Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૫૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન દુનિયાને વેપાર ઉત્તરોત્તર કેવી રીતે ઘટતે ગમે તે આ આંકડાઓ આપણને દર્શાવી આપે છે. એ વેપાર ૧૯૩૩ની સાલના પહેલા ત્રણ માસ દરમ્યાન ચાર વર્ષ અગાઉ હતું તેના કપ ટકા જેટલે એટલે કે લગભગ ત્રીજા ભાગને થઈ ગયો હતો.
વેપારને અંગેના આ આંકડાઓ માનવી સંબંધી શી હકીકત આપણને કહે છે? તે આપણને કહે છે કે, જનસમુદાય એટલે બધે ગરીબ છે કે તેઓ જે પેદા કરે છે તે ખરીદી શકતા નથી. તે આપણને કહે છે કે, દુનિયામાં સંખ્યાબંધ મજબૂરો બેકાર પડ્યા છે અને કામ કરવાની પૂરેપૂરી આતુરતા હોવા છતાં તેમને કામ મળતું નથી. માત્ર યુરેપ તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સમાં જ ૩૦,૦૦૦,૦૦૦ મજૂરે બેકાર છે. એમાંથી ૩,૦૦૦,૦૦૦ મજૂર બ્રિટનમાં અને ૧૩,૦૦૦,૦૦૦ યુનાઈટેડ સ્ટેટ્સમાં બેકાર છે. હિંદુસ્તાનમાં અને એશિયાના બીજા દેશોમાં કેટલા લેકે બેકાર છે તેની તે કોઈને પણ કશી ખબર જ નથી. ઘણું કરીને એકલા હિંદુસ્તાનમાં જ યુરોપ અને અમેરિકાના બેકારની કુલ સંખ્યા કરતાં ઘણું વધારે લેકે બેકાર હશે. દુનિયાભરમાં બેકાર બનેલા અસંખ્ય લેકેને તેમ જ તેમના ઉપર આધાર રાખનારાં તેમનાં કુટુંબીજનોને વિચાર કરી છે એટલે વેપારની મંદીને કારણે પેદા થયેલી માનવી યાતનાઓને તને કંઈક ખ્યાલ આવશે. યુરોપના ઘણા દેશમાં રાજ્ય તરફથી શરૂ કરવામાં આવેલી વીમા પદ્ધતિ અનુસાર રાજ્યને ચોપડે નોંધાયેલા બધા બેકારને જિવાઈ જેગે ખરચ રાજ્ય તરફથી આપવામાં આવે છે; યુનાઈટેડ સ્ટેટ્સમાં બેકારને દાન તરીકે જિવાઈ આપવામાં આવતી હતી. પરંતુ રાજ્ય તરફથી મળતી તેમ જ દાન તરીકે મળતી આ રકમ ગુજારા માટે પૂરતી નહતી અને ઘણાઓને તે એ રકમ પણ નહતી મળતી અને તેમને ભૂખમરે વેઠ પડત. મધ્ય અને પૂર્વ યુરોપના કેટલાક ભાગોમાં તે પરિસ્થિતિ અતિશય કારમી બની ગઈ હતી,
બધાયે ઔદ્યોગિક દેશમાં અમેરિકા ઉપર મંદીને ફટકે સૌથી છેલ્લે પડ્યો, પરંતુ બીજા બધા દેશો કરતાં એની અસર ત્યાં આગળ વધારે પ્રમાણમાં થવા પામી. અમેરિકાના લેકે લાંબા સમય સુધી ચાલતી વેપારની મંદી તથા હાડમારીથી ટેવાયેલા નહોતા. ગર્વિષ – ધનગર્વિષ્ઠ અમેરિકા, મંદીને ફટકે પડતાં બેબાકળું બની ગયું અને લાખેના પ્રમાણમાં બેકારની સંખ્યા વધતી ગઈ તેમ જ ભૂખમરાનું દશ્ય સર્વસામાન્ય બનતું ગયું તેમ તેમ રાષ્ટ્રનું ધૈર્ય ખૂટવા લાગ્યું. બેંકે અને રોકાણ ઉપર વિશ્વાસ ડગી ગયા અને લેકે બેંકમાંથી પિતાનાં નાણાં ઉઠાવી લઈને પિતાની પાસે સંઘરવા લાગ્યા. બેંકે તે વિશ્વાસ અને શાખ ઉપર જ નભે છે એટલે એ વિશ્વાસ તૂટે તે બેંકની પણ એવી જ દશા થાય. યુનાઈટેડ સ્ટેટ્સમાં હજારે બેંકે એ રીતે તૂટી ગઈ