Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૧૦
જગતના ઈતિહાસનું રેખાદર્શન આ રીતે જર્મની લગભગ સમાન બળવાળાં દળની એક છાવણી જેવું બની ગયું. અને ત્યાં આગળ વારંવાર રમખાણે તથા ખૂને થતાં હતાં. ખાસ કરીને નાઝીઓ સામ્યવાદી મજૂરોનાં ખૂન કરતા હતા. કેટલીક વાર મજૂરો પણ એનું વેર વાળતા. પિતાના પક્ષમાં ભળેલા તરેહ તરેહના લેકેને એકત્ર રાખવામાં હિટલરને અપૂર્વ સફળતા મળી. તેમની વચ્ચે કઈ પણ પ્રકારનું સામ્ય કે સમાન ભૂમિકા નહોતી. નીચલા થરના મધ્યમ વર્ગનું એક બાજુએ મેટા મેટા ઉદ્યોગપતિઓ અને બીજી બાજુએ ધનિક ખેડૂતવર્ગ સાથેનું અજબ પ્રકારનું જોડાણ હતું. ઉદ્યોગપતિઓ હિટલરને ટેકે આપતા હતા તથા તેને નાણાંની મદદ આપતા હતા કેમ કે, સમાજવાદને તે ગાળ દેતે હતું અને આગળ વધતા જતા માર્ક્સવાદ અથવા સામ્યવાદ સામે બચાવના એક માત્ર સાધન સમાન તે લાગતું હતું. તેનાં મૂડીવાદી-વિરોધી સૂત્રોથી મધ્યમવર્ગના ગરીબ લેકે, ખેડૂતે તેમ જ કેટલાક મજૂર સુધ્ધાં તેના તરફ આકર્ષાયા હતા.
૧૯૩૩ની સાલના જાન્યુઆરી માસની ૩૦મી તારીખે વયોવૃદ્ધ પ્રમુખ હિડમ્બર્ગે (તે વખતે તેની ઉંમર ૮૬ વરસની હતી.) હિટલરને ચેન્સેલર બનાવ્યું. ઇંગ્લંડના વડા પ્રધાનના હોદ્દાને મળને જર્મનીને એ સર્વોચ્ચ કારોબારી હોદો છે. એ વખતે નાઝીઓ અને રાષ્ટ્રવાદીઓનું જોડાણ થયું હતું પરંતુ થોડા જ વખતમાં માલૂમ પડી ગયું કે સર્વ સત્તા નાઝીઓના હાથમાં જ છે અને બીજા કોઈની કશીયે ગણતરી નથી. સાર્વત્રિક ચૂંટણીમાં નાઝીઓને તેમના મળતિયા રાષ્ટ્રવાદીઓ સહિત રિસ્ટેગમાં માંડમાંડ બહુમતી મળી રહી. પરંતુ તેમને આવી બહુમતી ન મળી હેત તોયે ઝાઝો ફરક પડે એમ નહોતું, કેમ કે નાઝીઓએ પાર્લામેન્ટમાંના પિતાના વિરોધીઓની ધરપકડ કરીને તેમને જેલમાં પૂરી દીધા. રિટૅગના બધાયે સામ્યવાદી સભ્ય તથા ઘણુંખરા સામાજિક લેકશાહીવાદી સભ્યોને આ રીતે દૂર કરવામાં આવ્યા. એ જ અરસામાં રિટૅગના મકાનને આગ લાગી અને તે બળી ગયું. નાઝીઓએ જણાવ્યું કે, એ સામ્યવાદીઓનું કામ હતું અને રાજ્યને હચમચાવી નાખવા માટેનું એ કાવતરું હતું. સામ્યવાદીઓએ એ આપને સબળ ઈન્કાર કર્યો એટલું જ નહિ પણ તેમના ઉપર હુમલે કરવાનું બહાનું શોધી કાઢવા માટે નાઝીઓએ જ એ આગ લગાડી હતી એ તેમણે તેમના ઉપર આરોપ મૂક્યો.
ત્યાર પછી જર્મનીમાં નાઝી ત્રાસને આરંભ થયો. પ્રથમ રિટેગને બંધ કરી દેવામાં આવી (જો કે તેમાં નાઝીઓની બહુમતી હતી.) અને બધીયે સત્તા હિટલર તથા તેના પ્રધાનમંડળના હાથમાં સોંપી દેવામાં આવી. તેઓ કાયદા બનાવી શક્તા હતા તેમ જ બીજું તેઓ ધારે તે કરી શકતા હતા. પ્રજાસત્તાકના વાઇમાર રાજ્યબંધારણને આ રીતે ફગાવી દેવામાં આવ્યું અને લેકશાહીના હરેક સ્વરૂપને છડેચોક તિરસ્કાર કરવામાં આવ્યો. જર્મની