય રહ્યો નથી. યુદ્ધને પ્રસ ંગે પોતાની રક્ષા કરવાને અર્થે પણ તેણે વધારે પ્રમાણમાં સ્વયંપૂર્ણ બનવું જ રહ્યું. એથી કરીને હવે તે પોતાની ખેતીવાડી પણ ખીલવી રહ્યુ છે. આર્થિક રાષ્ટ્રવાદની આ સામ્રાજ્યવાદી નીતિ કેટલા પ્રમાણમાં સફળ થશે તે આજે કાઈ કહી શકે એમ નથી. એની સફળતાના માર્ગમાં ઊભી થનારી કેટલીક મુશ્કેલીઓના ઉલ્લેખ હું આગળ કરી ગયા છું. પરંતુ એમાં જો તેને નિષ્ફળતા મળે તે આખાયે સામ્રાજ્યની ઇમારત અચૂક ભાગી પડવાની અને અંગ્રેજ લેાકાને પોતાના જીવનનું ધારણ નીચુ કરવું પડવાનું. માત્ર તે સમાજવાદી અ વ્યવસ્થાના સ્વીકાર કરે તે જ તેઓ એ આફતમાંથી ઊગરી શકે. પરંતુ એ નીતિ સફળ થાય એમાં પણ