Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૧૯
જર્મનીમાં નાઝીઓને વિજય બહુ દૂરગામી અસર થવા પામશે એ તે તું કબૂલ કરશે. નાઝીવાદ એ નિઃશંક ફાસીવાદ છે અને હિટલર પોતે પણ એક નમૂનેદાર ફાસિસ્ટ છે. પરંતુ ઈટાલીના ફાસીવાદ કરતાં નાઝી ચળવળી વધારે વ્યાપક અને ઉદ્દામ છે. એનાં એ ઉદ્દામ તથી એમાં કંઈ ફરક પડશે કે પછી તેમને કચરી નાખવામાં આવશે એ હજી જોવાનું છે.
નાઝી ચળવળની વૃદ્ધિ થવાથી ચુસ્ત માકર્સવાદીઓના સિદ્ધાંતમાં ગોટાળો ઊભો થવા પામ્યું છે. ચુસ્ત માર્ક્સવાદીઓ એમ માનતા હતા કે, મજૂરવર્ગ એ જ સાચે ક્રાંતિકારી વર્ગ છે અને આર્થિક પરિસ્થિતિ બગડતી જશે તેમ તેમ નીચલા થરના મધ્યમ વર્ગના નાદાર બની ગયેલા તથા અસંતુષ્ટ લેકે એ વર્ગ સાથે જોડાઈ જશે અને છેવટે એ બધા મળીને મજૂરોની ક્રાંતિ કરશે. પરંતુ વાસ્તવમાં જર્મનીમાં એથી કંઈક ઊલટું જ બનવા પામ્યું છે. કટોકટી આવી ત્યારે જર્મનીને મજૂર વર્ગ બિલકુલ ક્રાંતિકારી નહોતે. અને પ્રધાનપણે નીચલા થરના નાદાર બની ગયેલા લેકે તથા બીજા અસંતુષ્ટ લેકમાંથી ક્રાંતિકારી વર્ગ પેદા થયો. માકર્સવાદના શુદ્ધ સિદ્ધાંતે સાથે એ વસ્તુ બંધ બેસતી નથી. પરંતુ બીજા કેટલાક માકર્સવાદીઓ જણાવે છે કે માકર્સવાદને કોઈ ધર્મ કે સંપ્રદાયે અધિકારપૂર્વક પ્રતિપાદિત કરેલા અંતિમ સત્ય તરીકે ગણુ જોઈએ નહિ. એ ઈતિહાસની ફિલસૂફી છે –– ઈતિહાસને નિહાળવાની એક દષ્ટિ છે, જે આપણને ઘણી વસ્તુની સમજ આપે છે તથા તેમને એકબીજી સાથે સાંકળી આપે છે. વળી એ સમાજવાદ અથવા સામાજિક સમાનતા પ્રાપ્ત કરવાની એક કાર્યપદ્ધતિ છે. ભિન્ન ભિન્ન કાળ તેમ જ ભિન્ન ભિન્ન દેશોની બદલાતી જતી પરિસ્થિતિ સાથે બંધ બેસે એ રીતે એના મૂળભૂત સિદ્ધાંતને અનેક રીતે લાગુ પાડવા જોઈએ.
બેંધઃ (નવેમ્બર ૧૯૩૮) :
સવાપાંચ વરસ ઉપર ઉપરને પત્ર લખાય ત્યાર પછી હિટલરના અમલ નીચે નાઝી જર્મનીએ પિતાના સામર્થ્ય તથા પ્રતિષ્ઠામાં જે ઉન્નતિ સાધી છે તેને જે દુનિયાના રાજકારણમાં મળે એમ નથી. આજે હિટલરે યુરોપ ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું છે અને યુરોપની મહાન સત્તાઓ અથવા સાચું કહેતાં ભૂતકાળમાં જે સત્તાઓ મહાન હતી તેઓ, તેની આગળ માથું ઝુકાવે છે અને તેની ધમકીથી ધ્રૂજી ઊઠે છે. ૨૦ વરસ પૂર્વે જર્મનીને હરાવવામાં આવ્યું હતું, તેને તેજોવધ કરવામાં આવ્યું હતું, તેને કચરી નાખવામાં આવ્યું હતું. અને આજે યુદ્ધ કર્યા વિના કે લશ્કરી વિજય મેળવ્યા વિના હિટલરે જર્મનીને વિજયી રાષ્ટ્ર બનાવ્યું છે અને વસઈની સંધિ મરી પરવારી છે તથા તેને દફનાવી દેવામાં આવી છે.