Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૭૪
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
આજે ઇંગ્લેંડ એવી કરુણ હાલતમાં આવી પડ્યુ છે. જેમાંથી તેને શક્તિ મળ્યા કરતી હતી તે પુરાણાં ઝરણાં હવે સુકાતાં જાય છે અને ભવિષ્યમાં તેની પડતી અનિવાર્ય છે એમ જણાય છે. પરંતુ અનેક પેઢીઓથી પ્રભુત્વ ભાગવવાને ટેવાયેલી હોવાથી અંગ્રેજ પ્રજા એ દશા સ્વીકારવાને તૈયાર નથી અને એની સામે તે વીરતાપૂર્વક લડી રહી છે અને ભવિષ્યમાં પણ લડશે. દુનિયામાં આજે ચાલી રહેલી એ મુખ્ય હરીફાઈ વિષે મેં વાત કરી કેમ કે આજે બની રહેલા ઘણાખરા બનાવા ઉપર તે પ્રકાશ પાડે છે. એ ઉપરાંત, અલબત આ દુનિયામાં બીજી અનેક હરીફાઈ એ મેાબૂદ છે; આખીયે મૂડીવાદી અને સામ્રાજ્યવાદી વ્યવસ્થા જ હરીફાઈ અને સ્પર્ધા ઉપર રચાયેલી છે.
હવે આપણે મદીના કાળમાં બનવા પામેલા બનાવાના બ્યાન ઉપર પાછાં આવીએ. ૧૯૭૦ની સાલના જૂન માસમાં ફ્રેંચોએ રાઈન નદીને પ્રદેશ ખાલી કર્યાં અને તેથી જમનાને ભારે નિરાંત થઈ. પરંતુ એ પગલું એટલું બધું મેહુ ભરવામાં આવ્યું હતું કે એની બધીયે શેશભા મારી ગઈ અને સમભાવના ચિહ્ન તરીકે એને સ્વીકાર થયા નહિ. વળી મંદીની કારમી છાયાએ બધીયે વસ્તુ ઉપર અંધકાર પાથરી દીધા હતા. વેપારની સ્થિતિ બગડતી ગઈ તેમ તેમ દેવાદારોના હાથમાં નાણાં ઉત્તરોત્તર એઠાં થવા લાગ્યાં અને યુદ્ઘનુકસાની તથા દેવું ભરપાઈ કરવાનું વધારે મુશ્કેલ અથવા લગભગ અશકય થઈ ગયું. દેવું ભરપાઈ કરવાની એ મુશ્કેલી ટાળવાને માટે પ્રમુખ દ્વારે એક વરસ માટે દેવાની ભરપાઈની માકૂરી જાહેર કરી હતી. ત્યાર પછી, યુદ્ધને અંગેના દેવાના પ્રશ્નની ફરીથી તપાસ કરાવવાના પ્રયાસેા કરવામાં આવ્યા પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સની કોંગ્રેસે તેમ કરવાની સાફ ના પાડી. જની પાસેથી યુદ્ધની નુકસાનીની રકમ વસલ કરવાના પ્રશ્ન ઉપર ફ્રાંસે પણ એવું જ મક્કમ વલણ દર્શાવ્યું. બ્રિટિશ સરકાર લેણદાર તેમ જ દેવાદાર એ બંને હતી એટલે તે યુદ્ધની નુકસાનીની રકમ તેમ જ દેવું એ અને વસ્તુ માંડી વાળીને બધું નવેસરથી શરૂ કરવાની તરફેણમાં હતી. દરેક દેશ પોતપોતાના હિતની દૃષ્ટિએ વાત કરતો હતો. એનું પરિણામ એ આવ્યું કે, બધા દેશા એક સાથે મળીને કાઈ પણ પગલું ભરી ન શકયા. ૧૯૩૧ની સાલના વચગાળામાં જનીની આર્થિક વ્યવસ્થા તૂટી પડી અને તેની સાથે ઘણી બૅન્કો પણ તૂટી ગઈ. એને પરિણામે ઇંગ્લેંડમાં પણ કટોકટી પેદા થઈ. અને તે પોતાની જવાબદારી અદા કરી શકયું નહિ. નાણાંકીય દૃષ્ટિએ પણ તે નાદાર જવાની તૈયારીમાં હતું. દેશ ઉપર એ જોખમ ઝઝૂમી રહ્યું હતું તે કારણે તેના નેતા મૈકડાનાલ્ડે જ મજૂર સરકારને રુખસદ · આપી. પછી તેણે ‘ રાષ્ટ્રીય સરકાર સ્થાપી અને પોતે તેના વડે અન્યો. એ સરકારમાં કૉન્ઝરવેટિવાનું પ્રભુત્વ હતું. પરંતુ એ રાષ્ટ્રીય સરકાર પણ પાઉન્ડને બચાવી ન શકી. એ જ અરસામાં પગારકાપના મુદ્દા ઉપર આાિંટ્યટકના નૌકા કાફલાના ખલાસીઓએ બડ કર્યું.
થ
3