Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુદ્ધની છાયા
.૧૪૫૫ ઘણું જોખમે રહેલાં છે. કેમકે એ રીતે તેમના વેપારને પૂરતે અવકાશ ન મળવાથી યુરોપના ઘણા દેશોને આર્થિક વિનાશ થશે. અને ઈંગ્લંડના દેવાદાર દેશ નાદાર બને એને પરિણામે ઈંગ્લેંડને પણ નુકસાન પહોંચવાનું.
જાપાન અને અમેરિકા સામે એને પરિણામે આર્થિક સંધર્ષે પણ થયા વિના રહે એમ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ સાથે તે ઘણું ક્ષેત્રમાં હરીફાઈ ચાલી રહી જ છે અને દુનિયાની આજની સ્થિતિ જોતાં ઈગ્લેંડનું જેમ જેમ પતન થતું જશે તેમ તેમ બહોળી સાધનસામગ્રી ધરાવનાર યુનાઈટેડ સ્ટેટ્સ અવશ્ય આગળ જવાનું જ. ચાલી રહેલી આ પ્રક્રિયાનું એક જ પરિણામ આવી શકે કે, ઇંગ્લંડ ચૂપચાપ પિતાની હાર સ્વીકારી લે અથવા પિતાના હાથમાં જે કંઈ રહ્યું છે તે પણ તેની પાસેથી જતું રહે તથા પિતાના હરીફને પડકાર આપવાને માટે તે અતિશય દુર્બળ બની જાય તે પહેલાં એ બધું સાચવી રાખવાને તે છેવટને પ્રયાસ કરે અને એને ખાતર યુદ્ધનું જોખમ ખેડે.
સેવિયેટ રાજ્ય પણ ઇંગ્લેંડનું એક મોટું હરીફ છે. તેમની નીતિ એકબીજાથી સાવ ઊલટી છે અને આખાયે યુરોપ તથા એશિયામાં તે એકબીજા સામે ઘુરકિયાં કરી રહ્યાં છે તથા એકબીજા સામે કાવતરાં કરી રહ્યાં છે. એ બંને સત્તાઓ થોડા વખત માટે પરસ્પર સુલેહશાંતિ જાળવી રાખે એ બનવાજોગ છે પરંતુ તે બંનેને મેળ ખાવો અશક્ય છે કેમ કે ઉભયનાં થે એકબીજાથી સાવ ભિન્ન છે.
ઈંગ્લંડ આજે સંતુષ્ટ સત્તા છે કેમ કે તેને જે જોઈએ તે બધું તેની પાસે છે. એ બધું તે ગુમાવી બેસશે એ તેને ડર લાગે છે અને તેને એ ડર વાસ્તવિક છે. દુનિયાની આજની સ્થિતિ જેમની તેમ કાયમ રાખવાને તે મથી રહ્યું છે અને એ રીતે તે તેની આજની સ્થિતિ જાળવી રાખવાને પ્રયત્ન કરે છે. એ હેતુ પાર પાડવાને અર્થે તે પ્રજાસંઘને ઉપયોગ કરી રહ્યું છે. પણ ઘટનાચક્ર અતિશય બળવાન છે અને તેને ખાળવાની તેની યા બીજી કેઈ પણ સત્તાની તાકાત નથી. આજે તે બળવાન છે એ નિર્વિવાદ છે, પરંતુ સામ્રાજ્યવાદી સત્તા તરીકે તે દુર્બળ બનતું જાય છે તથા તેની પડતી થવા લાગી છે એ પણ એટલું જ નિર્વિવાદ છે. અને આજે આપણે તેને અસ્તકાળ નિહાળી રહ્યાં છીએ.
સમુદ્ર ઓળંગીને યુરોપ ખંડની ભૂમિ ઉપર પ્રથમ કાન્સ આવે છે. કાન્સ પણું સામ્રાજ્યવાદી સત્તા છે અને આફ્રિકા તથા એશિયામાં તેનું વિશાળ સામ્રાજ્ય છે. લશ્કરી દૃષ્ટિથી જોતાં યુરેપનું તે સૌથી બળવાન રાષ્ટ્ર છે.*
* જર્મનીએ શસ્ત્રસજ્જ થવા માંડયું ત્યારથી તેની આ સ્થિતિ રહી નથી. ૧૯૩૮ની સાલના મ્યુનિચના કરાર પછી ક્રાંસ લગભગ બીજા વર્ગનું રાજ્ય બની ગયું છે. મધ્ય યુરોપનાં રાજ સાથે તેણે કરેલું જોડાણ પણ તૂટવા લાગ્યું છે.