Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૨૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન હતી. બીજાઓને એ સુધારે માન્ય ન હતા એટલે એ આખીયે દરખાસ્ત ઊડી ગઈ
. સ્વાભાવિક રીતે જ જર્મનીએ પોતાને માટે બીજી સત્તાઓના જેટલી જ સમાનતાની માગણી કરી; તેણે જણાવ્યું કે, બીજી સત્તાઓ જેટલા પ્રમાણમાં શસ્ત્રસજજ છે તેટલા પ્રમાણમાં તેને શસ્ત્રસજજ થવા દે અથવા તે બીજી સત્તાઓ તેમની શસ્ત્રસામગ્રી ઘટાડીને તેના જેટલી કરી નાખે. આ સૌનાં મેં બંધ કરી દે એવી દલીલ હતી. પ્રજાસંધના કરારે એવું નહોતું અણુવ્યું કે, જર્મનીનું નિઃશસ્ત્રીકરણ એ તે એ દિશામાં પ્રથમ પગલું છે અને બીજાં રાષ્ટ્ર પણ એ પ્રમાણે જ કરશે ? શસ્ત્રસંન્યાસને અંગેની આ ચર્ચાઓ ચાલી રહી હતી તે અરસામાં જર્મનીમાં નાઝીઓ સત્તા ઉપર આવ્યા અને તેમના ધમકીરૂપ અને આક્રમણકારી વલણથી ફ્રાંસ ભડકી ગયું અને તે તથા બીજી સત્તાઓએ શસ્ત્રસંન્યાસની બાબતમાં અણનમ વલણ અખત્યાર કર્યું. જર્મની તરફથી સૂચવવામાં આવેલા બેમાંથી એકે રસ્તાને સ્વીકાર કરવામાં ન આવ્યા.
પડદા પાછળ ચાલી રહેલા કાવાદાવાઓ અને પ્રપંચોએ શસ્ત્રસંન્યાસના માર્ગની મુશ્કેલીઓમાં વધારે કર્યો. ખાસ કરીને, શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનાર પેઢીઓના આડતિયાઓ એ કાવાદાવા તથા પ્રપંચ કરી રહ્યા હતા. એ પેઢીઓ તરફથી તેમને સારી પેઠે નાણાં મળતાં હતાં. આજની મૂડીવાદી દુનિયામાં શસ્ત્ર અને વિનાશનાં સાધનો બનાવવાને ઉદ્યોગ સૌથી વધારે સમૃદ્ધ છે. જુદા જુદા દેશની સરકારે માટે એ શસ્ત્ર બનાવવામાં આવે છે કેમ કે, સામાન્ય રીતે સરકારે જ યુદ્ધ લડે છે. આમ છતાંયે આશ્ચર્યની વાત એ છે કે એને માટે જરૂરી શસ્ત્રો ખાનગી પેઢીઓ બનાવે છે. એ પેઢીઓના મુખ્ય મુખ્ય માલિકે અતિશય ધનિક બની જાય છે અને સામાન્ય રીતે તેઓ જુદા જુદા દેશોની સરકારોના સંપર્કમાં હોય છે. મારા આગળના એક પત્રમાં સર બેસીલ ઝેહેરફ નામના એવા એક પુરુષ વિષે મેં તને થોડું કહ્યું હતું. શસ્ત્રો ઉત્પન્ન કરનારાં કારખાનાંઓના શેર ધરાવનારાઓને ભારે નફે મળે છે અને તેથી એ શેર મેળવવા માટે લેકે પડાપડી કરે છે. જાહેરજીવનમાં આગળ પડતો ભાગ લેનારા ઘણુ પુરુષે એવાં કારખાનાંઓના શેર ધરાવનારાઓ હોય છે.
યુદ્ધ તથા યુદ્ધ માટેની તૈયારી શસ્ત્રો બનાવનારી આ પેઢીઓ માટે ફાયદાકારક હોય છે. સામુદાયિક મનુષ્યસંહારને તેઓ વેપાર ખેડે છે અને તેને માટે નાણાં આપનાર સૌને તેઓ નિષ્પક્ષભાવે પિતે ઉત્પન્ન કરેલાં સંહારનાં સાધન આપે છે. પ્રજાસંધ જ્યારે ચીનમાંનું જાપાનનું આક્રમણ વખોડી રહ્યો હતે ત્યારે બ્રિટિશ, ફ્રેંચ તથા બીજા દેશની શસ્ત્ર ઉત્પન્ન કરનાર પેઢીઓ જાપાન તથા ચીન બંનેને છૂટથી શસ્ત્રો પૂરાં પાડી રહી હતી. એ તો દેખીતું જ છે કે સાચે શસ્ત્રસંન્યાસ કરવામાં આવે તે એ બધી પેઢીઓ નાશ પામે