Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગત ઉપર છેવટની દષ્ટિ
૧૪૪૫ સ્વરૂપમાં ફરી પાછી શરૂ કરવામાં આવી છે અને આપણું બિરાદરે ફરી પાછા કારાવાસમાં જઈ રહ્યા છે. એક વીર અને પ્રિય સાથી જતીન્દ્રમોહન સેન ગુપ્ત હુમણું જ આપણને છોડીને ચાલ્યા ગયા છે. બ્રિટિશ સરકારના કેદી
તરીકે તેમનું અવસાન થયું છે. તે મારા મિત્ર હતા અને પચીસ વરસ ઉપર _ હું કેમ્બ્રિજમાં હતા ત્યારે તેમની મને પહેલવહેલી મુલાકાત થઈ હતી. જીવન
મૃત્યુમાં સમાઈ જાય છે. પરંતુ ભારતવાસીઓનું જીવન જીવવા યોગ્ય બનાવવા માટેનું મહાન કાર્ય તે ચાલુ જ છે. ભારતનાં સૌથી વિશેષ જોશીલાં અને પ્રતિભાશાળી પુત્રપુત્રીઓ હજારોની સંખ્યામાં તુરગે અને અટકાયતની છાવણીઓમાં પડ્યાં છે અને ભારતને ગુલામીમાં રાખતી મોજૂદ વ્યવસ્થા સામે ઝૂઝવામાં તેઓ પિતાનાં યૌવન તથા શક્તિ ખરચી રહ્યાં છે. તેમનાં જીવન તથા તેમની આ શક્તિ સર્જક કાર્યમાં, રચનાત્મક કાર્યમાં વપરાયાં હેત; એ રીતે આ દુનિયામાં કેટલું બધું કરવાનું બાકી છે! પરંતુ સર્જન અથવા રચના પહેલાં નાશ કરવાની જરૂર રહે છે જેથી કરીને નવી ઇમારતના ચણતર માટે જગ્યા સાફ થાય. ઘેલકાંઓની માટીની દીવાલ ઉપર આપણે સુંદર ઈમારત ચણ ન શકીએ. હિંદના કેટલાક ભાગોમાં, જેમકે બંગાળમાં, લેકેએ પિશાક કેવી રીતે પહેરે એને અંગે પણ સરકારે નિયમે કર્યા છે. અને એથી બીજી રીતે કપડાં પહેરવાં એટલે કે જેલ વહેરવી. હિંદની દશા આજે કેવી છે એ ઉપર્યુક્ત હકીકત ઉપરથી બરાબર સમજી શકાશે. અને ચિતાગાંગમાં તે ૧૨ વરસની ઉંમરના છોકરાઓને (મારા ધારવા પ્રમાણે છોકરીઓને પણ) તેઓ જ્યાં જાય ત્યાં પિતાની સાથે ઓળખનું પતું રાખવું પડે છે. બીજે
ક્યાંય, નાઝીઓના અમલ નીચેના જર્મનીમાં કે દુશ્મન જે જેને કબજે લીધે હેય એવા યુદ્ધ પ્રદેશમાં પણ, આવા અસાધારણ હુકમને અમલ કરવામાં આવતું હશે કે કેમ એની મને ખબર નથી. બ્રિટિશ લેકના અમલ નીચે આપણે એવી પ્રજા બની ગયાં છીએ કે આપણી હરકોઈ પ્રવૃત્તિ માટે આપણે સરકારની પરવાનગી લેવી પડે છે. અને આપણા સરહદ પ્રાંતની પેલી તરફ આપણું પાડોશીઓ ઉપર એરોપ્લેનમાંથી બૅબમારે કરવામાં આવે છે.
પરદેશમાં આપણું દેશબંધુઓનું જરા પણ સન્માન કરવામાં આવતું નથી અને દુનિયામાં ક્યાંયે તેમનું ભાગ્યે જ સ્વાગત કરવામાં આવે છે. અને એમાં આશ્ચર્ય પડવા જેવું કશું નથી કેમ કે પિતાના દેશમાં જ જેમનું સન્માન નથી થતું તેમનું પરદેશમાં કેવી રીતે સન્માન કરવામાં આવે ? જ્યાં તેઓ જમ્યા તથા ઊછર્યા હતા તથા જેના કેટલાક ભાગોને – ખાસ કરીને નાતાલને
– ખીલવવામાં જેમણે મહેનત મજૂરી કરી હતી તે દક્ષિણ આફ્રિકામાંથી આપણા દેશભાઈઓને કાઢી મૂકવામાં આવે છે. રંગભેદ, જાતિષ તથા આર્થિક સંઘર્ષ એ બધી વસ્તુઓએ એકત્ર થઈને દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની
૬-૪૧