Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૯૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન વારંવાર ફેરફાર કરવામાં આવ્યા છે. અહીંયાં હું હિંદના ચલણની બાબતમાં ઊંડે ઊતરવા નથી માગત, એ વિષે હું તને માત્ર એટલું જ કહીશ કે, હિંદમાંની બ્રિટિશ સરકારની મહાયુદ્ધ પછીની ચલણને અંગેની પ્રવૃત્તિઓથી હિંદને પારાવાર આર્થિક નુકસાન થયું છે. ૧૯૨૭ની સાલમાં પાઉંડના ચલણ તથા સેનાના સંબંધમાં રૂપિયાનું મૂલ્ય મુકરર કરવાની બાબતમાં (તે વખતે સેનાની ચલણપદ્ધતિ હતી.) હિંદમાં ભારે ચર્ચા ઉપસ્થિત થઈ હતી. આને
હૂંડિયામણુના દરની ચર્ચા કહેવામાં આવતી હતી. સરકાર રૂપિયાને દર અથવા તેનું મૂલ્ય એક શિલિંગ ૬ પેન્સનું મુકરર કરવા માગતી હતી, જ્યારે હિંદને પ્રજામત લગભગ એક અવાજે એ દર એક શિલિંગ ચાર પેન્સ મુકરર થાય એમ માગતા હતા. નાણુને ભાવ અથવા તેનું મૂલ્ય વધારીને બેંકવાળાઓ, શરાફશાહુકારે તથા પૈસાવાળાઓને ફાયદો કરાવવાને, તેમ જ પરદેશની આયાતને ઉત્તેજન આપવાને, અથવા તે નાણાંને ભાવ ઘટાડીને દેવાદારે ઉપરને બજે હળ કરવાને તથા વિલાયતના ઉદ્યોગને અને નિકાસને ઉત્તેજન આપવાને – આ એને એ જ જૂને સવાલ હતે. હિંદના પ્રજામતને ઠોકર મારીને સરકારે અલબત પિતાનું ધાર્યું જ કર્યું અને સેનાને મુકાબલે રૂપિયાને દર એક શિલિંગ ૬ પેન્સને ઠરાવવામાં આવ્યું. ઘણાઓના મત પ્રમાણે, આ રીતે ચલણમાં છેડી તંગી કરવામાં આવી એટલે કે રૂપિયાના ભાવમાં વધારે પડતું વધારે કરવામાં આવ્યો. એક માત્ર ઇંગ્લડે જ ૧૯૨૫ની સાલમાં પાઉંડને સેનાના ચલણના ધેરણ પર મૂકવાને માટે ચલણની તંગી કરી હતી. આપણે આગળ જોઈ ગયાં છીએ કે દુનિયાનું આર્થિક નેતૃત્વ જાળવી રાખવાને માટે તેણે એમ કર્યું હતું. એ ટકાવી રાખવા માટે તે ઘણે ભાગ આપવા તૈયાર હતું. જર્મની, ક્રાંસ તથા બીજા દેશોએ પિતાની આર્થિક સ્થિતિ હળવી બનાવવાને માટે ચલણને ફલા કરવાનું પસંદ કર્યું હતું.
રૂપિયાનું મૂલ્ય વધવાથી હિંદમાં રેકવામાં આવેલી બ્રિટિશ મૂડીનું મૂલ્ય વધવા પામ્યું. એને લીધે હિંદના ઉદ્યોગે ઉપર પણ બન્ને વચ્ચે કેમ કે એથી કરીને હિંદમાં બનેલા માલના ભાવમાં સહેજ વધારે થવા પામ્યું. આ ઉપરાંત, શાહુકારના દેવાદાર બનેલા ખેડૂતો તથા જમીનના માલિકે ઉપરના દેવાના બેજામાં એથી કરીને ઉમેરો થયે, કેમ કે નાણાંનું મૂલ્ય વધવાની સાથે તેમના દેવાનું મૂલ્ય પણ તેટલા પ્રમાણમાં વધી ગયું. રૂપિયાનું મૂલ્ય ૧૬ ને બદલે ૧૮ પેન્સ મુકરર કરવામાં આવ્યું એટલે કે તેના મૂલ્યમાં એકંદરે ૧૨ ટકાને વધારે છે. ધારો કે ખેડૂતોનું કુલ દેવું દશ અબજનું છે. એમાં ૧૨ ટકાને ઉમેરે થાય એટલે કે ૧ અબજ જેટલી જબરદસ્ત રકમને એમાં વધારો થવા પામે.
નાણુને ધરણે તે, અલબત દેવું પહેલાંના જેટલું જ રહેતું હતું. પરંતુ ખેતીની પેદાશની કિંમત અથવા ભાવને ધરણે દેવું વધી જતું હતું. નાણાંથી