Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગત, ઉપર છેવટની દષ્ટિ
૧૪૯ છે. એ વસ્તીની સામે અમેરિકાનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં છે તેમ જ ઓસ્ટ્રેલિયાના વિશાળ નિર્જન પ્રદેશમાં પણ તેમને વસવાટ કરવાની છૂટ આપવામાં આવતી નથી. વળી તેના એ સ્વના ઉપર આધુનિક કાળના એક સૌથી બળવાન રાષ્ટ્ર યુનાઈટેડ સ્ટેટ્સને ભારે અંકુશ છે. દીર્ધદર્શ નિરીક્ષકે મંચૂરિયા તેમ જ પ્રશાન્ત મહાસાગરના ઊંડા જળવિસ્તાર ઉપર ભવિષ્યના મહાયુદ્ધની છાયા નિહાળી રહ્યા છે.
આખોયે ઉત્તર એશિયા સેવિયેટ રાજ્યને એક ભાગ છે અને તે નવી દુનિયા તથા નવી સમાજવ્યવસ્થાની યેજના તથા તેનું સર્જન કરવાના કાર્યમાં ગૂંથાઈ ગયેલ છે. જ્યાં આગળ એક પ્રકારની ફયુડલ વ્યવસ્થા વર્તતી હતી તથા સુધારાએ પિતાની આગેકૂચમાં જેને પાછળ રાખ્યા હતા તે દેશ એકી છલંગે પશ્ચિમનાં આગળ વધેલાં રાષ્ટ્રો કરતાંયે આગળની અવસ્થાએ પહોંચી ગયા છે એ વસ્તુ ખરેખર આશ્ચર્યકારક છે. યુરોપ તેમ જ એશિયામાં વિસ્તરેલું સેવિયેટ રાજ્ય પશ્ચિમની દુનિયાના ડગમગી ઊઠેલા મૂડીવાદને કાયમી પડકારરૂપ થઈ પડયું છે. વેપારની મંદી, બેકારી અને વારંવાર આવતી કટોકટી મૂડીવાદને અપંગ બનાવી રહ્યાં છે અને જૂની વ્યવસ્થા શ્વાસ લેવાને માટે પછાડા મારી રહી છે એ વખતે સેવિયેટ રાજ્યમાં આશા, શક્તિ અને ઉત્સાહ ઊભરાઈ રહ્યો છે તથા તે અતિશય ઝડપથી સમાજવાદી સમાજવ્યવસ્થા નિર્માણ કરી રહ્યું છે. તેના આ ઊભરાતા યૌવન અને જીવનની તથા સોવિયેટે આજ સુધીમાં પ્રાપ્ત કરેલી સફળતાની છાપ દુનિયાભરના વિચારશીલ લોકે ઉપર પડવા લાગી છે અને તેમનું લક્ષ તેના તરફ ખેંચાવા લાગ્યું છે.
બીજે એક વિશાળ પ્રદેશ, યુનાઈટેડ સ્ટેટ્સ, મૂડીવાદની નિષ્ફળતાને એક નમૂનેદાર દાખલે છે. ભારે મુશ્કેલીઓ, કટોકટીઓ, મજૂરોની હડતાલે તથા અપૂર્વ બેકારીની પરિસ્થિતિમાં તે મૂડીવાદી વ્યવસ્થાને ટકાવી રાખવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યું છે. એ મહાન પ્રયોગનું પરિણામ શું આવે છે તે હજી જોવાનું છે. એનું પરિણામ ચાહે તે આવે પરંતુ અમેરિકા પાસે જે ભારે અનુકૂળતાઓ છે તે તેની પાસેથી કોણ છીનવી લઈ શકે એમ છે? તેને પ્રદેશ વિશાળ છે અને તે મનુષ્યને જરૂરની લગભગ બધી વસ્તુથી ભરેલ છે; બીજા કોઈ પણ દેશ કરતાં તેની યાંત્રિક સાધનસામગ્રી ઘણી વધારે છે તથા તેની પ્રજા અતિશય કુશળ અને તાલીમ પામેલી છે. યુનાઈટેડ સ્ટેટ્સ તેમ જ સેવિયેટ રાજ્ય એ બંને દુનિયાના ભવિષ્યના વ્યવહારમાં ભારે મહત્ત્વને ભાગ ભજવશે એમાં લેશ પણ શંકા નથી.
અને લેટિન પ્રજાઓથી વસાયેલે દક્ષિણ અમેરિકાને મહાન ખંડ તેનાથી કેટલે બધે ભિન્ન છે? ઉત્તરની પેઠે ત્યાં આગળ જાતિ જાતિ વચ્ચેને દ્વેષ ઝાઝા પ્રમાણમાં નથી અને દક્ષિણ યુરોપના લેકે, સ્પેનવાસીઓ, ફિરંગીઓ,