Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૩૮
જગતના ઈતિહાસનું રેખાદર્શન કરશાહીવાળી મેટી મોટી સંસ્થાઓ બની ગઈ. તે નિપ્રાણ બની ગઈ અને તેમનામાં ઝાઝી શક્તિ રહી નહિ.
નવા સામ્યવાદી પક્ષની સ્થિતિ એથી ભિન્ન હતી. એની પાસે મજૂરોને માટે વધારે પ્રાણદાયી અને પ્રેરક સંદેશ હોતે તથા તેની પાછળ સોવિયેટ રાજ્યની આકર્ષક ભૂમિકા રહેલી હતી. પરંતુ આમ છતાંયે તેને કશીયે સફળતા મળી નહિ. યુરોપ તથા અમેરિકાના મજૂર સમુદાય ઉપર તે પિતાની કશીયે અસર પાડી ન શક્યો. ઈંગ્લેંડ તથા યુનાઈટેડ સ્ટેટ્સમાં સામ્યવાદી પક્ષ અતિશય નબળો હતે. જર્મની તથા ફ્રાંસમાં તે કંઈક અંશે બળવાન હતો. આમ છતાંયે, કંઈ નહિ તે જર્મનીની બાબતમાં તે આપણે જોઈ ગયાં કે તે પિતાની અનુકૂળ સ્થિતિને કશેયે લાભ ઉઠાવી ન શક્યો. આંતરરાષ્ટ્રીય દૃષ્ટિથી જોતાં ૧૯૨૭ની સાલમાં ચીનમાં અને ૧૯૩૩ની સાલમાં જર્મનીમાં એમ એની બે ભારે હાર થઈ. વેપારની મંદી, વારંવાર પેદા થતી કટોકટી, પગારઘટાડે અને બેકારીના એ કાળમાં સામ્યવાદી પક્ષ નિષ્ફળ કેમ નીવડ્યો એ કહેવું મુશ્કેલ છે. કેટલાક કહે છે કે, તેની નીતિરીતિ અને ખોટી કાર્યપદ્ધતિ એને માટે જવાબદાર હતી. વળી બીજા કેટલાક કહે છે કે, સામ્યવાદી પક્ષ સેવિયેટ સરકાર સાથે વધારે પડતે બંધાઈ ગયા હતા અને સેવિયેટને કારણે એની નીતિ અધિકતર રાષ્ટ્રીય રહી. ખરી રીતે તે આંતરરાષ્ટ્રીય હેવી જોઈતી હતી. સંભવ છે કે એ બધું સાચું હોય પરંતુ એને સામ્યવાદી પક્ષને મળેલી નિષ્ફળતાને સંતોષકારક ખુલાસે ભાગ્યે જ કહી શકાય.
સામ્યવાદી પક્ષને ફેલા મજૂરવર્ગમાં ઝાઝો થવા પામ્યો નહોતો પરંતુ સામ્યવાદી વિચારોને ફેલા ખાસ કરીને બુદ્ધિજીવી વર્ગોમાં સારી પેઠે થયું હતું. સર્વત્ર - મૂડીવાદને ટેકો આપનારા લેકમાં પણ–એવી દહેશત પેદા થવા પામી હતી કે, એ કટોકટીને પરિણામે અનિવાર્ય રીતે કંઈક પ્રકારની સામ્યવાદી વ્યવસ્થા ઊભી થવા પામશે. જૂની ઢબના મૂડીવાદના દિવસે ભરાઈ ચૂક્યા છે એમ સામાન્ય રીતે સૌ કોઈ માનતું હતું. કઈ પણ પ્રકારના સંજન વિનાની, અને બગાડ તથા અનેક પ્રકારના સંઘર્ષોવાળી તેમ જ જેમાં વારંવાર કટોકટી પેદા થયા કરે છે એવી આ જે કંઈ હાથમાં આવે એ પચાવી પાડનારી અર્થવ્યવસ્થા,– વ્યક્તિગત રીતે હાથ મારી લેવાની આ નીતિ જવી જ જોઈએ. એને બદલે સંયોજનવાળી કોઈક પ્રકારની સમાજવાદી અથવા સહકારી અર્થવ્યવસ્થા સ્થપાવી જોઈએ. એનો અર્થ એ નથી કે એમાં અનિવાર્યપણે મજૂરોને વિજય થાય છે કેમ કે, માલિકવર્ગના લાભને ખાતર પણ અર્ધ-સમાજવાદી ધોરણ પર રાજ્યની પુનર્ઘટના થઈ શકે છે. સરકારી સમાજવાદ અને સરકારી મૂડીવાદ એ લગભગ સમાન વસ્તુ છે.