Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આપણા
ધરાવે છે એ નિર્વિવાદ છે. છેલ્લી ચૂંટણીના આંકડાઓને આપણે મા દશ્યક તરીકે ગણીએ તો જÖનીની પર ટકા વસ્તી હિટલરની પાછળ છે અને આ પર ટકા વસ્તી બાકીની ૪૮ ટકા વસ્તી અથવા તેના અમુક ભાગ ઉપર દમન ગુજારે છે. આ પર ટકા વસ્તીમાં - આજે તો કદાચ એનું પ્રમાણ વધી ગયું હશે — હિટલર અતિશય લોકપ્રિય છે. જર્મની જઈ આવેલા લકા ત્યાં આગળ પેદા થયેલા વિચિત્ર પ્રકારના માનસિક વાતાવરણની વાત કરે છે. • જાણે ત્યાં ધાર્મિક જાગ્રતિ થઈ ન હોય. જમનાને લાગે છે કે, વર્સાઈની સધિને કારણે પેદા થયેલા અપમાન, નામેાશી અને દમનના લાંબે કાળ હવે પૂરા થયા છે અને હવે તેમની છાતી ઉપરના ખો દૂર થયા છે.
પરંતુ જમ નીની પ્રજાના બાકીના લગભગ અડધા ભાગ એથી બિલકુલ જુદી જ લાગણી અનુભવે છે. જમનીના મજૂર વર્ગીમાં ભયંકર ધિક્કાર અને ક્રોધની આગ સળગી રહી છે. નાઝીઓના ભયકર અત્યાચારોના ડરથી જ તે પોતાની એ ઉગ્ર લાગણી ગુપ્ત અને અંકુશમાં રાખી રહ્યા છે. આખાયે મજૂરવર્ગ પશુબળ અને દમનને વશ થયા છે અને અમાપ પરિશ્રમ અને અલિદાનને ભાગે તેમણે જે ઇમારત ઊભી કરી હતી તેને વિનાશ ખેદ અને નિરાશાપૂર્વક તે નિહાળી રહ્યો છે. છેલ્લા થોડા માસ દરમ્યાન જર્મનીમાં જે બન્યું છે તેમાં મહાન સામાજિક લેાકશાહીવાદી પક્ષ સહેજ પણ સામને કરવાની કશિશ કર્યાં વિના સંપૂર્ણ પણે જમીનદોસ્ત થઈ ગયા એ ઘટના સૌથી વિશેષ આશ્રયકારક છે. યુરોપના મજૂરવર્ગીો એ જૂનામાં જૂના, સૌથી મોટો અને વધારેમાં વધારે સુસંગતિ પક્ષ હતા. ખીજા આંતરરાષ્ટ્રીય મજૂરસ ધને એ આધારસ્તંભ હતા. આમ છતાંયે, વિરોધ સરખાયે કર્યાં વિના — જો કે કેવળ વિરેધ કરવાથી કશું વળે એમ નહેાતું — તેણે અનેક પ્રકારનાં અપમાન અને તિરસ્કાર મૂંગે મોઢે સહી લીધાં અને આખરે તે નામશેષ થઈ ગયા. સામાજિક લોકશાહીવાદી નેતા પગલે પગલે નાઝીઓને વશ થઈ ગયા અને એમ કરતાં દરેક વખતે તેમણે એવી આશા સેવી હતી કે એ રીતે વશ થવાથી અને અપમાન ગળી જવાથી કંઈક તો બચાવી શકાશે. પરંતુ તેમની વિના વિરાધે વશ થવાની એ વૃત્તિના જ તેમની સામે ઉપયાગ કરવામાં આવ્યું. નાઝીઓએ મજૂરોને બતાવી આપ્યું કે જુએ તે ખરા, જોખમ આવી પડયુ ત્યારે તમારા આગેવાને કેવા તમારા ત્યાગ કરી રહ્યા છે. યુરોપના મજૂરવર્ગની લડતના લાંબા ઇતિહાસમાં કેટલીક વાર તેને વિજય મળ્યો તે અને ઘણી વાર તેની હાર થઈ હતી, પરંતુ સામનો કરવાને સહેજ પણ પ્રયાસ કર્યાં વિના આવી નામેાશીભરી રીતે પહેલાં કદીયે શરણું સ્વીકારવામાં આવ્યું નહતું કે ન તો મજૂરોના ધ્યેયને ધોકા દેવામાં આવ્યેા હતેા. સામ્યવાદી પક્ષે સામતા કર્યાં અને સાત્રિક હડતાલ પાડવાની તેણે મજૂરાને હાકલ કરી.