Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન સેનું બેદી કાઢવાનું કાર્ય કરવું જોઈએ. તાજીકિસ્તાનમાંનાં તેમ જ બીજે સ્થળે આવેલાં સેનાનાં ક્ષેત્રમાંથી સેવિયેટ સરકાર એ જ રીતે સેનું બેદી કાઢે છે.
જગતના આપણું આ છેલ્લા અવકનમાં મેં કન્યા વિષે થોડું કહ્યું કેમ કે આ પત્રોમાં આફ્રિકાની મેં ઉપેક્ષા કરી છે. તારે એ વસ્તુ લક્ષમાં રાખવી જોઈએ કે એ વિશાળ ખંડ અનેક આફ્રિકન જાતિઓથી ભરેલું છે અને પરદેશીઓ એ જાતિઓને સેંકડો વરસથી ચૂસતા આવ્યા છે અને હજી પણ ચૂસી રહ્યા છે. એ જાતિઓ અતિશય પછાત છે. પરંતુ તેમને દાબી રાખવામાં આવે છે અને તેમને આગળ વધવાની તક આપવામાં આવતી નથી.
જ્યાં તેમને એવી તક આપવામાં આવી છે – જેમ કે તાજેતરમાં પશ્ચિમ કિનારાના પ્રદેશમાં સ્થાપવામાં આવેલી યુનિવર્સિટીમાં – ત્યાં તેમણે અપૂર્વ પ્રગતિ સાધી છે.
પશ્ચિમ એશિયાના દેશ વિષે તે મેં તને ઘણું કહ્યું છે. ત્યાં તેમ જ મિસરમાં જુદા જુદા સ્વરૂપે સ્વાતંત્ર્ય માટેની લડત ચાલી રહી છે અને તે જુદી જુદી અવસ્થાએ પહોંચી છે. એ જ રીતે દક્ષિણ પૂર્વ એશિયામાં, બહભારતમાં તેમ જ ઈન્ડોનેશિયા અથવા સિયામ, હિંદી ચીન, જાવા, સુમાત્રા અને ફિલિપાઈન ટાપુઓ વગેરેમાં પણ સ્વતંત્રતા માટેની લડત ચાલી રહી છે. અને સિયામ કે જે સ્વતંત્ર દેશ છે તે સિવાય સર્વત્ર એ લડતનાં બે પાસાંઓ છે : વિદેશી આધિપત્ય સામે પેદા થયેલી રાષ્ટ્રીયતાની ભાવના અને તે તે દેશના દલિત વર્ગોના લેકની સામાજિક સમાનતા પ્રાપ્ત કરવાની અથવા કંઈ નહિ તે પિતાની આર્થિક સ્થિતિ સુધારવા માટેની ધગશ.
એશિયાના દૂર પૂર્વના ભાગમાં ચીનનું પ્રચંડ રાષ્ટ્ર આક્રમણ કરનારાઓની સામે અસહાય થઈ પડયું છે અને આંતરિક ઝઘડાઓને કારણે અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. તેનું એક અંગ સામ્યવાદ તરફ ઢળ્યું છે જ્યારે બીજું તેથી સાવ ઊલટી જ દિશામાં ઢળેલું છે અને દરમ્યાન જાપાન ત્યાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે અને ચીનના વિશાળ પ્રદેશ ઉપર તેણે પિતાને કબજો કર્યો છે. પરંતુ તેના લાંબા ઈતિહાસકાળ દરમ્યાન ચીન પ્રચંડ ચડાઈઓ અને જોખમમાંથી ટકતું આવ્યું છે અને જાપાનની ચઢાઈમાં પણ તે ટકી રહીને પાર ઊતરશે એમાં લેશ પણ શંકા નથી.
સામ્રાજ્યવાદી જાપાન વિશ્વસામ્રાજ્ય માટેનાં મહત્ત્વાકાંક્ષી સ્વપ્નાં સેવી રહ્યું છે. તે અર્ધ-
ફડલ અવસ્થામાં છે અને ત્યાં આગળ લશ્કરી તંત્રને દર વર્તે છે. આમ છતાંયે ઉદ્યોગોની બાબતમાં તેણે ભારે પ્રગતિ સાધી છે. આ રીતે તે ભૂતકાળ અને વર્તમાનનું અજબ પ્રકારનું મિશ્રણ છે. પરંતુ તેનાં વિશ્વસામ્રાજ્યનાં સ્વપ્નાની પાછળ ઝઝૂમી રહેલા આર્થિક વિનાશ અને તેની કીડીદર વસ્તીની ભયંકર હાડમારી અને યાતનાઓની કારમી વાસ્તવિકતા છુપાયેલી