Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નેવત્વ માટે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે શુંબેશ ૧૩૦૧ પણ સંપત્તિની અસમાન વહેંચણી તેણે કાયમ રાખી અને તેમાં વધારો કર્યો. એણે હરીફ રાષ્ટ્રો વચ્ચે હમેશનું ઘર્ષણ પેદા કર્યું. દરેક રાષ્ટ્ર બીજાની સામે જકાતની દીવાલ ઉત્તરોત્તર વધુ ને વધુ ઊંચી કરતું ગયું. એને જકાતી યુદ્ધો કહેવામાં આવે છે. જગતનાં બજારે ઘટતાં ગયાં અને તેઓ વધુ ને વધુ સંરક્ષિત થતાં ગયાં તેમ તેમ તેમને માટેની ઝુંબેશ વધુ તીવ્ર બનતી ગઈ અને બીજા દેશે સાથે તેઓ હરીફાઈ કરી શકે એટલા માટે માલિક પિતાના મજૂરના પગારમાં ઘટાડો કરવાનું દબાણ કરવા લાગ્યા. અને એ રીતે મંદી વધતી ગઈ અને બેકારોની સંખ્યા પણ વધતી ગઈ. પ્રત્યેક પગારકાપને લીધે મજૂરોની ખરીદશક્તિ ઘટતી ગઈ.
૧૮૬. નેતૃત્વ માટે ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચે ઝુંબેશ
૨૫ જુલાઈ, ૧૯૩૩ મંદીના કાળમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઘટીને પહેલાંના કરતાં ત્રીજા ભાગને થઈ ગયે એ હકીક્ત હું તને કહી ગયે છું. પ્રજાની ખરીદશક્તિ ઘટી જવાથી દેશની અંદરને વેપાર ઘટી ગયે. બેકારી ઉત્તરેત્તર વધતી જ ગઈ અને એ લાખે બેકારોને ગુજારે કરવાને બે જુદી જુદી સરકારે માટે અસહ્ય થઈ પડ્યો. ભારે કરવેરા નાખવા છતાંયે, ઘણી સરકારે માટે પિતાના આવક-ખરચનાં પાસાં સરખાં કરવાનું લગભગ અશક્ય બની ગયું; તેમની આવક ઘટી ગઈ અને કરકસર તથા પગારકાપ કરવા છતાયે તેમના ખરચનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું. કેમ કે, મોટા ભાગને ખરચ તે લશ્કર, નૌકાસૈન્ય અને હવાઈદળ માટે તેમ જ આંતરિક અને બહારનાં દેવાની પતાવટને અંગે કરે પડતા હતા. રાષ્ટ્રના અંદાજપત્રમાં ઘટ પડતી એટલે કે આવક કરતાં ખરચો આંકડો વધી જતું હતું. વધારે નાણાં ઉછીનાં લઈને અથવા તે અનામત ફંડમાંથી રકમ ઉપાડીને જ એ ઘટ પૂરી કરી શકાય એમ હતું અને એને લીધે લાગતાવળગતા દેશની આર્થિક સ્થિતિ નબળી બની હતી.
એની સાથે સાથે જ, માલને મોટો જથે વેચાયા વિના પડ્યો રહ્યો કેમ કે લેકે પાસે એ ખરીદવા માટે પૂરતાં નાણું નહેતાં અને કેટલાક દાખલાઓમાં તે “વધારાની' ખાધાખોરાકીની વસ્તુઓ તથા બીજી ચીજોને ખરેખર નાશ કરવામાં આવ્યું. જ્યારે બીજી બાજુએ કે એ વસ્તુઓ વિના ભારે વિટંબણુ ભગવતા હતા. આ મંદી અને આર્થિક સંકટ સેવિયેટ રાજ્ય બાદ કરતાં જગવ્યાપી હતાં છતાંયે, તેને અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય