Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન એનાં બે કારણે હતાં. એક તે દેવાને અસહ્ય બેજે અને બીજું લેણદારમાં કરવામાં આવેલી તેની વહેંચણીની રીત. વળી, મહાયુદ્ધ દરમ્યાન તેમ જ તે પછી થોડાં વરસ સુધી વસ્તુઓના ભાવે બહુ ઊંચા રહ્યા એ પણ એનું એક કારણ હતું. એ ભાવો કૃત્રિમ હતા અને તેમાં એકદમ ઓટ આવ્યા વિના ચાલે એમ નહતું. પણ આપણે હજી વધારે ઊંડા ઊતરીને તપાસીએ.
એમ કહેવામાં આવે છે કે, જોઈએ તે કરતાં વધારે પ્રમાણમાં કરવામાં આવતું ઉત્પાદન રેગનું મૂળ છે. પરંતુ એ વસ્તુ ભ્રામક છે, કેમ કે, કરડે માણસને જીવનની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓના પણ સાંસા પડતા હોય તે પરિસ્થિતિમાં ઉત્પાદન વધારે પડતું થાય છે એમ કહી શકાય જ નહિ. હિંદુસ્તાનમાં કરોડ લોકોને પહેરવા માટે પૂરતાં કપડાં મળતાં નથી અને છતાં મિલમાં કાપડના તથા ખાદી ભંડારેમાં ખાદીના ઢગલેઢગલા ખડકાયા છે તથા કાપડનું વધારે પડતું ઉત્પાદન થયું છે એવી વાત સાંભળવામાં આવે છે. એને સાચે ખુલાસે તે એ છે કે અતિશય ગરીબાઈને કારણે લેકે કાપડ ખરીદી શકતા નથી; નહિ કે તે તેમને જોઈતું નથી. જનતા પાસે નાણુને અભાવ છે. આ નાણાંના અભાવને અર્થ એ નથી કે દુનિયામાંથી નાણું અલોપ થઈ ગયાં છે. એને અર્થ એ છે કે, દુનિયાના લોકમાં નાણાંની વહેંચણી બદલાઈ છે અને તે નિરંતર બદલાતી રહે છે. એટલે કે, સંપત્તિની વહેંચણીમાં અસમાનતા રહેલી છે. એક બાજુ ધનદેલતના ઢગલા થયા છે અને તેને શું ઉપયોગ કરો તેની તેના માલિકને ખબર પડતી નથી; તેઓ તે માત્ર તે વધારે ને વધારે ખડકતા જાય છે અને તેમનાં બેંકનાં ખાતાં ઉત્તરોત્તર મેટાં ને મોટાં થતાં જાય છે. આ નાણુને બજારમાં વસ્તુઓ ખરીદવામાં ઉપયોગ થતું નથી. જ્યારે બીજી બાજુએ ધનદોલતના સાંસા છે અને નાણાંના અભાવને કારણે જરૂરની વસ્તુઓ પણ ખરીદી શકાતી નથી.
આ દુનિયામાં તવંગર તેમ જ ગરીબો છે એ હકીકત જણાવવાની આ દીર્ઘસૂત્રી રીત છે. બાકી એ હકીક્ત એટલી સ્પષ્ટ અને ઉઘાડી છે કે એ પુરવાર કરવા માટે દાખલાલીલેની જરૂર નથી. છેક ઈતિહાસના આરંભકાળથી માંડીને આજ સુધી હમેશાં આ ગરીબ અને તવંગરો હતા જ. તે પછી વર્તમાન કટોકટી માટે તેમને શા માટે જવાબદાર ગણવા જોઈએ ? મારા ધારવા પ્રમાણે આગળના એકાદ પત્રમાં હું કહી ગયું છું કે, સંપત્તિની વહેંચણી કરવામાં મૂડીવાદી વ્યવસ્થાનું સમગ્ર વલણ અસમાનતાઓને તીવ્ર અથવા ઉત્કટ બનાવવાનું હોય છે. સમાજની ફયુડલ અવસ્થામાં સ્થિતિ લગભગ સ્થિર હતી, અથવા કહે કે તે અતિશય ધીમી ગતિથી પલટાતી હતી; પ્રચંડ યંત્રો અને જગવ્યાપી બજારોને કારણે મૂડીવાદી વ્યવસ્થા ક્રિયાશીલ બની. અને વ્યક્તિઓ અને સમૂહના હાથમાં સંપત્તિ એકઠી થઈ એટલે ફેરફાર બહુ ઝડપથી થવા