Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નેતત્વ માટે ઇંગ્લંડ અમેરિકા વચ્ચે ઝુબેશ ૧૩૭૭ તેમ જ બેંકના વ્યવહારમાં ઊભી થયેલી કટોકટી તથા ઘણા દેશની આર્થિક વ્યવસ્થાનું પડી ભાગવું ઇત્યાદિ બાબતોને હું વારંવાર ઉલ્લેખ કરી ગયો છું. આ બધા અટપટા અને ન સમજાય એવા શબ્દોને શો અર્થ? તું મને એમ પૂછે એ હું સમજી શકું છું કેમ કે, તને એ બધી બાબતો સમજાઈ હશે કે કેમ એની મને શંકા છે. એ વિષયમાં તને રસ ન પડે એ પણ સંભવિત છે. પણ અત્યાર સુધીમાં એ વિષે મેં આટલું બધું કહી નાખ્યું છે તે હવે મારે એ વસ્તુ વધારે વિસ્તારથી સમજાવવી જોઈએ એમ મને લાગે છે. એમાં આપણને રસ પડે કે ન પડે પણ આ આર્થિક બનાવ રાષ્ટ્રીય તેમ જ વ્યક્તિગત એ બંને દૃષ્ટિથી આપણા ઉપર અસર કરે છે અને આપણાં વર્તમાન તથા ભવિષ્યનું ઘડતર કરવામાં તે કારણભૂત બને છે. એ વિષે આપણે ડું ઘણું જાણી લઈએ એ ઠીક છે. મૂડીવાદી દુનિયાની ગૂઢ અથવા ભેદભરી કાર્યપ્રણાલીની ઘણા લોકો ઉપર એટલી તે ભારે છાપ પડેલી હોય છે કે, તેઓ તેના તરફ આશ્ચર્યચકિત થઈને અને માનની લાગણીથી જુએ છે. તે તેમને એટલી બધી અટપટી, નાજુક અને ગૂંચવણભરી લાગે છે કે, એને સમજવી એ તેમના ગજા ઉપરવટની વાત છે એમ તેઓ માને છે અને આથી તેઓ એ બધી તેના નિષ્ણાતે, બેંકવાળાઓ અને શરાફ તથા એવા બીજાઓ ઉપર છોડી દે છે. બેશક, એ અટપટી અને ગૂંચવણભરી છે, પરંતુ કઈ પણ વસ્તુ ગૂંચવણભરી હેવી એ તેને ગુણ જ છે એમ ન કહેવાય. પરંતુ એમ છતાંયે, આપણે આજની દુનિયાને વહેવાર સમજ હેય તે આપણને એને કંઈક ખ્યાલ હે જોઈએ. એ આખીયે વ્યવસ્થા તને સમજાવવાનો હું પ્રયત્ન નથી કરવાને. એ તે મારા ગજા ઉપરવટની વાત છે, કેમ કે, હું કંઈ એને નિષ્ણાત નથી. હું તો એ સમજવા પ્રયત્ન કરનાર માત્ર એક વિદ્યાથી જ છું. હું તને માત્ર ઘેડી હકીકત જ કહીશ. હું ધારું છું કે, દુનિયામાં બનતા કેટલાક બનાવો તથા છાપાંઓમાં આવતી ખબરે બુદ્ધિપૂર્વક સમજવામાં એ તને મદદરૂપ થશે. ઘણું કરીને, આગળ હું તને જે કહી ગયો છું તેની તે જ વાતે મોટે ભાગે મારે તને ફરીથી કહેવી પડશે, પરંતુ દુનિયાને વ્યવહાર સમજવામાં જે એ તને મદદરૂપ નીવડે તે તું એની સામે વાંધો નહિ ઉઠાવે એમ હું ધારું છું. એ યાદ રાખજો કે, આ તે મૂડીવાદી વ્યવસ્થા છે અને એમાં શેર ધરાવનારાઓની બનેલી ખાનગી કંપનીઓ હોય છે. ખાનગી બેંકે હેય છે અને શેરની લેવડદેવડ કરનારાં શેરબજારે હોય છે. સેવિયેટ રાજ્યની ઔદ્યોગિક તેમ જ આર્થિક અથવા નાણાંકીય વ્યવસ્થા એથી બિલકુલ ભિન્ન છે. ત્યાં આગળ એવી કંપનીઓ કે ખાનગી બેંકે અથવા તે શેરબજારે નથી. ત્યાં તે લગભગ બધી વસ્તુઓ રાજ્યની માલિકીની તેમ જ રાજ્યના અંકુશ નીચે હોય છે અને આંતરરાષ્ટ્રીય વેપાર તે તત્વતઃ વસ્તુવિનિમય જ હોય છે.