Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩. પાર્લામેન્ટની નિષ્ફળતા
૬ ઑગસ્ટ, ૧૯૩૩ તાજેતરમાં બનેલા બનાવાનું આપણે કંઈક વિગતે અવેલેકન કરી ગયાં તેમ જ નિરંતર બદલાતી જતી આપણી દુનિયાને આજે ઘડી રહેલાં અનેક બળો અને વલણની સમીક્ષા પણ આપણે કરી. બે વસ્તુઓ ખાસ કરીને આગળ તરી આવે છે અને આગળ હું તેમને ઉલ્લેખ કરી ચૂક્યો છું. પરંતુ એમને વિષે જરા વધારે વિચાર કરવાની જરૂર છે. એ બે વસ્તુઓ આ છે : મજૂર ચળવળ તથા જૂની ઢબના સમાજવાદને મહાયુદ્ધ પછીનાં વરસ દરમ્યાન મળેલી નિષ્ફળતા અને પાર્લમેન્ટની નિષ્ફળતા તથા તેમનું પતન.
૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે સંગઠિત મજૂર ચળવળ કેવી રીતે નિષ્ફળ નીવડી તથા બીજે આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ છિન્નભિન થઈ ગયે તે વિષે હું તને કહી ગયે છું. એનું કારણ એ જણાવવામાં આવે છે કે, યુદ્ધ એકાએક ફાટી નીકળવાથી રાષ્ટ્રીય વેરઝેરની લાગણીઓ ઊછળી આવે છે અને લોકો ભાન ભૂલીને થોડા વખત માટે પાગલ બની જાય છે. પરંતુ છેલ્લા ચાર વરમાં બનેલા બનાવે બિલકુલ જુદા જ પ્રકારના અને વધારે આંખ ઉઘાડનારા છે. એ ચાર વરસે દરમ્યાન મૂડીવાદી દુનિયાએ કદી નહિ અનુભવેલી એવી ભારે મંદી પેદા થઈ છે અને એને પરિણામે મજૂરની વિટંબણાઓ અને હાડમારી ઉત્તરોત્તર વધતી જ ગઈ છે. આમ છતાંયે દુનિયામાં અને ખાસ કરીને ઈગ્લેંડ તથા યુનાઈટેડ સ્ટેટ્સમાં મજૂર વર્ગમાં એને પરિણામે ક્રાંતિકારી ભાવના પેદા થઈ નથી.
ઢબને મૂડીવાદ દેખીતી રીતે જ તૂટતે જાય છે. બહારની પરિસ્થિતિ જોતાં તે લાગે છે કે વર્તમાન વ્યવસ્થા બદલીને સમાજવાદી અર્થવ્યવસ્થા સ્થાપવા માટેની ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. પરંતુ જે લેકે એ ફેરફાર સૌથી વિશેષ કરીને ઈચ્છતા હોવા જોઈએ તેમાંના મોટા ભાગના લકે એટલે કે મારે ક્રાંતિ કરવા ચહાતા હેય એમ લાગતું નથી. અમેરિકાના સ્થિતિચુસ્ત ખેડૂતેમાં, અને હું તને વારંવાર જણાવી ગયો છું તેમ ઘણાખરા દેશના નીચલા થરના મધ્યમ વર્ગના લેકેમાં ક્રાંતિની ભાવના આજે વધારે પ્રમાણમાં નજરે પડે છે. મજૂરી કરતાં તેઓ ઘણું વધારે આક્રમણકારી બન્યા છે. જર્મનીમાં એ વસ્તુ સૌથી વધારે પ્રમાણમાં જણાય છે. ઈગ્લેંડ, યુનાઇટેડ સ્ટેટસ તથા બીજા દેશોમાં પણ એ જ વસ્તુ નજરે પડે છે પરંતુ, જર્મની કરતાં ઓછા પ્રમાણમાં. એમની વચ્ચે તફાવત માત્ર પ્રમાણને છે અને તે રાષ્ટ્રીય ખાસિયત તેમ જ તે તે દેશની કટોકટીની વસ્તીઓછી ઉગ્રતાને આભારી છે.