Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગત ઉપર છેવટની દૃષ્ટિ , ૧૪૪૭ , દૂર દરિયા કિનારા ઉપર આવેલા યુરોપિયના ખેતીના બગીચાઓમાં મજૂરી કરવાને જવું પડતું. (ત્યાં આગળ દેશના અંદરના ભાગમાં રેલવે નથી અને દરિયાકાંઠા ઉપરના પ્રદેશમાં પણ બહુ ઓછી રેલવે છે.)
બહારની દુનિયાને પિતાને અવાજ કેવી રીતે સંભળાવે એની પણ જેમને ખબર નથી એવા આ ગરીબ અને શેષિત આફ્રિકાવાસીઓ વિષે હજી તે હું તને ઘણું ઘણું કહી શકું એમ છું. તેમનાં વીતકની કહાણું ઘણું લાંબી છે અને તેઓ મૂંગે મોઢે બધી યાતનાઓ સહી રહ્યા છે. પિતાની ઉત્તમોત્તમ જમીન ઉપરથી તેમને હાંકી કાઢવામાં આવ્યા એટલે આ આફ્રિકાવાસીઓને ભોગે જેમને એ જમીન મફત મળી હતી તે યુરેપિયાના ગણેતિયા થઈને તેમને એ જમીન ઉપર પાછા જવાની ફરજ પડી. આ યુરોપિયન જમીનદારે મધ્યયુગના જાગીરદારે જેવી સત્તા ભોગવે છે અને તેમને ન રચતી હરેક પ્રકારની પ્રવૃત્તિ દાબી દેવામાં આવે છે. આફ્રિકાવાસીઓ સુધારા માટેની હિમાયત કરવા માટે પણ મંડળ ન સ્થાપી શકે કેમ કે નાણાં ઉઘરાવવાની તેમને મનાઈ કરવામાં આવી છે. નૃત્યને પ્રતિબંધ કરનારે પણ એક એડિનન્સ કાઢવામાં આવ્યું છે કારણ કે નાચતી તથા ગાતી વખતે આફ્રિકાવાસીઓ યુરોપિયનની કેટલીક રીતભાતની મજાક કરતા તથા ચાળા પાડતા ! ખેડૂતવર્ગ બહુ જ ગરીબ છે અને યુરોપિયન બગીચાવાળાઓ સાથે હરીફાઈ થાય એટલા ખાતર ચા તથા કફી ઉગાડવાની તેમને પરવાનગી આપવામાં આવતી નથી. *
ત્રણ વરસ પૂર્વે બ્રિટિશ સરકારે ગંભીરતાપૂર્વક જાહેર કર્યું હતું કે, આફ્રિકાવાસીઓની તે ટ્રસ્ટી છે અને હવે પછીથી તેમની પાસેથી તેમની જમીન લઈ લેવામાં આવશે નહિ. પરંતુ આફ્રિકાવાસીઓના દુર્ભાગ્યે ગયે વરસે કેન્યામાં સોનું મળી આવ્યું. પેલું ગંભીર વચન ભૂલી જવામાં આવ્યું; યુરોપિયન બગીચાવાળાઓ એ જમીન ઉપર તૂટી પડ્યા. તેમણે આફ્રિકન ખેડૂતોને ત્યાંથી હાંકી કાઢયા અને તેનું ખોદી કાઢવાનું કામ શરૂ કર્યું. બ્રિટિશ લેકનાં વચન આવાં હોય છે. આપણને કહેવામાં આવે છે કે, આખરે આ બધાથી આફ્રિકાવાસીઓને લાભ જ થવાનું છે ને પિતાની જમીન ગુમાવીને તેઓ રાજી થયા છે!
સનાવાળા પ્રદેશનો ફાયદો ઉઠાવવાની મૂડીવાદી પદ્ધતિ અજબ પ્રકારની હેય છે. અમુક સ્થાનેથી લેકને તે મેળવવા માટે દેડાવવામાં આવે છે અને દરેક જણ તે પ્રદેશના અમુક ભાગને કબજે લે છે. અને પછી તેમાંથી સોનું ખેદી કાઢવાનું કામ શરૂ કરે છે. પોતાના ભાગની જમીનમાં તેને વધારે કે ઓછું સોનું મળશે એને આધાર તેના નસીબ ઉપર હોય છે. મૂડીવાદની એ નમૂનેદાર પદ્ધતિ છે. ખરી રીતે તે એમ હોવું જોઈએ કે તે દેશની સરકારે સેનાના તે ક્ષેત્રનો કબજો લઈને સમગ્ર રાજ્યને લાભ થાય એ રીતે તેમાંથી