Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વિજ્ઞાનને સદુપયોગ અને દુરુપયોગ ૧૩૪૭ ઉત્પાદન બેવડું થઈ જવાને પણ સંભવ રહે છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાંથી મનુષ્યને હિસ્સો ઉત્તરોત્તર ઘટાડવામાં આવે છે; માણસ ધીમેથી કામ કરે છે અને ઘણી વાર તે ભૂલ કરી બેસે છે. આ રીતે યંત્રે જેમ જેમ સુધરતાં જાય છે તેમ તેમ ઉત્તરોત્તર ઓછા ને ઓછા મજૂરે તેમના ઉપર કામે લગાડવામાં આવે છે. થેડી ચાંપ કે બટન ઉપર નજર રાખીને એક જ માણસ આજે મોટાં મોટાં યંત્ર ચલાવે છે. એને પરિણામે પાકા માલના ઉત્પાદનમાં અઢળક વધારે થયે છે અને સાથે સાથે એને લીધે સંખ્યાબંધ મજૂરોને કારખાનામાંથી રુખસદ મળે છે કેમકે હવે તેમની જરૂર રહી નથી હતી. વળી, યંત્રશાસ્ત્રમાં એટલી બધી ઝડપથી પ્રગતિ થઈ રહી છે કે, એક યંત્રને લાવીને કારખાનામાં ગોઠવવામાં આવે ત્યાં તો નવા સુધારા થવાને કારણે તે અમુક અંશે જાનું થઈ જાય છે.
અલબત, યંત્રયુગના છેક આરંભકાળથી જ યંત્ર મજૂરનું સ્થાન લેતાં આવ્યાં છે. તે વખતે ઘણું હુલડે થયાં હતાં અને કાપે ભરાયેલા મજૂરેએ નવાં યંત્ર ભાગી નાખ્યાં હતાં એ હકીકત મને લાગે છે કે, આગળ હું તને કહી ગયો છું. પરંતુ આખરે માલુમ પડ્યું કે યંત્રને કારણે તે વધુ માણસને કામ મળી રહે છે. યંત્રની સહાયથી મજૂર ઘણા મોટા પ્રમાણમાં માલ પેદા કરી શકતે હોવાથી તેની મજૂરીના દરેમાં વધારે થયો અને માલની કિંમત ઘટવા પામી. મજૂરે અને સાધારણ સ્થિતિના માણસે એ રીતે એ માલ વધુ પ્રમાણમાં ખરીદી શક્યા. તેમનું જીવનનું ધોરણ ઊંચું થયું અને કારખાનામાં પેદા થતા પાકા માલની માગ વધવા પામી. આને પરિણામે વધારે કારખાનાંઓ ઊભાં થયાં અને તેમાં વધારે માણસોને કામ મળ્યું. આમ, એકંદરે જોતાં દરેક કારખાનામાં અમુક મજૂરને ખસેડીને યંત્રોએ તેમનું સ્થાન લીધું એ ખરું પરંતુ સંખ્યાબંધ નવાં કારખાનાંઓ ઊભાં થવાને કારણે એથીયે ઘણી મોટી સંખ્યામાં મજૂરોને કામ મળી ગયું.
આ ક્રિયા લાંબા વખત સુધી ચાલુ રહી, કેમ કે ઔદ્યોગિક દેશોએ દૂર દૂરના પછાત દેશનાં બજારેના કરેલા શોષણથી એને મદદ મળતી રહેતી હતી. છેલ્લાં થોડાં વરસે દરમ્યાન એ ક્રિયા બંધ પડી ગઈ હોય એમ જણાય છે. આજની મૂડીવાદી વ્યવસ્થામાં એની હવે વિશેષ વૃદ્ધિ થાય એમ લાગતું નથી અને એ વ્યવસ્થામાં કંઈક સુધાર કરાવવાની જરૂર છે. આધુનિક ઉદ્યોગ બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરે છે પરંતુ એ રીતે ઉત્પન્ન થયેલે માલ સમગ્ર જનસમુદાય જે ખરીદતા હોય તે જ એ ઉત્પાદન ચાલુ રહી શકે. જનસમુદાય જે વધારે પડતે ગરીબ કે બેકાર હોય તે તેઓ એ માલ ખરીદી શકે નહિ.
આમ છતાંયે, યાંત્રિક સુધારણાની તે અવિરતપણે પ્રગતિ થયે જ જાય છે. એને પરિણામે ય માણસનું સ્થાન લેતાં જાય છે અને તેને લીધે બેકારી