Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
, પાલમેન્ટની નિષ્ફળતા
૧૪૪૪ એ ટકી જશે તોયે અતિશય બદલાયેલા અને વધારે ઉગ્ર સ્વરૂપે ટકશે એમાં લેશ પણ શંકા નથી. અને, અલબત એ પણ લાંબી લડતની એક બીજી અવસ્થા કે તબક્કો હશે. કેમકે મૂડીવાદના કોઈ પણ સ્વરૂપ નીચે આધુનિક ઉદ્યોગ અને ખુદ આધુનિક જીવન એ રણક્ષેત્રે છે અને તેના ઉપર સૈન્યની અથડામણ નિરંતર થયાં જ કરે છે.
કેટલાક લોકો ધારે છે કે થોડાક સમજુ લેકોના હાથમાં સરકારનાં સૂત્ર સુપરત કરવામાં આવ્યાં હતા તે આ બધી મુશ્કેલીઓ, યાતનાઓ અને સંઘર્ષ ટાળી શકાત અને મુત્સદ્દીઓ તથા રાજદ્વારી પુરુષોની મૂઈ તથા દુષ્ટતા જ એ બધાના મૂળમાં રહેલી છે. તેમનું એવું માનવું છે કે, સજ્જને જે એકઠા થાય તે દુર્જનેને સદાચારને ઉપદેશ આપીને તથા તેમની ભૂલ બતાવીને તેઓ તેમને હૃદયપલટ કરી શકે. આ બહુ છેટે અને ભ્રામક ખ્યાલ છે, કેમ કે દેષ વ્યક્તિઓને નહિ પણ બૂરી પ્રથા અથવા ખોટા તંત્રને છે. એ તંત્ર ચાલુ રહે ત્યાં સુધી એ વ્યક્તિઓ આજે વર્તે છે તે જ રીતે વર્તતી રહેવાની. સત્તાધારી અથવા અધિકારના સ્થાને વિરાજમાન સમૂહા,– પછી તે પરરાષ્ટ્ર ઉપર શાસન કરનારા વિદેશી સમૂહ હોય યા તે રાષ્ટ્રની અંદરના જ આર્થિક સમૂહો હેય,– ભારે આત્મવંચના અને દંભને વશ થઈને એમ જ માને છે કે, તેમના વિશિષ્ટ અધિકારો એ તેમની યોગ્યતાઓને જ ન્યાયપૂરકસરને બદલે છે. તેમની એ સ્થિતિને જે કોઈ પણ વિરોધ કરે છે તે તેમને દુષ્ટ, બદમાશ અને સુલેહશાંતિને ભંગ કરનાર લાગે છે. વિશિષ્ટ અધિકાર ભોગવનાર કોઈ પણ સમૂહને તેમના વિશિષ્ટ અધિકારે અન્યાયી છે અને તે તેણે છોડી દેવા જોઈએ એવી ખાતરી કરાવી આપવી મુશ્કેલ હોય છે; વ્યક્તિઓને કદાચ એવી ખાતરી થાય એ બનવા જોગ છે, જોકે એવું પણ જવલ્લે જ બને છે, પરંતુ આખા સમૂહને તે કદી પણ એવી ખાતરી થતી નથી અને પરિણામે અનિવાર્યપણે અથડામણો, સંઘર્ષો અને ક્રાંતિઓ થવા પામે છે અને તેમાંથી અપરંપાર યાતનાઓ અને દુઃખે પેદા થાય છે.