Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન - સ્થિતિ ઘરબાર કે આશ્રયસ્થાન વિનાના અસ્પૃશ્ય જેવી બનાવી મૂકી છે. દક્ષિણ આફ્રિકાની સરકાર કહે છે કે અહીંથી તે એ બલા સદાને માટે ટળવી જ જોઈએ, પછીથી તેઓ ગમે ત્યાં જાય, ચાહે તે બ્રિટિશ ગિયાનામાં જાય, કે હિંદમાં પાછા ફરીને ત્યાં ભૂખે મરે અથવા તે જહાનમમાં પડે.
પૂર્વ આફ્રિકામાં કેન્યા તથા તેની આસપાસના પ્રદેશની ખિલવણી કરવામાં હિંદીઓએ ભારે ફાળો આપ્યો હતે. પરંતુ ત્યાં તેમના વસવાટ તરફ પસંદગી બતાવવામાં આવતી નથી; આફ્રિકાવાસીઓને તેમની સામે વાંધે છે એટલા માટે નહિ પણ મૂઠીભર યુરોપિયન બગીચાવાળાઓને તે રચતું નથી એટલા માટે ત્યાંને ઉત્તમોત્તમ પ્રદેશ એટલે કે ત્યાં આગળને ઉચ્ચ પ્રદેશ આ બગીચાવાળાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે અને કોઈ પણ આફ્રિકાવાસી કે હિંદી ત્યાં જમીન ખરીદી શકતા નથી. ગરીબ બિચારા આફ્રિકાવાસીઓની દશા તે સૌથી ભૂંડી છે. મૂળ તે એ બધીયે જમીન તેમની માલિકી નીચે હતી અને તે તેમનું એકમાત્ર આવકનું સાધન હતું. એ જમીનના મોટા મોટા ટુકડા સરકારે જપ્ત કર્યા અને ત્યાં આવીને વસનારા યુરોપિયનને તે મફત આપી દેવામાં આવ્યા. આ વસાહતીઓ અથવા બગીચાવાળાઓ ત્યાં આગળ મોટા મોટા જમીનદાર બની બેઠા છે. તેમને આવરે નથી આપવાનો હતો તેમ જ બીજે પણ કઈ કર તેમને ભાગ્યે જ આપવાનું હોય છે. કરને બધોયે બેજ ગરીબ અને દલિત આફ્રિકાવાસીઓ ઉપર પડે છે. આફ્રિકાવાસીઓ ઉપર કર નાખવાનું સહેલું નહતું કેમ કે તેમની પાસે લગભગ કશીયે મતા હોતી નથી. આથી લેટ અને કાપડ જેવી જીવનની જરૂરિયાતની વસ્તુઓ ઉપર કર નાખવામાં આવ્યું અને એ વસ્તુઓ તેઓ ખરીદે છે ત્યારે પરોક્ષ રીતે તેમને કર આપ પડે છે. પરંતુ ઝૂંપડા દીઠ અને તેના આશ્રિત સહિત – જેમાં સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે– ૧૬ વરસની ઉપરના પ્રત્યેક પુરુષ પાસે ઉઘરાવવામાં આવતે સીધે કર એ સૌથી અસાધારણ છે. કરનો સિદ્ધાંત તે એ છે કે, લોકેની કમાણી ઉપર અથવા તે તેમની માલમિલકત ઉપર કર નાખ જોઈએ. પણ આફ્રિકાવાસી પાસે બીજી માલમિલકત તે લગભગ કશીયે હતી જ નહિ એટલે તેમના શરીર ઉપર કર નાખવામાં આવ્યો! પરંતુ તેમની પાસે પૈસા હોય જ નહિ તે પછી બાર શિલિંગને આ વાર્ષિક કર તેમણે કેવી રીતે ભર? એમાં જ એ કરની દુષ્ટતા રહેલી છે કેમ કે એ કર ભરવાને પૈસા કમાવા માટે તેમને યુરોપિયન વસાહતીઓના બગીચાઓમાં મજૂરી કરવાની ફરજ પડતી. માત્ર કરનાં નાણાં મેળવવાની જ નહિ પણ યુરોપિયનના ખેતીના બગીચાઓ માટે સેંઘી મજૂરી મેળવવા માટેની પણ એ યુક્તિ હતી. આથી આ માથાવેરે ભરવા માટે પૈસા કમાવાને આ ગરીબ બિચારા આફ્રિકાવાસીઓને જબરદસ્ત અંતર કાપીને ૭૦થ્થી ૮૦૦ માઈલ