Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મૂડીવાદી દુનિયાની સહકારથી કાય કરવામાં નિષ્ફળતા ૧૩૯૭
નીતિરીતિ
અતિશય શંકાસ્પદ હાય છે એ દિનપ્રતિદિન વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે અને ધાડપાડુ તથા ગંગારા અને તેમનામાં માત્ર એટલે જ તફાવત છે કે તેઓ પોતાનું કાય ઘણા મોટા પાયા ઉપર કરે છે. મોટા મોટા ઇજારા નાના નાના ધંધારોજગારાને કચરી નાખે છે અને જેની આંટીઘૂંટી ગણ્યાગાંઠયા લાકા જ સમજી શકે છે તેવા નાણાંના મોટા મોટા વહેવારના દાવપેચાથી તેમના વિશ્વાસે રહેનારા ગરીબ બિચારા નાણાં રોકનારાનાં નાણાં હજમ કરી જવામાં આવે છે. યુરોપ તથા અમેરિકાના કેટલાક મોટા મોટા શરાફાને તાજેતરમાં ઉધાડા પાડવામાં આવ્યા હતા અને એ દૃશ્ય કદ મનાર જક નહતું.
આપણે જોઈ ગયાં કે દુનિયાનું આર્થિક નેતૃત્વ મેળવવા માટેની ઈંગ્લંડ અને અમેરિકા વચ્ચેની ઝુંબેશમાં થેાડા સમય પૂરતું તો ઇંગ્લંડ વિજયી થયું. અને એ વિજયથી કઈ મહામૂલી વસ્તુ હાથ આવી ? લગભગ બારેક વરસા સુધી એને માટેની ઝુંબેશ ચાલી ત્યાં સુધીમાં તે એ મહામૂલી વસ્તુ પોતે જ ધીમે ધીમે નષ્ટ થવા લાગી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર ઘટતાં આર્થિક નેતૃત્વને કારણે મળતો નફા પણ ઘટી ગયા. ક્રૂડીએની ઉત્તરોત્તર અછત થતી ગઈ અને સાથે સાથે જ જામીનગીરીઓ ના ભાવા પણ એસી ગયા. વળી એ મંદીના કાળમાં નવા શૅરા તથા નવી જામીનગીરી ભાગ્યે જ બહાર પાડવામાં આવતી હતી. આમ છતાંયે માટાં મેટાં જાહેર દેવાંનું વ્યાજ ચૂકવવાનું તો ચાલુ જ રહ્યું અને એ ચૂકવવાનું દેવાદાર દેશા માટે મુશ્કેલ બની ગયું. આંતરરાષ્ટ્રીય દેવું ચૂકવવાનાં ખીજા કાઈ સાધના રહ્યાં નહોતાં એટલે સાનાની માગ વધી ગઈ. પરંતુ સાનું ગરીબ દેશમાંથી વધારે સ્થાયી ચલણવાળા ધનિક દેશામાં ખેંચાઈ ગયું.
તેમ જ ખાનગી
પરંતુ મંદી વધી ગઈ ત્યારે સાન! તેમ જ ધનદોલતને તેને એ બધા સધરા તથા તેની છેલ્લામાં છેલ્લી યાંત્રિક શોધખેાળા અમેરિકાને બહુ કામમાં ન આવ્યાં. દૂર દૂરથી સ્ત્રી પુરુષોને પોતાના તરફ આકર્ષનાર તથા અનેક તા પૂરી પાડનાર એ મહાન પ્રદેશ નિરાશાના પ્રદેશ બની ગયા. દેશ ઉપર શાસન ચલાવનાર મોટા મોટા ધનપતિએ સાવ અપ્રામાણિક માલૂમ પડવા અને નાણાં તથા ઉદ્યોગાના નેતાએ ઉપરથી પ્રજાને વિશ્વાસ ડગી ગયા. મોટા મોટા ઉદ્યોગાના પક્ષકાર પ્રમુખ વર પ્રજામાં અતિશય અકારા થઈ પડ્યો અને ૧૯૩૨ની સાલમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં ફ્રેંકલિન રૂઝવેલ્ટે તેને હાર આપી. ૧૯૩૦ની સાલના માર્ચ માસના આરંભમાં અમેરિકાના બૅંકાના વ્યવહારમાં ખીજી વાર કટોકટી ઊભી થઈ. અમેરિકા પાસે ખીજા દેશો કરતાં ધણું વધારે સાનું હતું. તે છતાંયે તેને સેનાની ચલણપદ્ધતિ છોડી દેવી પડી અને ડૉલરનું મૂલ્ય ઘટી જવા દેવું પડયું. ઉદ્યોગો અને ખેતીવાડી ઉપરના
૬-૪