Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નેવત્વ માટે ઇગ્લડ અને અમેરિકા વચ્ચે ઝુબેશ ૧૩છે, પ્રયત્ન કરી રહ્યું હતું. અમેરિકાને ખુશ કરવા માટે જાપાન સાથેની પિતાની મૈત્રીને સંબંધ તેડવાની હદ સુધી તે ગયું અને તેને રીઝવવાના બીજા પણ અનેક પ્રયાસો તેણે કર્યા. પરંતુ ઇંગ્લેંડ પિતાનાં વિશિષ્ટ હિતે અને મે તથા ખાસ કરીને પિતાનું આર્થિક નેતૃત્વ છોડવા તૈયાર નહોતું, કેમ કે, એ બધા ઉપર તેની મહત્તા તથા તેના સામ્રાજ્યનો આધાર હતો. પરંતુ અમેરિકાને પણ એ આર્થિક નેતૃત્વ જ જોઈતું હતું. આથી એ બંને દેશો વચ્ચેનું ઘર્ષણ અનિવાર્ય હતું. એ બંને દેશના શરાફે અને બૅકવાળાઓ ઉપર ઉપરથી તે મીઠી મીઠી વાત કરતા હતા, પરંતુ પિતપોતાની સરકારના ટેકાથી તેઓ જગતને નાણાંકીય અને ઔદ્યોગિક નેતૃત્વ પ્રાપ્ત કરવાને ઝઘડી રહ્યા હતા. એ રમતમાં સરનાં પાનાં અમેરિકા પાસે હતાં પરંતુ રમતને લાંબો અનુભવ અને આવડત ઈગ્લેંડને પક્ષે હતાં.
યુદ્ધના દેવાના પ્રશ્ન એ બન્ને દેશો વચ્ચેની કડવાશમાં ઉમેરો કર્યો. અને ઇંગ્લેંડ અમેરિકાવાસીઓને માણસ જીવે કે મારે તેની પરવા રાખ્યા વિના પિતાના હક્કનું બરાબર શેર માંસ વસૂલ કરનાર શાયલક કહીને ગાળો દેવા લાગ્યું. વાત તે એમ હતી કે, બ્રિટિશ સરકારે અમેરિકાના ખાનગી શરાફનું કરજ કર્યું હતું. યુદ્ધ વખતે તેમણે બ્રિટિશ સરકારને રોકડ રકમ અથવા શાખના રૂપમાં નાણાં ધીર્યાં હતાં. યુનાઈટેડ સ્ટેટ્સની સરકાર તો માત્ર તેની જામીન રહી હતી. આ રીતે, એ દેવું માંડી વાળવું એ યુનાઈટેડ સ્ટેટ્સની સરકારના હાથની વાત નહતી. જે ઇંગ્લેંડનું દેવું માફ કરવામાં આવે તે જામીન તરીકે • યુનાઈટેડ સ્ટેસની સરકારને ત્યાંના શરાફેને તે ભરી આપવું પડે. ખાસ કરીને
એ કટોકટીના સમયમાં, એ વધારાની જવાબદારી ઉપાડવાનું અમેરિકાની કેંગ્રેસ (ત્યાંની ધારાસભા)ને યંગ્ય લાગ્યું નહિ.
આમ ઈગ્લેંડ અને અમેરિકાનાં આર્થિક હિતે એકબીજાને સામસામી દિશામાં ખેંચતાં હતાં. અને બીજી કોઈ પણ વસ્તુની ખેંચ કરતાં આર્થિક હિતેની ખેંચ અતિશય પ્રબળ હોય છે. એ બંને પ્રજાઓ વચ્ચે ઘણું જ સામ્ય છે અને એમ છતાંયે તેમની વચ્ચે આ ઘર્ષણ ચાલી રહ્યું છે. એમાં યુનાઈટેડ સ્ટેટ્સનું બળ અને સાધન ઈગ્લેંડ કરતાં ઘણું વધારે છે. આ ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને તેમાંથી યુદ્ધ પણ ફાટી નીકળે અથવા તો એમ પણ બને કે, ઇંગ્લંડના વિશિષ્ટ અધિકારે તથા તેનું પ્રભુત્વનું સ્થાન ધીમે ધીમે યુનાઇટેડ સ્ટેટ્સને પ્રાપ્ત થાય. પોતે જેને કીમતી ગણતું હોય તેમાંનું ઘણુંખરું છોડી દેવાનું તથા પિતાની પુરાણ પ્રતિષ્ઠા તેમ જ સામ્રાજ્યવાદી શોષણને પરિણામે થતા ફાયદાઓ ગુમાવવાનું તથા અમેરિકાની ભલાઈ ઉપર આધાર રાખીને દુનિયામાં પાછળનું સ્થાન સ્વીકારવાનું અંગ્રેજોને રૂચે એવું નથી અને એ સ્થિતિ સામે ઝૂઝયા વિના તેઓ એને વશ થાય એ સંભવ જણાતું નથી.