Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન મદદ કરવા ઉપરાંત બ્રિટનની દૃષ્ટિથી એ બેંકે બીજું એક અતિ ઉપયોગી કાર્ય બજાવતી હતી. તેઓ જાણીતી બધીયે સ્થાનિક વેપારી પેઢીઓની તપાસ કરીને તેમને વિષે નોંધ રાખતી હતી. આથી આવી કોઈ પણ સ્થાનિક પેઢીએ લખેલી ઠંડીના મૂલ્યની ત્યાં આગળની બેંક અથવા એજંટને ખબર પડતી અને તેને એ સલામત લાગે તે તે એના ઉપર પોતાની શાખ કરતે. આને તેને સ્વીકાર' કહેવામાં આવતે, કેમકે ત્યાંની બેંક અથવા એજંટ તેના ઉપર
સ્વીકારવામાં આવે છે” એવું લખતે. બેંક તેને માટેની જવાબદારી ઓઢી લે એટલે તરત જ તે ઠંડી સહેલાઈથી વેચી શકાતી અથવા તે બીજાના નામ ઉપર ફેરવી શકાતી, કેમ કે તેની પાછળ બેંકની શાખ રહેલી હતી. આવા પ્રકારની બાંયધરી અથવા સ્વીકાર વિના અજાણું વેપારી પેઢીની દંડીના લંડન જેવાં અથવા બીજી જગ્યાનાં દૂરનાં બજારમાં ખરીદનારા ન મળી શકે, કારણ કે એ પેઢી વિષે બીજા કોઈને માહિતી નહિ હોય. એ હૂંડી સ્વીકાર કરનાર બેંક એમ કરવામાં જોખમ ઉઠાવતી, પરંતુ પિતાની સ્થાનિક શાખા મારફત એની પૂરેપૂરી તપાસ કરાવ્યા પછી જ તે એમ કરતી. આ રીતે, આ “સ્વીકાર'ની પ્રથા દંડીઓની લેવડદેવડ તથા એકંદરે વેપારની સગવડ કરી આપવામાં મદદરૂપ થતી અને સાથે સાથે દુનિયાના વેપાર ઉપરની લંડન શહેરની જડ તે વધારે સખત બનાવતી. બીજે કઈ પણ દેશ આ “સ્વીકાર નું કાર્ય મેટા પાયા ઉપર કરવાની સ્થિતિમાં નહે, કેમકે પરદેશમાં તેની બેંકની શાખાઓ ઇંગ્લંડની બેંકેની શાખાઓ જેટલી નહતી.
આ રીતે સે કરતાંયે વધારે વરસો સુધી લંડન શહેર નાણાંકીય તેમ જ આર્થિક બાબતમાં આખીયે દુનિયાનું પાટનગર રહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય નાણુવ્યવસ્થા તથા વેપારનાં સૂત્રો તેના હાથમાં રહ્યાં હતાં. ત્યાં આગળ નાણું પુષ્કળ પ્રમાણમાં હતાં અને એને લીધે તે ત્યાં આગળ હળવી શરતોથી મળી શકતાં હતાં. આથી કરીને બધાયે શરાફ ત્યાં આગળ આકર્ષાતા હતા. દુનિયાના ચારે ખૂણામાંથી વેપાર અને નાણાં સંબંધી બધી ખબર બેંક ઓફ ઇંગ્લંડના ગવર્નરની પાસે આવતી અને પિતાના ચેપડાઓ તથા કાગળિયાંઓ ઉપર માત્ર નજર ફેરવીને કઈ એક દેશની આર્થિક સ્થિતિ શી છે એ વસ્તુ તે કહી શકતે હતે. ખરેખર, કેટલીક વાર તે તે દેશની સરકાર કરતાં તેને એ વિષે વધારે ખબર પડતી હતી. જે જામીનગીરીઓ અથવા સરકારી કાગળિયાંઓમાં કઈ સરકારનું હિત સમાયેલું હોય તેને ખરીદવા કે વેચવાની યુક્તિપ્રયુક્તિઓ કરીને અથવા તે ટૂંક મુદત માટે અમુક રીતે નાણાં ધીરીને એ પરદેશી સરકારની રાજકીય નીતિ ઉપર દબાણ લાવી શકાતું હતું. એને “ઉચ્ચ નાણાં પ્રબંધ” (હાઈ ફાઇનેન્સ) કહેવામાં આવે છે. સામ્રાજ્યવાદી સત્તાઓની અતિશય અસરકારક રીતે દબાણ લાવવાની અનેક રીતેમાંની એ એક રીત છે. એ રીત ભૂતકાળમાં