Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રાહત માટે રૂઝવેલ્ટના પ્રયાસા
૧૪૩૧
બહુ જ ઝડપી વધારો થયા. જમનીમાં એ વ`ક્રાંતિકારી અન્યા. અમેરિકામાં પણ આજે એ જ પ્રકારના વર્ગ વધવા લાગ્યા છે. મજૂર પ્રલિટેરિયટથી જુદો પાડવા માટે એ વર્ગને ‘ ધેાળા કૉલરવાળા ' પ્રેોલિટેરિયટ કહેવામાં આવે છે, કેમ કે મજૂર વર્ગના લૉકા ભાગ્યે જ ધોળા કૉલર પહેરવાની મેાજ માણે છે.
એ દેશની સરખામણી કરવા જેવી ખીજી ખાખતા ચલણને અંગેની કટોકટી, મા, પાઉન્ડ તથા ડૉલરના મૂલ્યમાં સાનાને ધેારણે થયેલા ઘટાડા, ચલણના ફુલાવા તથા બેં કા તૂટવા પામી એ છે. ઇંગ્લંડમાં બૅંકા તૂટવા પામી નહોતી. કેમ કે ત્યાં આગળ નાની બૅંકા ઝાઝી નથી અને મેટી મોટી ગણીગાંઠી બૅંકાના હાથમાં બધીયે લેવડદેવડના વ્યવહારના કામૂ છે. ખીજી ખાખામાં એ ત્રણે દેશામાં બનેલા બનાવા એકઞીજાને મળતા આવે છે. આર્થિક કટોકટી પ્રથમ જર્મીનીમાં, પછી ઇંગ્લંડમાં અને છેલ્લે યુનાઇટેડ સ્ટેટ્સમાં પેદા થઈ. પોતપોતાના દેશમાં લગભગ એક જ વર્ગોના લોકા નાઝીઓની, ૧૯૭૧ની ચૂંટણીમાં ઇંગ્લંડની રાષ્ટ્રીય સરકારની તેમ જ ૧૯૭૨ની સાલના નવેમ્બર માસમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં રૂઝવેલ્ટની પાછળ હતા. આ ત્રણેને મદદ આપનાર નીચલા થરના મધ્યમ વર્ગના લેા હતા અને પહેલાં તે ખીજા પક્ષમાં જોડાયેલા હતા. આ સરખામણી વધારે આગળ સુધી ખેંચવી ન જોઇ એ, કેમ કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે થોડો તફાવત હોય છે એટલું જ નહિ પણ સ્થિતિ જમનીમાં જેટલી હદે પહેાંચી છે તેટલી હદે તે હજી ઈંગ્લેંડ તથા યુનાઈટેડ સ્ટેટ્સમાં પહેાંચી નથી. પરંતુ કહેવાના મુદ્દો એ છે કે, ઉદ્યોગોની અતિશય ઉચ્ચ કક્ષાએ પહેાંચેલા આ ત્રણે દેશમાં એકસરખાં આર્થિક બળા કાર્ય કરી રહ્યાં છે અને તેનાં પરિણામે પણ સમાન આવે એ બિલકુલ સ ંભવિત છે. ફ્રાંસમાં (બીજા દેશેામાં પણ) એ સ્થિતિ એટલી હદે નથી પહોંચી કારણ કે ફ્રાંસ હજી વધુ પ્રમાણમાં ખેતીપ્રધાન દેશ છે અને ઉદ્યોગાની ત્યાં એટલા પ્રમાણમાં ઉન્નતિ થઈ નથી.
૧૯૩૩ના માર્ચ માસના આરંભમાં રૂઝવેલ્ટે પ્રમુખ તરીકેને પોતાના હાદ્દો સંભાળી લીધો કે તરત જ બૅંકાના વ્યવહારમાં પેદા થયેલી ભયંકર કટોકટીને તેને સામનેા કરવા પડચો. વેપારની ભારે મદી તે તે વખતે ચાલુ જ હતી. તેણે પ્રમુખના હૈદ્દો સભાળ્યો તે વખતે દેશની જે સ્થિતિ હતી તેનું વર્ણન ઘેાડાં અઠવાડિયાં પછી આપતાં તેણે જણાવ્યું હતું કે, દેશ આજે ધીમે ધીમે મરી રહ્યો છે.'
*
રૂઝવેલ્ટે તરત જ ઝડપી અને નિશ્ચિત પગલાં લીધાં. તેણે અમેરિકાની કોંગ્રેસ પાસેથી બૅંકા, ઉદ્યોગે અને ખેતીવાડીને અંગે પગલાં ભરવાની સત્તા માગી. અને ઊભી થયેલી કંટેટીથી ગભરાઈ જઈ ને તથા લેાકલાગણી રૂઝવેલ્ટની તરફેણમાં છે એ જોઈ તે કોંગ્રેસે પણ એ સત્તા રૂઝવેલ્ટને સુપરત