Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૯૮
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
સત્તા હતી ) ‘ ચીનની સ્વાયત્તતા, સ્વતંત્રતા તથા તેની પ્રાદેશિક અને વહીવટી અખંડિતતાને માન્ય રાખવા માટે ' સ્પષ્ટપણે અને અસંદિગ્ધ રીતે સંમત થઈ હતી.
R
થેાડાં વરસ સુધી જાપાને ખામોશી રાખી. પરંતુ પડદા પાછળ રહીને, આંતરવિગ્રહ ચાલુ રાખવા માટે અને એ રીતે ચીનને દુર્ગંળ બનાવવાને ખાતર ચીનના કેટલાક લડાયક સરદારો અથવા તૂશનોને આર્થિક તેમ જ ખીજી અનેક પ્રકારની મદદ તે આપતું રહ્યું. ખાસ કરીને, મન્ચૂરિયા ઉપર તેમ જ દક્ષિણના રાષ્ટ્રવાદીઓના વિજય પહેલાં પેકિંગ ઉપર પણ પ્રભુત્વ ધરાવનાર ચાંગ—સે—લીનને તે મદદ કરતું હતું. ૧૯૨૧ની સાલમાં જાપાની સરકારે મન્ચૂરિયામાં છડેચોક આક્રમણકારી વલણુ અખત્યાર કર્યું. એનું કારણ જાપાનમાં પેદા થયેલી અતિશય તીવ્ર પ્રકારની આર્થિક કટોકટી પણ હોય. દેશમાં પેદા થયેલી તગ પરિસ્થિતિને ક ંઈક હળવી કરવાને તેમ જ લેકાનું લક્ષ ખીજી તરફ વાળવાને માટે પરદેશમાં કઈંક કરવાની તેમને ક્રૂરજ પડી હોય. અથવા સરકારમાં લશ્કરી પક્ષનું પ્રભુત્વ હતું એ યા ા ખીજી બધી સત્તાઓ પોતપોતાની મુશ્કેલીઓના તેમ જ વેપારની મદીના પ્રશ્નના ઉકેલ કરવામાં ગૂંથાયેલી છે એટલે તેઓ પોતાના માર્ગમાં આડે આવવાની નથી એવા પ્રકારની લાગણી પણ એનું કારણ હોય. ધણું કરીને, આ બધી વસ્તુએ, જાપાની સરકારને તેણે લીધેલું અતિશય ગંભીર પગલું લેવાને પ્રેરી હતી. કેમ કે, એ પગલું ભરવામાં ૧૯૨૨ની સાલની નવ સત્તાની સંધિને ચોખ્ખા ભંગ થતા હતા. એમાં પ્રજાસધના કરારનો પણ ભંગ થતા હતા; કેમ કે, ચીન તેમ જ જાપાન એ અને પ્રજાસધનાં સભ્ય હતાં અને એ રીતે તે પ્રજાસધ સાથે પૂછપરછ કર્યાં વિના એકખીજા ઉપર હુમલા કરી શકે એમ નહોતું. આ ઉપરાંત એમાં યુદ્ધને એકાયદા હરાવનાર ૧૯૨૮ના પૅરિસ કરાર અથવા કૅલેગ કરારના પણ ભંગ થતો હતો. ચીન સામે લડાયક પગલાં ભરીને જાપાની સરકારે આ સધિ તેમ જ પ્રતિજ્ઞાઓના ઇરાદાપૂર્વક ભંગ કર્યાં અને છડેચોક આખી દુનિયાની અવગણના કરી.
બેશક, સારૂ સાક્ શબ્દોમાં તેણે એમ કહ્યું નહતું. જાપાની સરકારે ક્ષુલ્લક અને દેખીતી રીતે જ જૂઠાં બહાનાં બતાવ્યાં. તેણે જણાવ્યુ કે મન્ચૂરિયાના ધાડપાડુઓને કારણે તથા ત્યાં આગળ અનેલા કેટલાક નજીવા બનાવાને લીધે વ્યવસ્થા જાળવવાને તેમ જ પોતાનાં હિતનું રક્ષણ કરવાને માટે ત્યાં આગળ પોતાનું લશ્કર મોકલવાની તેને ફરજ પડી હતી. યુદ્ધની ખુલ્લેખુલ્લી જાહેરાત કરવામાં નહોતી આવી એ ખરું પરંતુ જાપાનીઓએ મન્ચૂરિયા ઉપર ચડાઈ કરી હતી એ હકીકત. નિર્વિવાદ હતી. ચીની લેાકા એથી અતિશય ક્રાધે ભરાયા. ચીની સરકારે એની સામે વિરોધ ઉડ્ડાવ્યો તથા