Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જનીમાં નાઝીઓના વિજય
૧૪૧૩
પોતાની પ્રજાને બાળકા પૂરાં પાડવાનું છે . . . સ્ત્રીઓની મુક્તિ એ રાજ્યને માટે જોખમકારક છે. પુરુષના અધિકારની વસ્તુઓ તેણે પુરુષ ઉપર છોડી દેવી જોઈએ.’ આ જ ડૉ. ગાબેસ પ્રજામાં પ્રચાર કરવાની પોતાની રીત વિષે આપણને કહે છે. ‘હું પિયાના વગાડુ તે જ રીતે છાપાંઓને મારી આંગળીઓથી નચાવવાના મારા ઇરાદો છે.'
2
આ બધી હેવાનિયત, પાશવતા અને ગાજવીજની પાછળ અકિંચન ખની ગયેલા મધ્યમ વર્ગની વિટંબણા અને ભૂખમરો રહેલાં છે. ખરી રીતે એ નોકરી અને રોટલા મેળવવાની લડાઈ હતી. યહૂદી દાક્તરો, વકીલો, શિક્ષકા તથા બરદાસી વગેરેને કાઢી મૂકવાનું કારણ એ હતું કે ‘ આ જા તેમની સામે હરીફાઈમાં ટકી શકતા નહોતા. તેમની સફળતા તરફ તે દ્વેષની નજરે જોતા હતા અને તેમની નાકરી તેમને પડાવી લેવી હતી. તેમની હરીફાઈમાં કાઈ ટકી શકતું નહોતું એટલા ખાતર યીની દુકાનો બંધ કરાવવામાં આવી. કેટલાક ખિનયહૂદીઓની દુકાને પણ બંધ કરાવી દેવામાં આવી તથા તેમના માલિકાને ગિરફતાર કરવામાં આવ્યા કેમ કે તે ઘણા વધારે ભાવ લઈ ને ખૂબ નફો કરી રહ્યા છે એવા નાઝીઓને શક હતા. નાઝીઓના ખેડૂત પક્ષકારો પૂર્વ પ્રશિયાની મોટી મેટી જમીનદારી ઉપર મીટ માંડીને બેઠા છે અને એ જમીનજાગીરાના ટુકડા કરીને તેમને વહેંચી આપવામાં આવે એવું તેઓ માગે છે.
નાઝીઓના મૂળ કાર્યક્રમની એક રમૂજી બાબત એ હતી કે કાઈ ને પણ વાર્ષિક ૧૨,૦૦૦ મા થી વધારે પગાર આપવામાં ન આવે. એ રકમ ૮૦૦૦ રૂપિયા બરાબર થાય છે એટલે એ પગાર માસિક ૬૬૬ રૂપિયાના થયા. એને કેટલા પ્રમાણમાં અમલ કરવામાં આવ્યા છે એની મને ખબર નથી. જર્મનીના ચૅન્સેલરને હાલ વાર્ષિક ૨૬,૦૦૦ માર્કના એટલે કે માસિક ૧૪૪૦ રૂપિયાનો પગાર મળે છે. એવું સૂચવવામાં આવ્યું છે કે, જે ખાનગી કંપનીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળતી હેાય તેમના સંચાલકા ( ડાયરેકટર ) તથા માલિકાને પણ વાર્ષિક ૧૮ હજાર મા થી વધારે પગાર ન આપવા જોઈએ. પહેલાં એ લોકાને ધણી વાર મોટી મોટી રકમા આપવામાં આવતી હતી. ગરીબ હિંદમાં અમલદારાને જે માટા મોટા પગારે આપવામાં આવે છે તેની સાથે આ આંકડાની તુલના કરી જો. કરાંચીમાં મળેલી રાષ્ટ્રીય મહાસભાની બે ંકે માસિક પગારની મર્યાદા ૫૦૦ રૂપિયાની રાખવાના ઠરાવ કર્યાં છે.
એમ નહિ માની લેવું જોઈ એ કે નાઝી ચળવળમાં કેવળ પાશવતા અને દમન જ રહેલાં છે. તેમાં એ વસ્તુઓનુ પ્રાધાન્ય છે એ ખરું પરંતુ અધિકાંશ મજૂરોને બાદ કરતાં મોટા ભાગની જર્મન પ્રજા હિટલર માટે સાચે ઉત્સાહ
ज-४७