Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ડોલર, પાઉન્ડ અને રૂપિયે
૧૩૮૯ એટલા બધા બેસી ગયા કે પૂર્વ યુરોપની બેંકે પિતાના દેણદારો પાસેથી પિતાનું લેણું વસૂલ ન કરી શકી અને એને લીધે વિયેના પાસેથી પાઉન્ડ અને ડૉલરના રૂપમાં તેમણે કરજે કાઢેલી રકમે તે પાછી ન આપી શકી. એને લીધે વિયેનાની બેંકની દુનિયામાં ભારે કટોકટી ઊભી થઈ અને ક્રેડિટ એન્સાલ્ટ નામની વિયેનાની સૌથી મોટી બેંક તૂટી. એને લીધે વળી જર્મનીની બેંકે હચમચી ઊડી અને માર્કના ભાવે ફરી પાછા ગગડી જવાની ભીતિ પેદા થઈ. એને પરિણામે જર્મનીમાંની બ્રિટિશ તથા અમેરિકન મૂડી જોખમમાં આવી પડત અને એ ટાળવાને ખાતર જ પ્રમુખ હૂવરે દેવું તથા યુદ્ધની નુકસાની પેટેની વસૂલાતની મેકૂફી જાહેર કરી. એ વખતે યુદ્ધની નુકસાનીની રકમની વસૂલાતનો આગ્રહ રાખવામાં આવત તે જર્મનીની સમગ્ર અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ જાત. પરંતુ આ પણ પૂરતું ન થયું અને જર્મની બીજા દેશનું પિતાનું ખાનગી દેવું પણ ભરી ન શક્યું એટલે એ દેવાની વસૂલાત પણ મોકૂફ
રાખવી પડી.
એને પરિણામે જર્મનીને ટૂંકી મુદત માટે ધીરવામાં આવેલું પુષ્કળ નાણું ત્યાં સ્થગિત થઈ ગયું. આથી લંડનના બેંકવાળાઓની સ્થિતિ મુશ્કેલ બની ગઈ કેમ કે તેમને પણ પિતાની જવાબદારીઓ અદા કરવાની હતી અને એને માટે જર્મની તરફથી આવવાનાં નાણું ઉપર તેમણે ગણતરી રાખી હતી. ક્રાંસ અને અમેરિકા તેમની વહારે ધાયાં અને તેમને ૧૩ કરોડ પાઉન્ડની મદદ કરી. પરંતુ તેમની એ મદદ મેડી પડી. લંડનનાં શરાફી મંડળમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો અને એવા ગભરાટના સમયમાં સૌ કોઈ પિતાનું નાણું ઉપાડી લેવા માગે છે. પેલા તેર કરડ પાઉંડ તે જોતજોતામાં સાફ થઈ ગયા. તને યાદ હશે કે એ વખતે ત્યાં ચલણનું ધોરણ સેનાનું હતું અને પાઉંડની નોટો ધરાવનાર દરેક જણ તેને બદલે સેનાની માગણી કરી શકતું હતું.
બ્રિટિશ સરકાર – તે વખતે ત્યાં મજૂર સરકાર હતી – વધારે નાણાં ઉછીનાં લેવા માગતી હતી અને તેણે તેને માટે ઉત્સુકતાપૂર્વક ચૂર્ક તથા પેરિસ પાસે માગણી કરી. એમ જણાય છે કે, અમુક શરત એ જ તેઓ એ મદદ આપવા સંમત થયાં. એમાંની એક શરત એ હતી કે, બ્રિટિશ સરકારે મજૂરોની બાબતમાં તેમ જ સામાજિક કાર્યો વગેરેમાં કરકસર કરવી. તેમણે મજૂરને પગારકાપ પણ સૂચવ્યું હોય એમ લાગે છે. બ્રિટનના આંતરિક વ્યવહારમાં પરદેશી બેંકવાળાઓની આ દખલગીરી હતી. આ પરિસ્થિતિને મજૂર સરકારની સામે ઉપયોગ કરવામાં આવ્યો અને રસે મેકડોનાલ્ડ જે વડે પ્રધાન તેમ જ મજૂર સરકારનો વડો હતે તેણે સરકારને તેમ જ પિતાના મજાર પક્ષને દગે દીધે. મુખ્યત્વે કરીને કન્ઝરવેટીના ટેકાથી તેણે બીજી સરકાર સ્થાપી. એ આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે એ સરકાર સ્થાપવામાં