Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૦૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન એમ લાગતું હતું. પછીથી સરકારે જનતાને, બીજા કશાં સાધને ન મળે તો આખરે પિતાના બાહુબળથી પણ લડવાની હાકલ કરી. સરકારની આ હાકલને પ્રજા તરફથી ખાસ કરીને માડિ તથા બાર્સિલેનામાંથી બહુ સારે જવાબ મળે. પ્રજાસત્તાક તથા સરકાર એ બંને બચી જવા પામ્યાં, પરંતુ કાકાએ સ્પેનના મોટા ભાગના પ્રદેશને કબજે લીધે.
ત્યારથી માંડીને સ્પેનમાં લડાઈ ચાલુ જ છે અને ઇટાલી તથા જર્મની ફ્રાંકને સારી પેઠે મદદ કરી રહ્યાં છે. એ બંને દેશોએ સ્પેનમાં મોટાં લશ્કરે, વિમાન, વિમાનીઓ તથા શસ્ત્રસરંજામ મોકલ્યા. પ્રજાસત્તાકને પણ પરદેશથી આવેલા સ્વયંસેવકોની મદદ મળી પરંતુ એની સાથે સાથે તેણે સરસ નવું
સ્પેનિશ સૈન્ય ઊભું કર્યું. બ્રિટિશ તથા ફ્રેંચ સરકારે જણાવ્યું કે, સ્પેનની બાબતમાં તેમણે તટસ્થતાની નીતિ અખત્યાર કરી છે પરંતુ વાસ્તવમાં તે તેમની એ નીતિ ક્રાંકને મદદરૂપ નીવડી.
સ્પેનના આંતરવિગ્રહમાં અનેક ભીષણતાએ બનવા પામી છે અને અરક્ષિત શહેર તથા નાગરિક વતી ઉપર ક્રોકોની મદદે આવેલાં ઇટાલિયન તથા જર્મન એરોપ્લેનના હવાઈ મારાથી અસંખ્ય માણસ મરણ પામ્યાં. માડ્રિડને કરવામાં આવેલ બચાવ જગમશહૂર થઈ ગયું છે. આજે સ્પેનને ત્રણચતુર્થેશ પ્રદેશ ક્રાંકના કબજા હેઠળ છે પરંતુ પ્રજાસત્તાક સરકારે તેને અસરકારક રીતે ખાળી રાખ્યો છે. લશ્કરી દૃષ્ટિએ તે બળવાન છે પરંતુ ખોરાકને અભાવ એ તેની પ્રધાન મુશ્કેલી છે.
સ્પેનના આંતરવિગ્રહને એક રાષ્ટ્રીય કલહ કરતાં કંઈક વિશેષ લેખવામાં આવે છે. લેકશાહી અને ફાસીવાદ વચ્ચેના ઝઘડાના પ્રતીકરૂપ તે બની ગયે છે. ને એ તરીકે તેણે પોતાના તરફ આખી દુનિયાનું લક્ષ અને સહાનુભૂતિ આકળે છે.
૧૯૦. જર્મનીમાં નાઝીઓને વિજય
૩૧ જુલાઈ, ૧૯૩૩ સ્પેનની ક્રાંતિથી ઘણા લેકે આશ્ચર્યચકિત થયા હતા પરંતુ વાસ્તવમાં એમાં કશુંયે આશ્ચર્ય પામવા જેવું નહોતું. એ ક્રાંતિ ઘટનાચક્રના સ્વાભાવિક ક્રમ અનુસાર જ થવા પામી હતી અને સૂક્ષ્મ અવલોકન કરનારાઓ તે જાણતા હતા કે તે અનિવાર્ય હતી. રાજા, યૂડલવ્યવસ્થા તથા ચર્ચનું બનેલું તેનું જૂનું તંત્ર ખવાઈ ગયું હતું અને તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. આધુનિક કાળની પરિસ્થિતિ સાથે એને કશેયે મેળ રહ્યો નહોતે અને પાકી ગયેલા ફળની પેઠે