Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
શસંન્યાસ
૧૪ર૧ આપ્યું. ઑસ્ટ્રિયામાં નાઝીઓએ ઉગ્ર પ્રકારની અને હેવાનિયતભરી યહૂદીવિરોધી ઝુંબેશ શરૂ કરી.
હવે ચેકોસ્લોવાકિયા નાઝીઓના આક્રમણનું શિકાર બન્યું. અને મહિનાઓ સુધી સુડેટન જર્મના પ્રશ્ન યુરોપને અસ્વસ્થ કરી મૂક્યું. બ્રિટિશ નીતિએ નાઝીઓને ભારે મદદ કરી અને એ નીતિની વિરુદ્ધ જવાની ફ્રાંસની તે હિંમત જ નહતી. આખરે, તરત જ યુદ્ધ ફાટી નીકળશે એવી જર્મનીની ધમકીથી ડરીને ફસે પિતાના મિત્ર ચેકોસ્લોવાકિયાને દગો દીધે. એ દગલબાજીમાં ઈંગ્લેંડ પણ પક્ષકાર હતું. જર્મની, ઇંગ્લંડ, કાંસ અને ઇટાલી વચ્ચે થયેલા મ્યુનિચના કરાર અનુસાર ૧૯૩૮ની સાલના સપ્ટેમ્બર માસની ૨૯મી તારીખે ચેકેલૈવાકિયાના ભાવિ ઉપર મહોર મારવામાં આવી. સુડેટન પ્રદેશ તેમ જ બીજા પણ કેટલાક પ્રદેશનો જર્મનીએ કબજો લીધે અને એ તકને લાભ લઈને પોલેંડ તથા હંગરીએ પણ એ દેશને કેટલોક ભાગ પચાવી પાડ્યો.
આ રીતે યુરોપની નવી વહેચણી શરૂ થઈ એ યુરોપમાં ફ્રાંસ તથા ઇંગ્લંડ બીજા વર્ગની સત્તા બનતાં જતાં હતાં અને હિટલરના અમલ નીચે નાઝી જર્મનીનું યુરોપ ઉપર પ્રભુત્વ જામ્યું હતું.
૧૯૧. શસ્ત્રસંન્યાસ
૨ ઑગસ્ટ, ૧૯૩૩ લંડનમાં મળેલી અખિલ જગત આર્થિક પરિષદની નિષ્ફળતા વિષે હું , તને કહી ગયો છું. એ પરિષદને સમેટી લેવામાં આવી અને વધારે અનુકૂળ સંજોગોમાં આપણે ફરી પાછા મળીશું એવી સદિચ્છા વ્યક્ત કરીને તેના સભ્ય તિપિતાને દેશ ચાલ્યા ગયા.
સહકાર માટે બીજે જગવ્યાપી પ્રયાસ શસ્ત્રસંન્યાસ પરિષદના રૂપમાં કરવામાં આવ્યો અને તેને પણ ભારે નિષ્ફળતા મળી. પ્રજાસંધના કરારને પરિણામે એ પરિષદ ભરવામાં આવી હતી. વસઈની સંધિએ કરાવ્યું હતું કે જર્મની તેમ જ ઑસ્ટ્રિયા અને હંગરી વગેરે બીજાં હારેલાં રાષ્ટ્રને નિઃશસ્ત્ર કરવાં જોઈએ. એ પ્રમાણે જર્મનીને નૌકા કાલે, હવાઈ દળ કે મોટું સૈન્ય રાખવાનું નહોતું. એવી પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે બીજા દેશોએ પણ ધીમે ધીમે નિઃશસ્ત્ર થતા જવું અને રાષ્ટ્રીય સલામતી માટે અનિવાર્ય હોય એટલું જ સૈન્ય તથા લશ્કરી સરંજામ રાખો. એ કાર્યક્રમના પહેલા ભાગનો એટલે કે જર્મનીને નિઃશસ્ત્ર કરવાને તે તરત જ અમલ કરવામાં આવ્યું પરંતુ તેને બીજો ભાગ એટલે કે સામાન્યપણે બધાયે દેશોને નિઃશસ્ત્ર