Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન તેણે એ આપવાની વિધિપૂર્વક ના પણ પાડી. આખરે ૧૯૩૨ની સાલમાં લેસાંમાં ભરાયેલી પરિષદમાં યુદ્ધની નુકસાનીની રકમ ઘટાડવામાં આવી અને એને અંગે માત્ર નામની રકમ નક્કી કરવામાં આવી. એમ કરવામાં એવી આશા રાખવામાં આવી હતી કે એ જ રીતે યુનાઈટેડ સ્ટેટ્સ પણ તેના લેણાને આંકડે ઘટાડશે. પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સની સરકારે તે યુદ્ધની નુકસાનીની રકમ સાથે દેવાની રકમ ભેળવી દેવાની તેમ જ પિતાનું લેણું માંડી વાળવાની સાફ ના પાડી. આથી આખીયે બાજી ઊંધી વળી ગઈ અને યુરોપના લેકે અમેરિકા ઉપર અતિશય ક્રોધે ભરાયા.
૧૯૩૨ની સાલના ડિસેમ્બરમાં અમેરિકાને દેવાંને હપતે ભરવાનો સમય આવ્યું અને ઈંગ્લંડ તથા કાંસવતી છટાદાર ભાષામાં વિનવણી કરવામાં આવી. છતાંયે એ હપતે વસૂલ કરવાને અમેરિકાએ આગ્રહ રાખે. ભારે વાદવિવાદ કર્યા પછી ઈગ્લેંડે એ હપતે ભર્યો અને જણાવ્યું કે એ છેલ્લે હપતે છે. ફ્રાંસ તથા બીજા દેશોએ એ હપતે ભરવાની ના પાડી અને હપતે ભર્યો નહિ. એ પછી કશીયે સમાધાની થવા પામી નહિ અને ૧૯૩૩ની સાલના જૂન માસમાં દેવાંને બીજો હપતે ભરવાની મુદત પાકી. કાંસે એ ભરવાની ફરી પાછી ના પાડી; પરંતુ ઇંગ્લડ પ્રત્યે અમેરિકાએ ઉદારતા દર્શાવી અને એ હપતા પેટે નામની રકમ સ્વીકારી લીધી અને એ મોટા પ્રશ્નને ફેંસલે આગળ ઉપર કરવાનું મુલતવી રાખ્યું.
આ સંબંધમાં એક વસ્તુ રમૂજ ઉપજાવે એવી છે. કાંસ અને ઈંગ્લેંડ જેવી મહાન અને તવંગર મૂડીવાદી સત્તાઓ પિતાની પદ્ધતિ અને ધરણો પ્રમાણે કરેલું દેવું ચૂકવવાની ના પાડી રહી છે. પરંતુ એ જ સત્તાઓએ સેવિયેટ રાજ્ય પિતાના દેવાના કરેલા ઇન્ફારને સખત ભાષામાં વડી કાઢ્યો હતે. હિંદુસ્તાનમાં પણ, તેના ઈંગ્લંડમાંના દેવાના પ્રશ્નની તપાસ નિષ્પક્ષ પંચ મારફત કરાવવાની સૂચના કરવામાં આવે છે ત્યારે – મહાસભા તરફથી એવી સૂચના કરવામાં આવી છે – સરકારી મંડળમાં એની સામે પુણ્યપ્રકેપ ઊછળી આવે છે. રાષ્ટ્રની જવાબદારી અદા કરવાને અંગેના એવા જ પ્રશ્નને અંગે આયલેંડ તથા ઇંગ્લેન્ડ વચ્ચે ભારે ઘર્ષણ પેદા થયું હતું. એને પરિણામે એ બંને દેશો વચ્ચે વેપારી યુદ્ધ શરૂ થયું અને હજી પણ તે ચાલુ જ છે.
ઈંગ્લેડનું આર્થિક નેતૃત્વ અને તે પ્રાપ્ત કરવા માટે અમેરિકાની લડત
* . ૧૯૩૩થી ૧૯૩૮ની સાલ સુધીનાં પાંચ વરસ દરમ્યાન ઇગ્લેંડ કે કાંસે દેવા પેટે કશીયે રકમ અમેરિકાને આપી નહોતી. એ પેટે નામની રકમ પણ આપવામાં આવી નહોતી. એ દેવાની સુખેથી અવગણના થઈ શકે એમ માની લેવામાં આવ્યું હેય અને તે ભર્યું ન હોય એમ જણાય છે. •