Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મૂડીવાદી દુનિયાની સહકારથી કાર્ય કરવામાં નિષ્ફળતા ૧૩૯૫ એ બધી દૂડી તેણે ન્યૂયોર્કની સરકારી બૅંકમાં આપીને તેને બદલે સેાનું લીધું. ડૉલરના ચલણનું ધારણ સાનાનું હતું એટલે તેને બદલે કાઈ પણ સાનાની માગણી કરી શકે એમ હતું. આથી કશીયે આપત્તિ કે પાઉંડના ભાવમાં ઘટાડો થયા વિના બ્રિટનના સેનાના અનામત જથા વધી ગયા. પાઉંડનું મૂલ્ય તો હજી અસ્થિર જ રહ્યું અને તે સેાનાથી અળગે જ રહ્યો. પરદેશી હૂંડી તથા જામીનગીરી લંડન શહેર પાસે પુષ્કળ પ્રમાણમાં આવવાથી આંતરરાષ્ટ્રીય વિનિમયનું ફ્રી પાછું તે મેઢું મધ્યસ્થ બજાર બની ગયું. એ વખત પૂરતી તે ન્યૂયોર્કની હાર થઈ. એનું મુખ્ય કારણ, હું આગળના એક પત્રમાં કહી ગયા છું તેમ, જેને લીધે નાની નાની અનેક બૅંકા તૂટી પડી હતી તે, તેના અંકાના વ્યવહારમાં ઊભી થયેલી ભારે કટોકટી હતી.
૧૮૮. મૂડીવાદી દુનિયાની સહકારથી કાર્ય કરવામાં નિષ્ફળતા
૨૮ જુલાઈ, ૧૯૩૩
નાણાંને અંગેની હરીફાઈ તથા સામસામી યુક્તિ પ્રતિયુક્તિઓની કેટલી અધી લાંખી વાત મેં તને કહી નાખી ! એને માટે તું મારા આભાર માનશે કે કેમ એ વિષે મને શંકા છે. આંતરરાષ્ટ્રીય પ્રપ ંચો અને કાવાદાવાઓનું એ એવું તે ગૂંચવણભર્યું કાકડુ છે કે, તેને ઉકેલવું એ રમત વાત નથી અને એક વાર એમાં પડ્યા કે પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હેાય છે. જે વત્તેઓછે અંશે સપાટી ઉપર દેખાય છે તેની બહુ જ આછી રૂપરેખા તને આપવાના મેં પ્રયત્ન કર્યાં છે. એતે અંગેની ઘણા મોટા ભાગની વાતો તા સપાટી સુધી આવવા પામતી જ નથી એટલે તે તા હમેશાં અંધારામાં રહે છે.
આજની દુનિયામાં બેંકવાળા તથા શરાફાનું મહત્ત્વ ઘણું વધારે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓના દિવસો પણ હવે વીતી ગયા છે; આજે તે ઉદ્યોગ, ખેતીવાડી, રેલવે તથા માલની લાવલઈજા કરવાનાં સાધના અથવા સાચું કહેતાં સરકાર સહિત બધી જ વસ્તુએ ઉપર કાંઈક અંશે શરાફાનું નિયંત્રણ હોય છે. કેમ કે ઉદ્યોગ અને વેપારરોજગાર વધતાં ગયાં તેમ તેમ તેમને ઉત્તરોત્તર નાણાંની વધુ તે વધુ જરૂર પડતી ગઈ અને બેંકવાળાઓએ તે તેમને પૂરાં પાડયાં. આજે દુનિયાના ઘણાખરા વહેવાર શાખ ઉપર ચાલે છે. અને મેટી બૅંકા એ શાખ વધારે છે અથવા તેને મર્યાદિત કરે છે તથા તેનું તે નિયમન કરે છે. ઉદ્યોગપતિને તેમ જ ખેડૂતને પોતાનું કામ આગળ ચલાવવા માટે બેંક પાસે નાણાં ઉછીનાં લેવા જવું પડે છે. પૈસા ધીરવાના એ રાજગાર