Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪રર
જગતના ઇતિહાસનું રેખાદર્શન કરવાની વાત તે હજી કેવળ એક સચ્છિા રૂપે જ રહી છે. એ કાર્યક્રમના આ બીજા ભાગને અમલ કરવાને માટે જ વસઈની સંધિ થયા બાદ લગભગ તેર વરસ પછી આખરે શસ્ત્રસંન્યાસ પરિષદ બોલાવવામાં આવી. પરંતુ પરિષદની સંપૂર્ણ બેઠક મળી તે પહેલાં તપાસસમિતિઓએ એ વિષયને અંગે વરસે સુધી તપાસ ચલાવી હતી.
આખરે ૧૯૩૨ની સાલના આરંભમાં અખિલ જગત શસ્ત્રસંન્યાસ પરિષદની બેઠક મળી. મહિનાઓ અને વરસ સુધી તે ચાલુ રહી અને એ દરમ્યાન તેણે ઘણી દરખાસ્ત ઉપર વિચારણા ચલાવી અને તેમને ફેંકી દીધી તથા તેણે અસંખ્ય હેવાલે વાંચ્યા અને લગાતાર અનેક દાખલાદલીલે સાંભળ્યાં. શસ્ત્રસંન્યાસ પરિષદને બદલે તે શસ્ત્રીકરણ પરિષદ બની ગઈ એ પરિષદ કઈ પણ પ્રકારની સમજૂતી ઉપર ન આવી શકી કેમ કે કોઈ પણ દેશ એ પ્રશ્નને વ્યાપક આંતરરાષ્ટ્રીય દૃષ્ટિથી વિચાર કરવા માગતે નહેત; દરેક દેશને મન શસ્ત્રસંન્યાસને અર્થ એ હતું કે બીજા દેશોએ નિઃશસ્ત્ર થઈ જવું અથવા તે પિતાના સૈન્ય તથા શસ્ત્રસરંજામમાં ઘટાડો કરે, પણ પિતાનું સૈન્ય તથા શસ્ત્રસરંજામ તે અકબંધ રાખવાં. એ પરિષદમાં લગભગ બધા જ દેશોએ સ્વાથી વલણ અખત્યાર કર્યું પરંતુ ઈંગ્લેંડ અને જાપાને તે એ બાબતમાં માઝા મૂકી અને એને અંગેની કઈ પણ પ્રકારની સમજૂતીના માર્ગમાં તેમણે ભારે મુશ્કેલીઓ ઊભી કરી. એ પરિષદની કાર્યવાહી ચાલી રહી હતી તે વખતે જાપાન પ્રજાસંધને ઠોકર મારીને મંચૂરિયામાં ખૂનખાર અને આક્રમણકારી યુદ્ધ લડી રહ્યું હતું, દક્ષિણ અમેરિકાનાં બે રાજ્ય એકબીજા સામે લડતાં હતાં અને હિંદુસ્તાનની સરહદ પ્રાંતના સીમાડા ઉપર વસતા લેકે ઉપર અંગ્રેજો બૅબમારે કરી રહ્યા હતા. અંગ્રેજોના વલણને કારણે ચીનમાંના જાપાનના આક્રમણ સામેને અમેરિકનોનો વિરોધ લગભગ બિનઅસરકારક બની ગયે. જાપાન પ્રત્યેનું અંગ્રેજોનું વલણ એકસરખું મિત્રતાભર્યું હતું. • એ પરિષદ સમક્ષ રજૂ કરવામાં આવેલી અનેક દરખાસ્તમાં સેવિયેટ રશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ તથા ફ્રાંસ તરફથી રજૂ કરવામાં આવેલી ત્રણ દરખાસ્ત સૌથી વધારે મહત્ત્વની હતી. રશિયાએ એવી દરખાસ્ત કરી કે બધા જ દેશેએ એકસાથે પિતાનાં સૈન્ય તથા શસ્ત્રસરંજામમાં ૫૦ ટકાને ઘટાડે કરે જોઈએ. અમેરિકાએ એ જ રીતે સૈન્ય તથા શસ્ત્રસરંજામમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાનું સૂચવ્યું. પરંતુ ઇંગ્લંડે એ બંને દરખાસ્તને વિરોધ કર્યો અને જણાવ્યું કે તે પોતાના સૈન્યમાં અને ખાસ કરીને નૌકાકાફલામાં ઘટાડો કરી શકે એમ નથી કેમ કે એ માત્ર વ્યવસ્થા જાળવવાને અર્થે જ રાખવામાં આવ્યાં છે.