Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન આ બધાને પરિણામે ભાવમાં અને વેપારમાં કંઈક સુધારો થવા પામે છે. પરંતુ ખાસ લક્ષ ખેંચે એવે સુધારે તે વેપારની ભાવના તથા સાહસિકતામાં થવા પામે છે. પરાજયનું માનસ તે ઘણે અંશે નષ્ટ થયું છે અને આમપ્રજાને તથા ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોના પ્રમુખ રૂઝવેટ ઉપરનો વિશ્વાસ અતિશય વધી ગયું છે. આંતરવિગ્રહની ભારે કટોકટીને પ્રસંગે પ્રમુખને હેદ્દો લેનાર અમેરિકાના મહાન પુરુષ પ્રમુખ લિંકનની સાથે રૂઝવેલ્ટની સરખામણી થવા લાગી છે.
યુરેપના ઘણુ લેકે પણ તેના તરફ નજર કરવા લાગ્યા હતા અને મંદી દૂર કરવાને માટે તે દુનિયાને કંઈક માર્ગ બતાવશે એવી આશા સેવવા લાગ્યા હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદમાં આવેલા બીજા દેશના પ્રતિનિધિઓમાં તે અકારે થઈ પડ્યો કેમ કે સેનાને ધરણે ડૉલરના ભાવ નક્કી કરવાની ના પાડવાની તથા યુનાઈટેડ સ્ટેટ્સમાંની પિતાની મહાન જનાઓમાં દખલરૂપ થઈ પડે એવી બીજી કોઈ પણ બાબતમાં સંમત ન થવાની પ્રસ્તુત પરિષદમાંના પિતાના પ્રતિનિધિઓને તેણે સૂચના આપી હતી.
રૂઝવેલ્ટની નીતિ ચકકસપણે આર્થિક રાષ્ટ્રવાદની છે. અને અમેરિકાની સ્થિતિ સુધારવાનો તેનો દઢ સંકલ્પ છે. યુરોપની કેટલીક સરકારને એ રુચતું નથી અને ખાસ કરીને શરાફે તથા બેંકવાળાએ એથી નારાજ થયા છે. બ્રિટિશ સરકારને રૂઝવેલ્ટનું પ્રગતિકારી વલણ પસંદ નથી. તે “બિગ બિઝનેસ' એટલે કે મોટા મોટા વ્યવસાયની તરફેણ કરે છે.
અને આમ છતાયે રૂઝવેટ તેના પુરગામી કરતાં દુનિયાના વ્યવહારમાં વધારે સક્રિય ભાગ લઈ રહ્યો છે. શસ્ત્રસંન્યાસની બાબતમાં તેમ જ બીજા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં તેણે ઇગ્લેંડ કરતાં નિશ્ચિત અને વધારે પ્રગતિશીલ વલણ અખત્યાર કર્યું છે. હિટલરને તેણે આપેલી વિનયપૂર્વકની ચેતવણીથી તે જરા નરમ પડ્યો છે. સોવિયેટ રશિયા સાથે સંપર્ક સાધવાને પણ તે પ્રયાસ કરી રહ્યો છે.
રૂઝવેલ્ટ પિતાની નીતિમાં સફળ થશે કે કેમ? એ મહાન પ્રશ્ન આજ અમેરિકામાં તેમ જ અન્યત્ર પુછાઈ રહ્યો છે. મૂડીવાદને કાયમ રાખવા માટે તે ભગીરથ પ્રયત્ન કરી રહ્યો છે. અને તેની સફળતા એટલે મોટા મોટા વ્યવસાયનું પતન અને મેટા વ્યવસાયે સહેજે પિતાની હાર કબૂલી લેશે એ સંભવ નથી જણાતો. અમેરિકાના મોટા વ્યવસાયે એ આજે દુનિયામાં સૌથી બળવાન સ્થાપિત હિત લેખાય છે અને તે પ્રમુખ રૂઝવેલ્ટના કહેવા માત્રથી પિતાની સત્તા તેમ જ વિશિષ્ટ અધિકારો જતા કરે એમ નથી. આજે તે તેઓ ચૂપ થઈને બેઠા છે કેમ કે પ્રજામત તેમની વિરુદ્ધ છે અને પ્રમુખ રૂઝવેલ્ટની લેકપ્રિયતાથી તે ડઘાઈ ગયા છે. પણ તેઓ અનુકૂળ તકની રાહ