Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫. યુદ્ધની છાયા
૮ ઓગસ્ટ, ૧૯૩૩ છેલ્લા પત્રમાં આપણે એશિયા, આફ્રિકા તથા અમેરિકા વગેરે ખંડેને ઝડપથી અવલોકન કરી ગયાં. યુરોપ હજી બાકી છે. તે તકરારી અને વિખવાદથી ભરેલે છે અને એમ છતાંયે તેનામાં ઘણું ગુણો પણ છે.
ઈગ્લેંડ જે દુનિયાનું સૌથી આગળ પડતું રાજ્ય હતું તે પિતાની પુરાણી સરસાઈ ગુમાવી બેઠું છે અને જે કંઈ બાકી રહ્યું છે તેને સાચવી રાખવાને ભારે મથામણ કરી રહ્યું છે. તેને સલામત રાખનાર અને બીજાઓ ઉપર તેનું પ્રભુત્વ જમાવનાર તથા સામ્રાજ્ય ઊભું કરવામાં તેને મદદરૂપ થનાર તેની દરિયાઈ સત્તા હવે પહેલાં જેવી રહી નથી. એક વખત એ હતે
જ્યારે તેને નકા-કાલે બીજી કોઈ પણ બે મહાન સત્તાઓના નૌકાકાફલાઓ કરતાં મેટે અને વધારે બળવાન હતું. આજે તે તે માત્ર એટલે જ દાવો કરી શકે છે કે તેને નૌકાકાફેલે યુનાઈટેડ સ્ટેટ્સના નૌકાકાફલા જેવડ છે. અને યુનાઈટેડ સ્ટેટ્સ પાસે એટલી બધી સાધનસામગ્રી છે કે તે ધારે તે ઝડપથી ઈંગ્લેંડ કરતાં પિતાને નૌકાકાફેલે વધારી દઈ શકે છે.
આજે તે નૌકાકાફલા કરતયે હવાઈદળનું મહત્ત્વ વધારે છે અને એ બાબતમાં તે ઇંગ્લંડ એથીયે વિશેષ નબળું છે. બીજી ઘણી સત્તાઓ પાસે તેના કરતાં વધારે લડાયક એરોપ્લેને છે. વેપારની બાબતમાં તેની સરસાઈ પણ નષ્ટ થઈ છે અને એમાં પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરવાની તેને આશા રહી નથી તથા તેને માટે નિકાસને વેપાર ઉત્તરોત્તર ઘટતું જાય છે. જકાતેની ઊંચી દીવાલ ઊભી કરીને તથા પસંદગીની જનાઓ દ્વારા પિતાના માલ માટે સામ્રાજ્યનાં બજારે જાળવી રાખવાને તે મથી રહ્યું છે. ખુદ એ હકીકત પણ બતાવી આપે છે કે, સામ્રાજ્યની બહારને આખી દુનિયાને વેપાર હાથે કરવાના મોટા મોટા ખ્યાલે તેણે છોડી દીધા છે. આ મર્યાદિત ક્ષેત્રમાં પણ તેને સફળતા મળે તેયે વેપારને અંગેની તેની પહેલાંની સરસાઈ તેને ફરીથી પ્રાપ્ત થાય એમ નથી. તેની એ સરસાઈ તે તેની પાસેથી હમેશને માટે જતી રહી છે. સામ્રાજ્યના મર્યાદિત ક્ષેત્રમાં પણ તેને કેટલી સફળતા મળે છે અને તે કેટલે વખત ટકશે એને ભરેસે નથી.
અમેરિકા સાથેના તેના ઝનૂની કંઠયુદ્ધ પછી હજીયે ઈગ્લેંડ દુનિયાના વેપારનું નાણાંકીય અથવા શરાફી કેન્દ્ર રહ્યું છે અને લંડન શહેર હૂંડીઓના વિનિમયનું મુખ્ય મથક છે. પરંતુ દુનિયાને વેપાર જેમ જેમ ઘટતો અને નાશ પામતે જાય છે તેમ તેમ એ મહામૂલી વસ્તુનું આકર્ષણ તથા તેનું મૂલ્ય