Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન સ્પેનની ક્રાંતિ તેમ જ ૧૯૧૭ની સાલના માર્ચ માસની રશિયાની ક્રાંતિ વચ્ચે અજબ પ્રકારનું સામ્ય છે. સ્પેનનું રાજાશાહીતંત્ર પણ રશિયાની ઝારશાહી તંત્રની પેઠે સંપૂર્ણપણે સડી ગયેલું હતું અને પિતાના વિરોધીઓને સામને કર્યા વિના જ એ બંને તંત્રે જમીનદોસ્ત થઈ ગયાં. એ બંને દાખલાઓમાં ફક્યાલ વ્યવસ્થાને અંત લાવવાને તેમ જ જમીન પદ્ધતિ બદલી નાખવાનો મોડે મોડે પ્રયત્ન કરવામાં આવ્યું હતું તથા એમ કરવામાં મુખ્યત્વે કરીને ગરીબાઈમાં ડૂબેલા ખેડૂતવર્ગે આગળ પડતે ભાગ લીધે હતે. સ્પેનમાં તે રશિયા કરતાંયે વિશેષે કરીને ચર્ચને ભીષણ બોજો પ્રજાને દમી રહ્યો હતે. બંને ક્રાંતિઓએ અસ્થિર પરિસ્થિતિ પેદા કરી અને તેમાં જુદા જુદા વર્ગો જુદી જુદી દિશાઓમાં ખેંચવા લાગ્યા. વિનીત તેમ જ અતિ ઉદ્દામ દળેનાં ત્યાં વારંવાર બંડે થયાં હતાં. રશિયામાં એ અસ્થિર પરિસ્થિતિને પરિણામે નવેમ્બરની ક્રાંતિ થવા પામી. સ્પેનમાં એ સ્થિતિ હજી ચાલુ જ છે.
પેનના નવા રાજબંધારણમાં કેટલાંક રમૂજી લક્ષણો હતાં. ત્યાં આગળ કેટેઝ' એ એક જ ધારાગૃહ છે તેમ જ તેમાં સાર્વત્રિક મતાધિકારની જોગવાઈ કરવામાં આવેલી છે. એનું એક અપૂર્વ લક્ષણ એ છે કે પ્રજાસંઘની મંજૂરી વિના પ્રમુખને યુદ્ધ જાહેર કરવાની તેમાં મનાઈ કરવામાં આવી છે. પ્રજાસંઘે કરેલા અને સ્પેને મંજૂર કરેલા એવા બધાયે આંતરરાષ્ટ્રીય કરાર તરત જ સ્પેનના કાયદા બની જાય છે અને એની સાથે અસંગત એવા સ્પેનની ધારાસભાએ કરેલા બધાયે કાયદાઓ તેનાથી રદ થાય છે.
નવાં પ્રજાસત્તાકની સરકારને સમાજવાદ તરફ ઢળતી ઉદારમતવાદી લોકશાહી સરકાર તરીકે વર્ણવવામાં આવી હતી. મેન્યુઅલ અઝાના વડા પ્રધાન અને સરકારમાં શક્તિશાળી પુરુષ હતા. એ સરકારને જમીન, ચર્ચ અને લશ્કર વગેરે મુશ્કેલ સવાલનો તરત જ સામનો કરવો પડ્યો. એ બધાની બાબતમાં કેઝમાં દૂરગામી કાયદાઓ કરવામાં આવ્યા પરંતુ વ્યવહારમાં ઝાઝું કરવામાં આવ્યું નહિ. આ રીતે, કાયદામાં તે એવું ઠરાવવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ પીતની જમીન ૨૫ એકરથી વધારે ન રાખી શકે અને એ પણ તેમાં જે ખેતી કરવામાં આવતી હોય તે જ તે રાખી શકે. પરંતુ, વાસ્તવમાં મોટી મોટી જમીનદારી તે કાયમ જ રહી. માત્ર રાજાની તેમ જ બંડખેર અમીરઉમરાવોની જમીન જ જપ્ત કરવામાં આવી હતી.
કેટેઝ કાયદો પસાર કરીને ચર્ચની મિલકત રાષ્ટ્રની માલિકીની કરી દીધી પરંતુ એ કાયદાને પણ અમલ કરવામાં ન આવ્યું. કેળવણીની બાબતમાં ચર્ચ ઉપર કેટલીક મર્યાદાઓ મૂકવામાં આવી તે સિવાય તેની સ્વતંત્રતામાં દખલ કરવામાં આવી નહિ. લશ્કરી અમલદારોના કેટલાક